SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ] ભારતીય સંસ્કૃતિ અને શકિતઉપાસના * ડૉ. મુકુન્દ કોટેચા શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી વ્યકિત ક૨તાં સમાજ મોટો છે, સમાજ કરતાં રાષ્ટ્ર મહાન છે, રાષ્ટ્ર કરતાં પણ સંસ્કૃતિ મહાન છે. અનેક સંસ્કારો દ્વારા વ્યકિત, વ્યકિત મટીને વિશ્વમાનવી બને છે. આવું પ્રસ્થાન શકિતઉપાસના દ્વારા સહજ છે, સરળ છે. આવા ઉત્તમ વિચારોનું બીજ આ લેખ દ્વારા જોવા મળે છે. સંપાદક શકિતને આજના ભૌતિકવાદી અર્થમાં સમજવા માટે ભારતીય સંસ્કૃતિનો સંદર્ભ લેવો જરૂરી ન બન્યો હોત; પરંતુ ઉપાસ્યતત્ત્વના સ્વરૂપ અને પ્રકારથી શકિતતત્ત્વને ઓળખવા માટે ભારતીય સંસ્કૃતિનો પરિપ્રેક્ષ્ય દર્શાવવો અનિવાર્ય બની જાય છે.માનવને સાચા અર્થમાં માનવ બનાવનાર સંસ્કારો વ્યકિતગત ભૂમિકાએ સંસ્કાર છે, જ્યારે એ જ સંસ્કારો સમૂહ અથવા સમાજગત ભૂમિકાએ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. સંસ્કૃતિનું ખરું સ્વરૂપ અભૌતિક, એટલે માનસિક અને આધ્યાત્મિક આદર્શોની શોધ અને સિદ્ધિનું છે. આથી ડૉ. રાધાકૃષ્ણન કહે છે કે, 'સંસ્કૃતિ તો આપણી અંદર રહેલી છે; આપણી નૈતિક ભાવનામાં, આપણા ધાર્મિક ખ્યાલોમાં અને આપણી સામાજિક દષ્ટિમાં રહેલી છે.' ભારતીય સંસ્કૃતિ મૂળભૂત રીતે આધ્યાત્મિક છે. મહાયોગી શ્રી અરવિંદ ભારતીય સંસ્કૃતિના આ લક્ષણને એક અગત્યનું લક્ષણ ગણાવે છે. તેઓ લખે છે કે, 'આધ્યાત્મિક જીવન બીજા બધા પ્રકારના જીવન કરતાં સર્વોત્તમ છે. એક આદર્શ તરીકે સર્વોપરી છે. એ ખ્યાલ ભારતમાં હંમેશાં પ્રબળતાથી અનુભવાતો રહ્યોછે. આ વિશ્વ દૈવીશકિતનો આવિર્ભાવછે. દિવ્યની પ્રત્યક્ષતાથી તેની પ્રત્યેક ગતિ સભર છે, એ વિચાર સર્વત્ર વ્યાપકરૂપે પ્રસરેલો હતો.’ પ્રાચીન ભારતમાં શકિત-ઉપાસના : ઇતિહાસમાં જેને હડપ્પા અને મોહેં-જો-ડેરોની સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવી છે તે સિંધુતટની સંસ્કૃતિ ભારતમાં આર્યોના આગમન પૂર્વેની સાબિત થઇ છે. પ્રાચીન ભારતની આ પ્રજાના ધર્મ અને ઉપાસનાના સ્વરૂપ વિશે કેટલાંક અનુમાનો તારવવામાં આવ્યાં છે. જેમ કે, માટીમાંથી બનેલી અસંખ્ય દેવીમૂર્તીઓ શક્તિની પૂજાના કોઇ વિશિષ્ટ પ્રકારનું સૂચન કરે છે. કેટલાક વિદ્વાનો આ પ્રજાને શકિતપૂજક માનવા પ્રેરાયા છે. કારણ કે તે વખતના મધ્ય અને પશ્ચિમ એશિયામાં આવી શકિતઉપાસના પ્રચલિત હતી. ખાસ કરીને સિંધુતટના લોકો શકિત-દેવીને 'ફળદ્રુપતાની જનની' માનતા હશે. બેવડા અભિગમની સ્પષ્ટતાઃ આગળ જણાવ્યું તે પ્રમાણે પુરાતત્ત્વવિદોને જે પુરાવા મળ્યા તે સ્થૂળ વસ્તુસ્વરૂપના હતા. તેના અર્થઘટન દ્વા૨ા સમજવાની તેમની દૃષ્ટિ પણ સ્થૂળ રહી છે. આ દૃષ્ટિથી પછીના તબક્કે અસ્તિત્વમાં આવેલી વૈદિક ભારતીય સંસ્કૃતિને સમજી શકાય નહીં. કારણ કે વેદ-ઉપનિષદ-પુરાણો-આગમો -નિગમો કે ધમ્મપદ જેવાનાં શાસ્ત્રવચનો ગૂઢ અને ગહન અર્થથી રજૂ થયાં છે. આ બાબતમાં મહર્ષિ અરવિંદ લખે છે, 'વેદ જેવા સાહિત્યગ્રંથો તો મહાન રચના અથવા દસ્તાવેજ સ્વરૂપ છે. તેમાં આધ્યાત્મિક અને માનસશાસ્ત્રીય જ્ઞાન સ્થૂળ અને ભૌતિક પ્રતિકોમાં ગુપ્ત રાખવામાં આવ્યું છે.' આમ કરવાનું કારણ દર્શાવતાં તેઓ કહે છે, 'વેદના ગૂઢવાદીઓ ( mystics) સામાન્ય લોકો માટે અસ૨કા૨ક પણ બાહ્ય પૂજાવિધિ દ્વારા પરિચિત રહે એવું જ્ઞાન ઉપદેશવાની તરફેણ કરતા હતા. જ્યારે તત્ત્વ અને શકિતનું ખરું રહસ્ય કે તે વિશુદ્ધિની ઉચ્ચ પાત્રતાની અપેક્ષા રાખે છે, તે માત્ર દીક્ષિતો પૂરતું પ્રગટ કરવાનો આગ્રહ રાખતા હતા.' આથી શ્રી અરવિંદના વૈદિક અર્થધટનના સિદ્ધાંત પ્રમાણે વેદનાં સૂકતોની વિચારણા બે દૃષ્ટિથી કરવાની છેઃ બાહ્યદષ્ટિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy