SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ ] ( શ્રી પાર્શ્વનાથોપસર્ગહારિણી લખ્યા હતા. ભૈરવ પદ્માવતી કલ્પમાં ૩૩૧ પદ્ય છે અને તે દસ પ્રકરણમાં વહેંચાયેલ છે. શ્રી સારાભાઇ નવાબ દ્વારા પ્રકાશિત ભૈરવ-પદ્માવતી કલ્પમાં ૩૨૮ પદ્યો છે. તેમાં “વનરસિંહૈ' થી શરૂ થતું ત્રીજા પ્રકરણનું તેરમું પદ્ય, ‘તમનેતુ થી શરૂ થતું ચોથા પ્રકરણનું રંજિકાયંત્ર અંગેનું બાવીસમું પદ્ય અને ઝિન્દાફUT થી શરૂ થતું એકત્રીસમું પદ્ય નથી. આ રીતે આ ગ્રંથમાં ઉકત ત્રણ પદ્યો નથી, જ્યારે અન્ય ગ્રંથોમાં આ ત્રણેય પદ્યોનો સમાવેશ થયેલ છે. એના પ્રથમ પ્રકરણના ચોથા પદ્યમાં દસ પ્રકરણોનાં નામ આ પ્રમાણે ઉલ્લેખાયાં છે : સાધકનાં લક્ષણો, સકલીકરણ, દેવી પૂજનવિધિ, બાર યંત્રના તફાવતો, સ્તન્મન, સ્ત્રી-આકર્ષણ, વશ્યકર્મયંત્ર, દર્પણાદિ નિમિત્ત, વશીકરણ ઔષધી અને ગારુડિક. પ્રથમ પ્રકરણના પ્રથમ શ્લોકમાં પાર્શ્વનાથ પ્રભુને પ્રણામ કરીને કવિએ ભૈરવ-પદ્માવતી કલ્પ ના કથન અંગે પ્રતિજ્ઞા વ્યકત કરી છે. તેના બીજા શ્લોકમાં પદ્માવતી દેવીનું વર્ણન છે. ત્યાર બાદ ત્રીજા શ્લોકમાં તે દેવીને તોતલા, ત્વરિતા, નિત્યા, ત્રિપુરા, કામસાધિની અને ત્રિપુરભૈરવી - એમ છ નામે સંબોધવામાં આવેલ છે. આ નામકરણ પણ ખાસ દષ્ટિથી કરવામાં આવેલ છે. પદ્માવતી દેવીના વર્ણ અને હાથમાં લીધેલી વસ્તુઓના આધારે ઉપરોકત નામકરણ કરવામાં આવેલ છે. (અનેકાન્ત વર્ણ-૧, પૃ. ૪૩૦.) પાંચમા શ્લોકમાં કવિનું નામ, પુસ્તકનું નામ તથા રચનાનિર્દેશ (આર્યા, ગીતિ અને અનુષ્ટ્રપ) વગેરેનો ઉલ્લેખ છે. છઠ્ઠાથી દસમા શ્લોક સુધી મંત્રસાધકનાં વિવિધ લક્ષણોનું વર્ણન છે. ઉદાહરણ તરીકે, કામક્રોધવિજયી, જિન તથા પદ્માવતીભકત, મૌની, ઉદ્યમી, સંયમી, સત્યવાદી, દયાળુ, મંત્રબીપદ અવિધારક (નોંધ : એ જ ગ્રંથનું પૃષ્ઠ ક્રમાંક ૩૧૨ જુઓ. તથા તેની સાથે 'ધન્વન્તરિતંત્ર શિક્ષા’ મુંબઇ, ૧૯૯૦નો ગ્રંથ જુઓ. તદુપરાંત, 'ગુપ્તસાધન તંત્ર' વેંકટેશ્વર પ્રેસ, ૧૯૮૮, મુંબઇ તથા ઘેરંડ સંહિતા' દરિયા, સં. ૨૦૨૯ વાંચો. આ સાથે જુઓ શ્રી પદ્માવતી ઉપાસના, ભગવતી પદ્માવતીનો મંત્રતંત્ર વિભાગ, ભૈરવ-પદ્માવતી કલ્પ, પદ્માવતી દેવીનું બૃહદ્ માંત્રિક પૂજન, પરિશિષ્ટ સાથે, અમદાવાદ). અગિયારમા શ્લોકમાં સાધકને જપ દરમિયાન આવતાં વિઘ્નો અને અવરોધોનું વર્ણન છે. તે ગ્રંથના બીજા પ્રકરણમાં મંત્રસાધક સ્વરક્ષા માટે શું શું કરી શકે, સાધક અને સાધ્યના અંશ ગણવાની પદ્ધતિનું તથા કયો મંત્ર કયારે સિદ્ધ થશે તેનું વર્ણન કરેલ છે. બારમા શ્લોકમાં પદ્માવતીજીનું વર્ણન છે. તેને ત્રિનેત્રી તથા કર્કટ-સર્પરૂપે વાહનવાળી કહેવામાં આવેલ છે. (આવી દેવીની મૂર્તિ વિ. સં. ૧૨૫૮માં ઇડરના દુર્ગમાં તીર્થકર સંભવનાથ દિગંબર જૈન મંદિરમાં પ્રતિષ્ઠિત છે.) ત્રીજા પ્રકરણમાં શાંતિ, વિદ્વેષ, વશીકરણ, બન્ધ, સ્ત્રી-આકર્ષણ અને સ્તષ્ણન - આવાં પકર્મોનું અને દીપન, પલ્લવ, સમ્પટ, રોધન, ગ્રથન અને વિદર્ભન નામની વિવિધ વિધિઓનું વર્ણન છે. ઉકત પકર્મોનાં કાળ, દિશા, મુદ્રા, આસન, વર્ણ અને મન વગેરેનું વિવેચન છે. ત્યાર બાદ, ગૃહયંત્રોદ્વાર, લોકપાલ તથા છ દેવીઓની પ્રતિષ્ઠા, આહ્વાન, સ્થાપના, સાન્નિધ્ય (સામીણ), પૂજન અને વિસર્જન - આ પંચકર્મ વિષે તદુપરાંત મત્રોદ્ધાર, પદ્માવતી અને પાર્શ્વયક્ષના જપ તથા હોમ અને ચિંતામણિયંત્ર વિષે વર્ણન છે. ચોથું પ્રકરણ ફ્લ' રંજિકાયંત્ર રચનાના વર્ણનવિધિથી શરૂ થાય છે. રંજિકા યંત્રના હીં, હું , ૫. , ૬, ૫ છું થવટ ન અને શ્રી નામનાં અગિયાર સ્વરૂપોનું વિશદ વર્ણન છે. આ બાર યંત્રોમાં પ્રત્યેક અનુક્રમે એક એક યંત્ર સ્ત્રીને મોહમુગ્ધ બનાવનાર, સ્ત્રીને આકર્ષિત કરનાર, શત્રનો વિનાશ કરનાર, લેપનાશક, શત્રુકુળને ઉખેડી નાખનાર, શત્રુને કાગડા પેઠે ધરતી પર ભ્રમણ કરાવનાર, શત્રુનું ખંડન કરનાર, સ્ત્રીને વશીભૂત કરનાર તેમ જ સ્ત્રીને સૌભાગ્ય પ્રદાન કરનાર. ક્રોધાદિ, સ્તબ્બક અને પ્રહાદિથી રક્ષણ કરનાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy