SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૪૧૭ ફળ, તાંબૂલ, દક્ષિણા, છત્ર, ચામર, દર્પણ, નીરાજન, ઘોડો, હાથી, રથ, સૈન્ય, કિલ્લો, પંખો, નૃત્ય, પ્રદક્ષિણા, નમસ્કાર, પુષ્પાંજલિ, વાસગૃહ, પલંગ, મુખગંડૂષજલ, સુખશયન અને ક્ષમા-પ્રાર્થના.“ પ્રસ્તુત ઉપચારો અને રાજોપચાર વચ્ચે વિશેષ સામ્ય છે. (૧૦) મંગમહાર્ણવ મંત્રમહાર્ણવમાં ઉલ્લેખાયેલાં ધ્યાન, આહ્વાન, સિંહાસન, સ્વાગત, પાદ્ય, આચમન, મધુપર્ક, દ્વિતીય આચમન, અર્થ, સુગંધ તૈલ, જલસ્નાન, વસ્ત્ર, યજ્ઞોપવીત, ઉત્તરીય, આભૂષણ, ગંધ, અક્ષત, પુષ્પ, દ્રોણપુષ્પ, બીલીપત્ર, અંગપૂજા, ધૂપ, દીપ, નૈવેદ્ય, જલ, આચમન, તાંબૂલ, ફળ, દક્ષિણા, આરતી, કપૂરઆરતી, પ્રદક્ષિણા, પ્રણામ, પુષ્પાંજલિ અને પ્રાર્થના,૧૯ જે ઉપચારો તંત્રસાર અને વાજસનેય પરંપરા સાથે સામ્ય ધરાવે છે. (૧૧) જૈનપરંપરામાં ઉપચાર : દિગંબર જૈન પરંપરામાં મંત્રસાધન વિધિમાં આવાહન, સ્થાપન, સાક્ષાકરણ, અષ્ટદ્રવ્યથી પૂજા અને વિસર્જન -- એમ પાંચ ઉપચારોનો ઉલ્લેખ છે.૨૦ સિદ્ધચક્રપૂજનમાં સ્થાપનથી અર્થ સુધીના દશ ઉપચારો છે, જેનો ઉલ્લેખ દશોપચાર'માં કર્યો છે. વિશેષ પૂજનમાં પ્રતિમાસ્થાપન, અર્થ, જલાભિષેક, ઈસુ (શેરડી) રસાભિષેક, અર્થ, ધૃતાભિષેક, અર્થ, દુગ્ધાભિષેક, અર્થ, દધિ અભિષેક, અર્થ, સર્વોપધિસ્નાન, પુષ્પ, આરતી, ચાર કલશથી સ્નાન, અર્થ, શાંતિધારા, ગંધોદકધારા, અર્ણ, ગંધ, અક્ષત, દીપ, ધૂપ, અને ફળ વગેરે ઉપચારો હોય છે.૨૨ (૧૨) પદ્માવતીપૂજા ઃ આવાહન (માવદિતા પવ, સ્થાપિતા પવ, સનિહિતા પવ), જલ, ચંદન, અક્ષત, પુષ્પ, નૈવેદ્ય, દીપ, ધૂપ, ફળ અને અર્ધ -- એમ દશ ઉપચારોનો ઉલ્લેખ પદ્માવતીપૂજામાં છે. આ દશ ઉપચારો, સિદ્ધચક્રવિશેષ પૂજો કત ઉપચારો, ચોસઠ ઉપચારો, પોડશોપચાર કે પંચોપચારથી પૂજા કરી શકાય. પ્રત્યેક ઉપચાર વખતે નીચેનો મંત્ર ભણવો :- ૪ / શ્ર૪ વર મેં શ્રી पार्श्वनाथभक्तधरणेन्द्रभार्यायै श्री पद्यावतीदेव्यै नमः जलं समर्पयामि स्वाहा । अथवा ॐ पद्यावत्यै नमः એ નામમંત્ર ૨૪ કે $ $ qવત્યે નમ: એવો સબીજ૫ નામમંત્ર પણ પ્રયોજી શકાય. [ નવોદિત સાધકને માર્ગદર્શન-- પાદ્ય : દેવના પગ ધોવા. અર્થ : પાણી, દૂધ, દર્ભ, દહીં, ચંદન, અક્ષત, ધરો અને સરસવ ભેગાં કરીને દેવને હાથમાં ધરવાં, જ્યારે જૈન પરંપરાને અર્ધમાં જલ, ચંદન, અક્ષત, પુષ્પ, નૈવેદ્ય, દીપ, ધૂપ, ફળ, ગીત, હોય છે – લઘુજિનવાણી પૃ.૧૧૦ : उदकचन्दनतंदुलपुष्पकैश्चरुसुदीपसुधूपफलाघकैः ।धवलमंगलगानरवाकुले जिनगृहे जिननाथमहं भजे ।। આચમન : સુવાસિત જલ અર્પવું. દીપ : દીપક પ્રગટાવી, દેવના મુખમંડલે સાડા ત્રણ વર્તુળ થાય તેવી રીતે ફેરવવો. (શ્રી વિદ્યારત્નાકર, પૃ.૪૦૬.) નૈવેદ્ય : દેવની સન્મુખ કે જમણી તરફ પાણીથી ચોરસ દોરી, તેની ઉપર નૈવેદ્યપાત્ર મૂકી, શુદ્ધ જલથી નૈવેદ્યને પવિત્ર કરી, ઘેનમુદ્રાથી નૈવેદ્યને અમૃતમાં પરિવર્તન કરી, ડાબે હાથે પદ્દમુદ્રા કરી, જમણે હાથે પાંચ પ્રાણાહુતિ (પ્રાય વહા વગેરે) આપી, મધ્યે પાનીએ સમર્પયામિ કરી, અંતરપટ ધરી, સાત વાર મંત્ર જપવો. તે પછી उत्तरापोशनम् हस्तप्रक्षालनम् मुखप्रक्षालनम्, आचमनीयं समर्पयामि, करोद्वर्तेनार्थे चन्दनं समर्पयामि એમ કરવું. (શ્રી વિદ્યારત્નાકર, પૃ. ૧૮૪). આરતી : દેવના પગમાં ચાર વખત, નાભિપ્રદેશમાં બે વખત, મુખપ્રદેશમાં એક વખત અને સર્વ અંગોમાં સાત વાર આરતી અથવા સર્વ અંગોમાં સીધેસીધી નવ વાર આરતી કરવી. કોઇ પણ ઉપચારના અભાવમાં પુષ્પ અથવા અક્ષતનો ઉપયોગ કરી શકાય છે. રોજિંદી પૂજામાં બાન, સ્નાન, તિલક, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, આરતી, પુષ્પાંજલિ અને પ્રાર્થના--આ દશ ઉપચારો અનિવાર્ય છે. રાતના સમયે આંખો બંધ કરી, ચિત્તને એકાગ્ર કરી, ખૂબ ભાવપૂર્વક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy