SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૫૧૭ 'અંધકારને અજવાળનારી જ્ઞાનાધિષ્ઠાત્રી દેવી સરસ્વતી પરમાણંદદાસ કુંવરજી કાપડિયા - જ્યારે ધનવાનો-લક્ષ્મીનંદનોના હાથમાં જનસમાજના જીવનનો દોર આવી ગયો ત્યારે હું બીજની અધિષ્ઠાત્રીનો પરિચય કરાવવાનું ભગીરથ કાર્ય આદરાયું. મુંબઈમાં “પ્રબુદ્ધ જૈન યુવક મંડળ” અને “પ્રબુદ્ધ જીવન’ સામયિક દ્વારા વર્ષો સુધી જ્ઞાનયજ્ઞ આરંભી જૈનજગતને સમય-કાળને અનુરૂપ નુતન વિચારધારાની અને વિવિધ સાહિત્યની મૂલ્યવાન ભેટ ઘરી. રૂઢિવાદીઓ સામે જીવનભર ઝઝમનાર શ્રી પરમાણંદદાસભાઈ આજીવન સરસ્વતીની સાધના કરીને માતા સરસ્વતી વિષે અભ્યાસલેખ લખે એ અદ્વિતીય જ હોય ને ! -- સંપાદક જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે. જે જેનો સ્વભાવ હોય તે પ્રત્યે તેનું સ્વાભાવિક વલણ હોય છે. જ્ઞાન આત્માનો સ્વભાવ છે, એનો અર્થ એ છે કે દરેક આત્માનું સ્વાભાવિક વલણ જ્ઞાન પ્રત્યે છે. દરેક આત્માનો - દરેક માણસનો - પ્રયત્ન પોતે જે કાંઈ જાણે છે તેથી કાંઈ ને કાંઈ વધારે જાણવા તરફ હોય જ છે. શુદ્ર સ્થિતિમાં અવસ્થિત માણસ ક્ષુદ્ર વસ્તુઓના વિશેષ જ્ઞાનને શોધે છે; ઉચ્ચ કોટિના આત્માઓ દિવ્ય તત્ત્વોના જ્ઞાનની એષણા ધરાવે છે; પણ સૌ જ્ઞાનના ઉપાસક તો છે જ. _'Knowledge is Power.' જ્ઞાન એ અમોઘ શક્તિ છે. એ શક્તિ જગતનો સંહાર કરી શકે છે તેમ જ જગતનો ઉદ્ધાર પણ કરી શકે છે. એ શક્તિના આધારે જગતમાં ચૈતન્ય છે અને પ્રાણીમાત્રમાં આત્મત્વની પ્રતિષ્ઠા છે. એ શક્તિના અવલંબનથી પ્રાણી પશુમાંથી મનુષ્ય, મનુષ્યમાંથી ઈશ્વર બને છે. જ્ઞાનની આવી અમોઘ શક્તિને ધર્મશાસ્ત્રકારોએ અનેકરૂપે વર્ણવી છે અને ભિન્ન ભિન્ન કલ્પનાઓનો આશ્રય લઈને તેની ઉપાસના કરવાનો ઉપદેશ આપ્યો છે. હિંદુ-ઘર્મશાસ્ત્રોએ જ્ઞાનની એક અધિષ્ઠાત્રી દેવી કલ્પી છે, અને તેનું નામ સરસ્વતી આપ્યું છે. સરસ્વતીનું એવું જ બીજું પ્રચલિત નામ શારદા છે. સરસ્વતીનાં સ્વરૂપનું ભિન્ન ભિન્ન પ્રકારે વર્ણન કરવામાં આવે છે. આપણાં દેવમંદિરોમાં આ સરસ્વતીની મૂર્તિઓ બનાવવામાં આવે છે અને વિદ્યાલયોમાં તેમનાં ચિત્રો ચિતરાવીને ટાંગવામાં આવે છે. સરસ્વતીનાં અંગ-ઉપાંગની ઘટના તેમ જ આસપાસના સાહિત્યની રચના સરસ્વતીની કલ્પનાને સુંદર રીતે રજૂ કરે છે. સરસ્વતીને કન્ટેન્દુતુષારહારધવલા તેમ જ શ્વેતવસ્ત્રાવૃતા કહેવામાં આવી છે. તે સરસ્વતીની એટલે કે જ્ઞાનની સાત્ત્વિકતા રજૂ કરે છે. સરસ્વતીના ચાર હાથ કલ્પવામાં આવે છે. બે હાથ વણા પર હોય છે; એક હાથમાં માળા હોય છે અને એક હાથમાં પુસ્તક હોય છે. પુસ્તક જ્ઞાનનું સૂચક છે; માળા સરસ્વતીની દીક્ષાસૂચક છે અને તેમાં જ્ઞાનસાધનાને યોગ્ય ક્રિયાકાંડ અને ઉપાસનાનો ધ્વનિ રહેલો છે. સરસ્વતીના હાથમાં વીણા હોય છે તે તેમ જ સરસ્વતીનું વાહન મયૂર વર્ણવવામાં આવેલ છે (મયૂરવાહિની) તે સૂચવે છે કે સરસ્વતી માત્ર સદસવિવેક જેનું લક્ષણ છે તેવા જ્ઞાન-વિજ્ઞાનની અધિષ્ઠાત્રી નથી, પણ રસ જેનો આત્મા છે એવી સમસ્ત કળાની પણ મહાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy