SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા | પ્રાર્થના : સુલભ ચિંતામણિ લેખક: પ્રા. બિપિનચંદ્ર ર ત્રિવેદી) ૧૨૨ પ્રાર્થનાનો અર્થ જુદા-જુદા મહાનુભાવો દ્વારા તેની વ્યાખ્યા, મહત્તા અને ઉપયોગિતા; પ્રાર્થનાની શ્રેષ્ઠતા અને સરળતા; પ્રાર્થનાની આવશ્યકતા – વ્યકિતગત તેમ જ સામૂહિક સંદર્ભમાં, પ્રાર્થનાનાં પ્રકારો અને સ્વરૂપો, પ્રાર્થના અને તંદુરસ્તીનો સંબંધ; પ્રાર્થનામાં શ્રદ્ધા અને હૃદયની મુખ્યતા; વિવિધ ધર્મોમાં પ્રાર્થનાનું સ્થાન વગેરેનું વિશ્વભરના પ્રચલિત ધર્મગ્રંથો અને ચિંતકોનાં અવતરણો સાથેનું તલસ્પર્શી અવલોકન-યુક્ત રસપ્રદ માહિતીપ્રદ અને અભ્યાસપૂર્ણ સવિસ્તાર આલેખન. તાંત્રિક સાધનામાં મંત્રનું મહત્ત્વ (લેખક: ડૉ. રુદ્રદેવ ત્રિપાઠી ૧૩૨ ‘તંત્ર' શબ્દનો અર્થ, વ્યુત્પત્તિ અને ભાવવિસ્તાર; મંત્ર, તેની વ્યુત્પત્તિ, તેનાં સ્વરૂપ, તેના અર્થજ્ઞાનની આવશ્યકતા, તેનો મહિમા અને તેની અનિવાર્યતા; ગુરુકૃપા, ગુરુતત્ત્વ; માતૃકાઓના પ્રકાર અને તેનું મહત્ત્વ, જૈનધર્મની દષ્ટિએ માતૃકા વર્ણોની ઉત્પત્તિ, મંત્ર સાથે મંત્ર અને તેની સાથે મનનું પ્રણિધાન; અને પ્રણિધાન સમયે થતું અતીન્દ્રિય પદાર્થોના જ્ઞાનનું વિશ્લેષણ-સંશ્લેષણ, મંત્રચેતના, મંત્રસાધના અંગે આવશ્યક યંત્ર તથા તંત્ર વગેરે અનેક વિષયો પર શાસ્ત્રીય આધારો સાથેનું વિસ્તૃત વિદ્વત્તાપૂર્ણ આલેખન. મંત્ર અને મંત્રવિજ્ઞાન લેખક : રવીન્દ્રકુમાર જૈન) ૧૪૧ મંત્ર’ શબ્દની અનેક વ્યુત્પત્તિઓ, તેના અર્થો; મંત્રોનું સામર્થ્ય, તેની અનુભૂતિ; મંત્રના ભેદો, માર્ગો અને તેનાં શાસ્ત્રો; મંત્રવિજ્ઞાનની પ્રક્રિયા, તેનું રહસ્ય મંત્રવિજ્ઞાનને સમજવાનાં ભાષા, અર્થ, ધ્વનિ આદિસ્તરો-પરિબળો; અને મંત્રજ્ઞાનને પ્રાપ્ત કરવાની યોગ્યતાયોગ્યતાઓ ઇત્યાદિની તલસ્પર્શી વિગતોનું, કે જેવાચકને મંત્રજ્ઞાનના માર્ગે પ્રવેશ કરવામાં અને આગળ વધવામાં પણ માર્ગદર્શક બની રહે એવું રસપ્રદ અને પ્રેરક નિરૂપણ. મંત્ર, તંત્ર અને યંત્ર લેખક : પ્રા. સી. વી. રાવળ) ૧૪૦ મંત્ર, તંત્ર અને યંત્રની વ્યાખ્યા, તેના પ્રકારો, રહસ્યો અને અર્થો; ગુરુગમ; મંત્રવિદોના વિધાનો અને તેના અર્થો; મંત્રશક્તિ, મંત્રસાધના, મંત્રસિદ્ધિ પ્રણવમંત્ર, ગાયત્રીમંત્ર, નિર્વાણમંત્ર અને નવકાર મહામંત્રનું રહસ્ય, વૈવિધ્ય, માહાભ્યતેમજ તેના અર્થ-શબ્દ-ભાવવિસ્તારો; તંત્ર, તંત્રશાસ્ત્ર, તંત્રસાધના, તંત્રસાધક, તંત્રોક્ત ઉપાસના અને તાંત્રિક આચારના વિવિધ પ્રકારો, પેટા પ્રકારો, સ્વરૂપો અને તેનો અર્થભાવ-વિસ્તાર; યંત્રની વ્યુત્પત્તિ-અર્થ; યંત્રોની વિધ-વિધ આકૃતિઓ, વિધિવિધાનો, ક્રિયાશુદ્ધિ અને ભાવશુદ્ધિ; યંત્રનો મહિમા... ઇત્યાદિનું રસપ્રદ, અભ્યાસપૂર્ણ, વિસ્તૃત પરિપ્રેક્ષણ, સાધક, સાધના અને સાધ્યરહસ્ય લેખક : પૂ. મુનિશ્રી નિર્મલસાગરજી મહારાજ ૧૫૦ સાધનાને સાધ્ય કરવાનાં રહસ્યો/ઉપાયોમાં શુભ-શુદ્ધ આચાર-વિચાર; સાધનાનાં દ્રવ્યો-પદાર્થોની, ક્રિયાવિધિની અને મંત્રની શુદ્ધિ; ગુરુગમ-ગુરુકૃપા; તેમજ સમય, સ્થાન, દિશા, શરીરની સ્થિતિ, વસ્ત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy