________________
અંતિમ સાધના સૂત્રાદિ
૨૧૯ ચિત્રકૂટ પર્વતને વિષે વાઘવડે ખવાતા મેક્ષ પામ્યા. ૧૬૧
ગેકુલમાં પાદપગમ અણશણ કરનાર ચાણક્ય મંત્રી સુબંધુ મંત્રીએ સળગાવેલાં છાણથી બળાયાછતાંત્તિમાર્થ(આરાધકપણાને)પામ્યા. ૧૬૨ છે. તે કારણથી હે ધીર પુરૂષ! તું પણ સત્વને અવલબીને ધીરતા ધારણ કર અને સંસારરૂપી મહા સમુદ્રનું નિર્ગુણપણે વિચાર. ૧૬૩
જન્મ, જરા અને મરણ રૂપી પાણી વાળ, અનાદિ, દુઃખ રૂપી શ્વાપદ (જળચર જીવે) વડે વ્યાપ્ત, અને જીવને દુઃખને હેતુ એવો ભવ સમુદ્ર ઘણો કષ્ટદાયી અને રૌદ્ર છે. ૧૬૪
ધન્ય છું, કારણ કે મેં અપાર ભવ સમુદ્રને વિષે લાખ ભાવમાં પામવાને દુર્લભ અ! સદ્ધર્મ રૂપી નાવ (વહાણ) મેળવ્યું છે. ૧૬૫
એક વાર પ્રયતનવડે પળાતા આના પ્રભાવવડે, જે જન્માંતરને વિષે પણ દુઃખ અને દારિદ્રય પામતા નથી. ૧૬૬
આ ધર્મ અપૂર્વ ચિંતામણિ રત્ન છે, અને અપૂર્વ કલ્પવૃક્ષ છે, આ પરમ મંત્ર છે, વલી આ પરમ અમૃત સમાન છે. ૧૬૭
હવે (ગુરુના ઉપદેશથી) મણિમય મંદિરને વિષે સુંદર રીતે સ્કુરાયમાન જિન ગુણ રૂપ અંજન રહિત ઉદ્યોતવાળો વિનયવંત (આરાધક) પંચ નમસ્કારના મરણ સહિત પ્રાણ ત્યાગ કરે. ૧૬૮ - તે (શ્રાવક) ભક્ત પરિજ્ઞાને જઘન્યથી આરાધીને પરિણામની વિશુદ્ધિવડે સૌધર્મ દેવલોકમાં મહદ્ધિક દેવતા થાય છે. ૧૬૯
ઉત્કૃષ્ટપણે ભક્તપરિણા આરાધીને ગૃહસ્થ અચુત નામના બારમાં દેવલોકમાં દેવતા થાય છે, અને જે સાધુ હોય તો ઉત્કૃષ્ટપણે મેક્ષનું સુખ પામે છે અથવા તે સર્વાર્થસિદ્ધને વિષે જાય છે. ૧૭૦
એ રીતે યોગીશ્વરજિન વીરસ્વામીએ કહેલા કલ્યાણકારી વચનને અનુસારે કહેલા આ ભક્ત પરિણા પયન્નાને ધન્ય પુરૂ ભણે છે, ભાવે છે અને સેવે છે (તેઓ શું પામે તે હવેની ગાથામાં જણાવે છે.) ૧૭૧
મનુષ્ય ક્ષેત્રને વિષે ઉત્કૃષ્ટપણે વિચરતા અને સિદ્ધાંતને વિષે કહેલ એક સે સિત્તેર તીર્થકરોની પેઠે એક સે સિત્તેર ગાથાઓની વિધિપૂર્વક આરાધના કરીને આત્મા શાશ્વત સુખવાળા મેક્ષને પામે છે.
૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org