SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ આરાધનાના દશ અધિકાર ૩૩ જ્ઞાન-દર્શન–ચારિત્ર–તપ–વીર્ય એ પાંચે આચારમાં જાણતા કે અજાણતા, આ ભવ કે પરભવને વિશે મારા જીવે જે કંઈ ખંડણીવિરાધના કરી હોય-કરાવી હોય કે કરનાર કરાવનારની મેં અનુમોદના કરી હોય મારા તે તે પાપ–અપરાધને હું મારા આત્માની સાક્ષીએ મન– વચન-કાયા થકી નીંદુ છું. ગુરુ સાક્ષીએ તેની ગર્તા કરું છું. મારું તે દુષ્કત મિથ્યા થાઓ. - ભૂતકાળ સંબંધિ મારા તે અપરાધોની અરિહંતસાક્ષીએ–સિદ્ધ સાક્ષીએ–ગુરૂસાક્ષીએ આત્મસાક્ષીએ આલોચના કરું છું. વર્તમાન કાલે પંચાચાર સંબંધ વિરાધનાને હું નિવારુ છું અને પંચાચાર પાલનમાં દઢ બનવા સંકલ્પ કરું છું. ભાવિમાં આ ભૂલ ન કરવા માટે પ્રતિજ્ઞા કરું છું. આ અતિચાર–આલોચના અધિકાર થી મારા આત્માની શુદ્ધિ થાઓ તેવી પ્રાર્થના કરું છું. | ૮ | ૦ [] - L] ૦ [ 0 ] વ્રત–આલોચના ચારિત્રાચાર સંબંધે હવે હું પાંચ મહાવ્રત કે શ્રાવકપણાના અણુવ્રતમાં જે કાંઈ વિરાધના થઈ હોય તેનું મિચ્છામિ દુક્કડમ્ આપીશ. હણ્યા પ્રાણુ મુખે બોલાં આલ, પરધન પરરમણું બહુ ઢાલ; પરિગ્રહ કારણ કીધા દ્રોહ, પર વંચ્યા કીધે બહુ લેહ, ગુપ્ત પ્રગટ લાગ્યો અપરાધ, - જેહથી ગતિ હુઈ અતિહિ અગાધ; વિસર્યા તણું જે ન શકહે ભાખિ,, તે આલેવું હું આરિહંત સાખિ. પ્રાણાતિપાત [હિંસા વિરમણવ્રત, મૃષાવાદ [અસત્ય) વિરમણ વ્રત, અદત્તાદાન [ચારી] વિરમણ વ્રત, મૈથુન [અબ્રહ્મચર્ય વિરમણ વ્રત, પરિગ્રહ વિરમણ વ્રત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy