SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૨ ] ( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી અંચલગચ્છ-અધિષ્ઠાયિકા મહાકાલી દેવી * શ્રી પાર્શ્વ 'અંચલગચ્છ દિગ્દર્શન' નામે ગ્રંથમાં જાણીતા લેખક શ્રી પાર્શ્વ’એ અતિ પરિશ્રમ લઈને અને વ્યાપક સંશોધન કરીને પ્રભાવક પૂર્વાચાર્યો, શ્રમણ ભગવંતો, શ્રાવકો આદિનાં ચરિત્રો વિશે વિસ્તૃત માહિતી આલેખી છે, તેમાં અંચલગચ્છનાં અધિષ્ઠાયિકા દેવી અને પાવાગઢ તીર્થ વિશે ઘણી સારી નોંધ રજૂ કરી છે. આ પ્રકરણ લેખ રૂપે પ્રગટ કરવા સાહિત્યદિવાકર પૂ. આચાર્યશ્રી કલાપ્રભસાગરસૂરિજી મહારાજ દ્વારા અમને પ્રાપ્ત થતાં, પ્રસ્તુત વિષયને કેન્દ્રમાં રાખી, તેમાંના કેટલાક અંશો ટૂંકાવીને અત્રે રજૂ કર્યા છે. લેખક શ્રી ”પાર્વે'નું સંશોધનક્ષેત્રે પ્રદાન જૈન સમાજ માટે ખાસ કરીને અંચલગચ્છ માટે નોંધપાત્ર છે, - -- સંપાદક અંચલગચ્છની અધિષ્ઠાયિકા દેવી તરીકે મહાકાલી મનાય છે. શ્રી મેરતુંગસૂરિના નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં મહાકાલીદેવી સંબંધમાં ઘણા પ્રસંગો જોવા મળે છે. એક પ્રસંગમાં મહાકાલીદેવી આર્યરતિસૂરિની કસોટી કરે છે. ચક્રેશ્વરી અને પદ્માવતી દેવીઓએ પાવાગઢ પર વસનારી પોતાની સખી મહાકાલીદેવી પાસે આચાર્યના ત્યાગ, વૈરાગ્ય અને ગંભીરતા આદિ ગુણોની ભારે પ્રશંસા કરી. મહાકાલીદેવીએ પ્રશંસા સાંભળીને એમની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. યશોધન ભણશાળીએ આર્યરક્ષિતસૂરિના ઉપદેશથી શત્રુંજયનો સંઘ કાઢેલો. આચાર્ય પણ સંઘ સાથે જ હતા. તેઓ સંઘની રસોઇમાંથી પ્રાયઃ આહાર લેતા નહીં; પરંતુ નજીકના સ્થાનમાંથી જ ગોચરી વહોરી લાવીને આહાર કરતા હતા. સંઘ જ્યારે ખેડા પહોંચ્યો ત્યારે એક મુનિ સાથે આચાર્ય ગોચરી માટે નીસર્યા. મહાકાલીદેવીએ સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને આહાર માટે નિમંત્રણ કરી આર્યરક્ષિતસૂરિને મોદક ભરેલો થાળ વહોરવા માટે ધર્યો. દેવીનાં ચક્ષુને અનિમિષ જોઇ, આ દેવપિંડ છે અને તે મુનિઓને લેવો કલ્પ નહીં એમ નિશ્ચય કરી તેઓ ગોચરી લીધા વિના જ પાછા ફર્યા. બીજા એક પ્રસંગમાં મહાકાલીદેવીએ સ્ત્રીનું રૂપ લઇને સોનામહોર ભરેલો થાળ આચાર્ય સામે ધર્યો. તેનો આગ્રહ હોવા છતાં આચાર્યે તે સ્વીકાર્યો નહીં. તેનો અત્યંત આગ્રહ જાણીને આચાર્યું તેમાંથી એક મહોર લીધી અને તે સાધારણ ખાતે વાપરવાને શ્રાવકોને સમર્પિત કરી એવો વૃદ્ધવાદ છે. આચાર્યની આચારનિષ્ઠા અને નિઃસ્પૃહતા જોઇને પ્રભાવિત અને સંતુષ્ટ થયેલી દેવી પોતાનું સ્વરૂપે પ્રગટ કરીને કહેવા લાગી કે, 'ગુરુદેવ ! હું આપના ઉપર પ્રસન્ન થઈ છું. આપે એક સોનામહોર લેવાથી આપના ગચ્છના શ્રાવકોમાંથી એક તો લક્ષાધિપતિ અવશ્ય રહેશે. વળી, આપનો સમુદાય વિધિપક્ષ ગચ્છના નામથી પ્રસિદ્ધ થઈને જિનશાસનનો ઉદ્યોત કરશે. પાવાગઢ પર નિવાસ કરનારી હું મહાકાલીદેવી આજથી આપના ગચ્છની અધિષ્ઠાયિકા થઇશ.' રોંગસૂરિની ઉકત પટ્ટાવલીમાં એ પછી તો વિપ્નો વખતે આચાર્યભગવંતો મહાકાલીદેવીનું સ્મરણ કરે અને દેવી પ્રત્યક્ષ થઇ વિપ્ન નિવારે, એવા અનેક પ્રસંગો વર્ણવવામાં આવ્યા છે. મેરૂતુંગસૂરિ સુધીના પટ્ટધરોના વ્યાખ્યાનમાં ચકેશ્વરી, પદ્માવતી અને મહાકાલી - એ ત્રણે દેવીઓ પધારતી એવી માન્યતા પણ પ્રચલિત છે. સં. ૧૬૯૧માં અમરસાગરસૂરિરચિત 'વર્ધમાન પદ્મસિહ શ્રેષ્ઠીચરિત્રમ્'ના મંગલાચરણમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy