SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૧૨૧ પ્રાર્થનામાં શબ્દો કરતાંયે ભાવનું મહત્ત્વ વિશેષ છે. હૃદયમાં પ્રભુ વસેલો હોય તો મુખે એક પણ શબ્દ ન આવે તોયે પ્રાર્થના સરસ થાય. નર્યા શબ્દો હોય અને હૃદયભાવ ન હોય તો પ્રાર્થના અશકય જ ! ઘણીવાર આપણને સાવ અણધારી રીતે પ્રભુ ઉગારી લે છે કે રસ્તો સૂઝાડે છે તે હૃદયમાંની સાચી પ્રાર્થનાના બળે જ ! ગાંધીજી તો કહેતા કે, પ્રત્યેક અગ્નિપરીક્ષા વખતે એમને પ્રાર્થનામાંથી જ પ્રેરણા અને સામર્થ્ય મળી રહેતા ! તડકી-છાંયડી આવે એ બધી જ ઈશ્વરકૃપા અને દેણ છે એમ સ્વીકારીને સમતોલપણે ને સ્વસ્થપણે જીવનયાત્રા રાખવી અને આગળ વધારવી. એટલે, પ્રભુ પાસે કશું માગવા હું પ્રાર્થના કરતો નથી. ભણતો હતો ત્યારે પરીક્ષા આપવા જતાં કે ચૂંટણીમાં ઊભો હોઉ ત્યારે મતદાનના દિવસે, કે એવી અન્ય અગત્યની કસોટીની ક્ષણોએ ઈશ્વરસ્મરણ કરવાનું હું કદી ભૂલ્યો નથી. પણ એવે વખતે મેં કયારેય એવી પ્રાર્થના કરી નથી કે, હે ઈશ્વર! તું મને પરીક્ષામાં ઉત્તમ રીતે પાસ કરાવજે, કે ચૂંટણીમાં મને જિતાડજે !” બહારગામ જતી વખતે, ઘેરથી નીકળતાં અને ઘેર સુખરૂપ પાછા ફરતાં, થોડી ક્ષણો વિધિવત્ પ્રાર્થના કરતો રહ્યો છું. પણ એમાંયે કશું મેળવવાના પ્યાલ કરતાં પ્રવાસની નિર્વિઘ્નતા અને સાર્થકતા બદલ કૃતજ્ઞતાની લાગણી વ્યકત કરું છું. વિમાનની મુસાફરી અવારનવાર કરે ત્યારે વિમાન ઉડતાં કે ઉતરતાં મનોમન પ્રાર્થના થઈ જાય છે. સહીસલામત રહેવાને અને પ્રભુ કરે ને આખરી ક્ષણો આવી ઊભી હોય તો હૃદયમાં અને મુખે પ્રભુનું ધ્યાન અને નામ હોય તો ઉત્તમ એવા સ્વાર્થભાવે! સમગ્ર સંતપ્ત રાષ્ટ્રની ભાવનાનો પડઘો પાડવાની જવાબદારી એક લોકપ્રતિનિધિ તરીકે નિભાવવાની આવી ત્યારે અંતરમાં એવો ભાવ થયેલો કે, પ્રભુનો જ અવાજ પ્રજાકીય ગૃહમાં રજૂ કરવાની કામગીરી પ્રભુએ મને સોંપી છે! સંસદીય જીવનનો એ અઘરો અને અનેરો અનુભવ આજે જ્યારે પૂરો પ્રગટ કરું છું ત્યારે એ પણ ઉમેર્યું કે લોકસભામાંના મારા એ વખતના લગભગ બે ડઝન પ્રવચનો વખતે શ્રી ગણેશ'ની રોજની પૂજામાંની નાની શી મૂર્તિ મારી સાથે હોય જ. ખરેખર તો, શ્રી ગણેશ'ની સાથે હું તો હાજર હતો, અને સાક્ષીએ બોલતો હતો! પ્રાર્થનાની શકિત કેટલી અખૂટ અને અદભૂત છે એની જવલંત પ્રતીતિ મને આ પ્રવચનો વખતે વિશિષ્ટ માત્રામાં થઈ. જીવનમાં વિવિધ ક્ષેત્રોમાં જેમણે કશુંયે વિરલ સિદ્ધ કર્યું છે એવા વૈર્યશીલ આત્માઓએ પ્રભુસ્મરણ અને પ્રાર્થના કરીને જ કાર્યારંભ કર્યો છે એવું કેટકેટલાં જીવનચરિત્રમાં વાંચેલું! આપણા પોતાના સમયમાં મહાત્મા ગાંધીનો દાખલો જીવંત અને સદાને માટે પ્રેરક છે જ. - પ્રાર્થનામાં શબ્દો કરતાંયે ભાવનું મહત્ત્વ વિશેષ છે. હૃદયમાં પ્રભુ વસેલો હોય તો મુખે એક પણ શબ્દ ન આવે તોયે પ્રાર્થના સરસ થાય. નર્યા શબ્દો હોય અને હૃદયભાવ ન હોય તો પ્રાર્થના અશકય જ! ઘણીવાર આપણને સાવ અણધારી રીતે પ્રભુ ઉગારી લે છે કે રસ્તો સૂઝાડે છે તે હૃદયમાંની સાચી પ્રાર્થનાના બળે જ! ગાંધીજી તો કહેતા કે, પ્રત્યેક અગ્નિપરીક્ષા વખતે એમને પ્રાર્થનામાંથી જ પ્રેરણા અને સામર્થ્ય મળી રહેતા! “પ્રાર્થના કર્યા વિના હું એક પણ પગલું ભરતો નથી.' એવું એમણે નોંધ્યું છે. વળી, એમણે લખ્યું છે કે, જિંદગીમાં પ્રાર્થનાએ મને બચાવ્યો છે. પ્રાર્થના વગર હું કયારનોય પાગલ થઈ ગયો હોત!' પ્રભુમાં માનનાર અને ન માનનાર હરકોઈ વ્યકિત પ્રાર્થના કરી શકે છે. અને એવી પ્રાર્થના પ્રભુ જરૂર સાંભળે છે. આખરે, મનુષ્ય પ્રભુમાં ન માને તોયે પ્રભુ તો મનુષ્યોમાં માને છે! માનવ પોતે જ પ્રભુની અનુપમ કૃતિ છે. માનવસમાજમાં પ્રભુ સત્ય અને પ્રેમ દ્વારા, નીતિ અને નિર્ભયતા દ્વારા, પ્રગટ થાય છે; પ્રભુ એટલે જીવન અને પ્રકાશ, સહૃદય પ્રાર્થનાથી એ સદા પામી શકાય છે! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy