SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ આરાધનાના દશ અધિકાર બળતી દ્વારિકાને લાચાર બની ત્યાં જ બળવા દઈ મથુરા તરફ ચાલી જાય છે. માર્ગમાં કૃષ્ણને ભૂખ અને તરસ ખૂબજ લાગ્યા છે. હવે ચાલવાની તાકાત નથી. બળદેવ પાણીની શોધમાં નીકળે છે, કૃષ્ણ મહારાજા પોતાનું પીળું વસ્ત્ર પહેરી ત્યજ સૂઈ ગયા છે. આ તરફ જરાકુમારે “જ્યારથી તેના હાથે વડીલ બંધુ કૃષ્ણનું મત થશે” તેમ મીશ્વર પરમાત્માના મુખે સાંભળેલું–ત્યારથી જ નિર્જન અરણ્યમાં ભટટ્યા કરે છે. ત્યાં કોઈ મનુષ્યને પગસંચાર નથી પછી કૃષ્ણ વાસુદેવના આવાગમનને તે સંભવ જ કયાંથી હોય? ભાવિને કોણમિથ્યા કરી શકે? દર નિર્જન વનમાં કઈ હરણિયું છે તેમ ધારી જરાકુમાર બાણ છોડે છે. બાણ સીધું જ કૃષ્ણ વાસુદેવના પગમાં લાગે છે. જેના જીવન માટે પોતાનું જીવન બરબાદ કરી અરણ્યમાં રખડ્યાં કર્યું તેને જ અંતે જરાકુમાર બચાવી ન શકયાં. કૃષ્ણ મહારાજાએ પણ પિતાને અંત સમય નજીક જાણી શાંત વદને અંતિમ આરાધના શરૂ કરી. નજીકમાંથી ઘાસ એકઠું કર્યું, સંથારો કર્યો. પોતે પટ્યકાસને બેસી મસ્તકે અંજલિપુટ કરી. વિનય પૂર્વક ઉત્તરાસંગ કરી, સંવેગવાળી મુખાકૃતિ કરી શ્રી જિનેશ્વર પરમાત્માનું સમરણ કરે છે.-7મો વિશાળ જેમનાં ચરણ-કમળ સવ સુર–અસુર ઇદ્રોથી પૂજિત છે એવા જગ ઉપકારી જિનેશ્વર દેવને મારા નમસ્કાર થાઓ. ૦ શાશ્વત તેમજ અનંત સુખ, અન‘તજ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્યને પામેલા સિદ્ધ પરમાત્માને મારા નમસ્કાર થાઓ. ૦ પંચાચાર પાળવા-પળાવવામાં તલ્લીન એવા આચાર્ય મહારાજાએને મારા નમસ્કાર થાઓ. ૦ સૂત્રામૃતનું દાન કરવામાં રક્ત, તપ અને સ્વાદાયમાં લીન મનવાળા ઉપાધ્યાયજી મહારાજાને મારા નમસ્કાર થાઓ. ૦ મોક્ષ. સાધવામાં તલ્લીન, તપ-નિયમ અભિગ્રહ, ભણવું, ભણાવવું, વિનય, વૈયાવચ્ચ, સંચમક્રિયાઓમાં અપ્રમત્ત એવા સાધુએને મારા નમસ્કાર હો. અંતિમ સાધના કરી રહેલા શ્રી કૃષ્ણ વાસુદેવ આગળ બોલે છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy