________________
અંતિમ આરાધના ઉપયોગી પદ્ય
૩૦૩
: ક્ષમાપના : વિશ્વ ત્રિી ભાવના : ક્ષમા યાચું છું સહુ જીવ પાસે, સહુ જીવ મુજને માફ કરે, સહુ જીવ સાથે મિત્રી મારે, વેર નથી કેઈ જીવ સાથે. ૪૯
: ઉપસંહાર અને પૂર્ણાહુતિ વંદન : એમ રૂડી રીતે આવી નિંદી, ગહીં, ધૃણા કરી, મન-વચ-કાયાથી પડિકમતે, જિનેવીસે વંદુ છું. ૫૦
૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ . (૩) છેલ્લી ઘડીની પ્રાર્થના આટલું તે આપજે ભગવન મને છેલ્લી ઘડી, ના રહે માયા તણાં બંધન મને છેલ્લી ઘડી. આ જીંદગી મોંઘી મળી, પણ જીવનમાં જ નહીં, અંત સમય રહે અને સાચી સમજ છેલ્લી ઘડી. ના. ૨ હાથ પગ નિર્બલ બને ને શ્વાસ છેલ્લા સંચરે, એ દયાળુ આપજે દરિશન મને છેલ્લી ઘડી ના. ૩ જ્યારે મરણ શય્યા પરે, મીંચાય છે લી આંખડી, તું આપજે ત્યારે પ્રભુમય મન મને છેતર્લી ઘડી ના. ૪ હું જીવનભર સળગી રહ્ય, સંસારનાં સંતાપમાં, તું આપજે શાંતિભરી સમાધિ મને છેલ્લી ઘડી ના. ૫ અગણિત અધર્મો મેં કર્યા, તન મન વચન જોગે કરી, હે ક્ષમાસાગર ક્ષમા મને આપજે છેલ્લી ઘડી. ના. ૬ અંત સમયે આવી મુજને ના દમે ધટ દુશ્મને, જાગૃતપણે મનમાં રહે, સાચી સમજ છેલ્લી ઘડી ના. ૭
૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦
. (૪) છેલ્લી ઘડીની પ્રાર્થના મારી છેલ્લી ઘડીએ પ્રભુજી આવજો રે, વહાલા આજથી દઉં છું, તમને નેતરું રે, જે જે પ્રભુજી કદિએ ના ભૂલાય... મારી. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org