SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] ૧૫ અધિષ્ઠાતા દેવ-દેવીઓ વિષે આપણે કંઈક વિશેષ જાણકારી મેળવીએ તેવો આ ગ્રંથયોજના પાછળનો હેતુ રહેલો છે. મારી જીવનનૈયાના સુકાની અને શિરછત્ર સમાં શ્રી શ્રી પદ્માવતીદેવી દેવલુકઅટક ધરાવતા અનેક પરિવારોનાં કુળદેવી તરીકે પણ ઘર-ઘરમાં પૂજાય છે. શ્રી પદ્માવતીજી માતાજીનો મહિમા ગાતા ગ્રંથનું આ વિરાટ આયોજન મારા જીવનનો કીર્તિસ્તંભ બની રહેશે. આ પ્રવૃત્તિ અંગે ઊભાં થયેલાં નિમિત્તો આ અહોભાવનું કારણ બને છે. જૈન સાહિત્યના કલામર્મજ્ઞ પ.પૂ.આ. શ્રી યશોદેવસૂરિ મ.સા.ની દોરવણી અને માર્ગદર્શન છેક શરૂથી જ મળતાં રહ્યાં છે, તેને મારું અહોભાગ્ય સમજું છું. શ્રી ભક્તિસૂરિ સમુદાયના પ.પૂ.આ.શ્રી લબ્ધિસૂરિજી મ.સા.ની પ્રેમાળ લાગણીથી પણ અમને ઘણું જ બળ મળ્યું છે. શ્રી પદ્માવતી ગ્રંથ પ્રકાશન માટે ઊભાં થયેલાં પ્રબળ નિમિત્તો સં. ૧૯૭૨માં પાલિતાણામાં પ.પૂ.આ. શ્રી વિજયધર્મધુરંધરસૂરિજી મ.સા.ની પ્રેરકનિશ્રામાં અસ્મિતા ગ્રંથ શ્રેણીના સંદર્ભે ભાવનગરના મહારાજાના હાથે આ ગ્રંથના સંપાદકનું જાહેર સન્માન, સં. ૧૯૭૭માં પાલિતાણામાં પ.પૂ.આ.શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબ અને પ.પૂ.આ.શ્રી યશોદેવસૂરિજી મહારાજ સાહેબની પ્રેરક નિશ્રામાં ગુજરાતના એ વખતના મુખ્ય મંત્રી શ્રી બાબુભાઈ જ. પટેલના હાથે આ ગ્રંથના સંપાદકનું જાહેર સન્માન, સં. ૧૯૮૦માં મુંબઈમાં ભારતીય વિદ્યાભવનમાં પ.પૂ.આ.શ્રી વિજયલબ્ધિસૂરિજી મ.સા.ની પ્રેરક નિશ્રામાં વર્ષોની સંપાદન કાર્યની સેવા બદલ ઓલ ઇન્ડિયા જૈન કોન્ફરન્સના પ્રમુખ શ્રી દીપચંદભાઈ ગાર્ડીના હાથે આ સંપાદકનું જાહેર સન્માન, સં. ૧૯૮૫માં મહારાષ્ટ્રના એ વખતના હાઉસિંગ મિનિસ્ટરના હાથે આ સંપાદકનું જાહેર સન્માન, સં. ૧૯૯૦માં સુરેન્દ્રનગરનાવાસુપૂજ્યસ્વામી જિનાલયની એકસો વર્ષની ઉજવણી પ્રસંગે શાસનપ્રભાવકપ.પૂ.આ.શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આ.શ્રી અશોકચંદ્રસૂરિજી મ.સા. સહિત ત્રણ પૂ. આચાર્યો અને પૂ.પં.શ્રી દાનવિજયજી મ.સા.ની પ્રેરક નિશ્રામાં શ્રમણભગવંતો ગ્રંથને હાથીની અંબાડી ઉપર પધરાવીને શોભાયાત્રા દ્વારા સુરેન્દ્રનગરના ટાઉનહૉલમાં શ્રી સંઘ તરફથી જાહેર સન્માન અને એનાયત થયેલ સુવર્ણચંદ્રક, તે પછી ૧૯૯૨માં અમદાવાદ પાસે કલોલમાં પ.પૂ.આ.શ્રી વિજયલબ્ધિસૂરિજી મ.સા.ની પ્રેરક નિશ્રામાં રાજ્યના કાયદામંત્રી નવીનભાઈ શાસ્ત્રીના હાથે ગ્રંથ-વિમોચન અને શ્રી સંઘ દ્વારા જાહેર સન્માન અને સુવર્ણચંદ્રક એનાયત. આમ અઢી દાયકા સુધી જૈનાચાર્યોનો સતત સંપર્ક અને પૂજ્યશ્રીઓના મંગળ આશીર્વાદને કારણે જ આ બધાં ઊભાં થયેલાં આકસ્મિક નિમિત્તોમાંથી પ્રેરણા મેળવી ગ્રંથનું નિર્માણ થવા પામ્યું છે. છેલ્લાં વર્ષોમાં આ ગ્રંથના પ્રેરકલબ્ધિ-વિક્રમ ગુરુની અનેરી કૃપાને વરેલા પ.પૂ.આ.શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજનું મારા ઉપર અપાર વાત્સલ્ય રહ્યું છે. મારી જીવનમાંડણીમાં પૂજ્યશ્રીએ સમયે સમયે વિવિધ રંગો પૂર્યાં છે. આ ગ્રંથને પણ વૈવિધ્યપૂર્ણ બનાવવા સમયશક્તિનો ભોગ આપી નાની ઉંમરથી સેવેલું અમારું સ્વપ્ન તેઓશ્રીએ સાકાર કરાવ્યું છે. વિશેષમાં એ જ સમુદાયના પ્રભાવક સાથ્વીરત્ના પૂ.શ્રી વાચંયમાશ્રીજી મ.સા. (પૂ.સા.શ્રી બહેન મહારાજશ્રી) નું પણ આ ગ્રંથ પ્રકાશનને અપૂર્વ માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy