SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૯૭ દૈવી સાધના એટલે પ્રબળ પુરુષાર્થ - પુષ્કરભાઈ ગોકાણી પુરુષાર્થના પ્રાગટ્ય માટે પ્રેરણા જરૂરી છે. પ્રેરણાના પ્રાગટ્ય માટે આદર્શ જરૂરી છે. સદ્ગણીનું પ્રગટીકરણ થાય અને દુર્ગુણો લય પામે એ આદર્શને કેન્દ્રમાં રાખીને પ્રસ્થાન આદરવું પડે. શ્રી ગોકાણીએ બાહ્ય શકિતનો દુર્વ્યય બચાવી આંતરશકિતનું પ્રગટીકરણ થાય તેવો અનુરોધ આ લેખમાં સુપેરે કર્યો છે. તેમના મતે આંતરશકિતની પ્રાપ્તિ એ જ બધા ધર્મોનું લક્ષ્ય છે. આ આંતરશકિત માટે |વિભિન્ન ધર્મોએ વિભિન્ન માર્ગો બતાવ્યા છે તેમાં એકલક્ષિતા જોવાનો અનુરોધ તેઓ કરે છે. અને ઉપવાસથી માંડીને ઉપનિષદ સુધીની એકાત્મકતા દેખાડી તેઓ પદ્માવતીને પરમ સાધ્ય પવિત્ર શકિત તરીકે કલ્પી જીવનના પરમ અને ચરમ બેયની પ્રાપ્તિ કરવાની હાકલ કરે છે. ઉપરાંત, પરમ મંગલ શું છે એ વાત પણ અત્રે સુંદર રીતે સમજાવી છે. તેમની નીવડેલી કલમે લખાયેલા પ્રસ્તુત લેખમાં જૈન, બૌદ્ધ, વૈદિક બધા ધર્મોના સાધનાપથમાં કેવા પ્રચંડ પુરુષાર્થની અનિવાર્ય આવશ્યકતા છે એ સદષ્ટાંત સમજાવ્યું છે. -- સંપાદક મનુષ્ય પોતાના જીવનમાં મહત્ત્વાકાંક્ષા સિદ્ધ કરવા સાધના કરતો હોય છે. પછી તે ચિત્રકાર, નાટયકાર, સંગીતવિશારદ, વૈજ્ઞાનિક, ઉદ્યોગપતિ, વ્યવસ્થાપક (તંત્રવિશારદ), સમૃદ્ધિવાન, ધર્મી કે ભકત બનવા ઝંખતો હોય યા અનાસકૃત કે કેવલી થવા માગતો હોય ! કે પછી સદાચારી, શીલવાન અને પ્રજ્ઞાવાન થવા ઇચ્છતો હોય; પરંતુ ભૌતિક સુખસગવડની ઇચ્છાઓ તેને તેમ કરતાં રોકતી હોય છે. દરેક મનુષ્ય ધર્મને ચાહતો હોય છે, જીવનમાં દૈવી સંપદા હાંસલ કરવા માંગતો હોય છે; પણ પોતાની શારીરિક અને માનસિક જરૂરિયાત પૂરી કરવા તે સહજ લલચાય છે; અને લાલચના કારણે તે દૈવી સંપદા પામી શકતો નથી, ધાર્મિક બની શકતો નથી. શાસ્ત્રકારે કહ્યું છે કે-- 'जरामरण वेगेणं, बुझमाणाण पाणिणं । धम्मो दीवो पइट्ठा य, गइ सरणमुत्तमं ।' સંસારના જરા અને મરણના વેગવાળા પ્રવાહમાં વહી જતા જીવો માટે ધર્મ જ માત્ર દીવો છે. પ્રતિષ્ઠા છે, ગતિ છે અને ઉત્તમ શરણું છે.' ધર્મના અનુસરણ માટે, દૈવી સંપદા પામી શકવા માટે સાધના જરૂરી છે. શ્રીકૃષ્ણ ગીતા ઉપનિષદુ(૭-૧૪)માં કહે છે : દૈવી ગુણમયી મારી માયા, આ અતિ દુસ્તર; મારે જ શરણે આવે, તે આ માયા તરી જતા.” અહીં મારે એટલે પોતાને શરણે-નિજને શરણે. શું શ્રેય છે અને શું પ્રેમ છે, એ સમજીને જે લાલચ (માયા)ને ઇન્દ્રિયોના દેખીતા સુખને વશ ન થતાં, દઢ નિશ્ચય કરી સાધના કરે છે, પુરુષાર્થ કરે છે, તે માયાને પાર કરી પરમ તત્ત્વને પામે છે. દૈવી સંપદા માટે પ્રબળ પુરુષાર્થ જરૂરી છે. દૈવી સંપદા માટે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે : મોક્ષ દે સંપદા દૈવી, કરે બંધન આસુરી; મા કર શોક તું જભ્યો દૈવી સંપત્તિને લઈ. અભય, સત્ત્વસંશુદ્ધિ, વ્યવસ્થા જ્ઞાન યોગમાં; નિગ્રહ દાન સ્વાધ્યાય, યજ્ઞ સરળતા તપ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy