SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ સાધના સૂવાદિ ૨૧૭ રાગ ગર્ભિત નિયાણાને અંગે ગંગદત્તનું, દ્વેષ ગભિત નિયાણાને અંગે વિશ્વભૂતિ વગેરે (મહાવીર સ્વામીને જીવ)નું, અને મેહ ગર્ભિત નિયાને અંગે ચંડપિંગલ આદિનાં દષ્ટાંત પ્રસિદ્ધ છે. ૧૩૭ જે મેક્ષના સુખને અવગણીને અસાર સુખના કારણરૂપ નિયાણું કરે છે તે પુરૂષ કાચમણિને માટે વૈડૂર્ય રતનને નાશ કરે છે. ૧૩૮ દુઃખક્ષય, કર્મક્ષય, સમાધિ મરણ અને બધિ બીજનો લાભ એટલી વસ્તુની પ્રાર્થના કરવી, તે સિવાય બીજુ કંઈ માગવા યોગ્ય નથી. ૧૩૯ - નિયાણ શલ્યનો ત્યાગ કરી, રાત્રિભોજનની નિવૃત્તિ કરી,પાંચ સમિતિ ત્રણ ગુપ્તિવડે પાંચ-મહાવ્રતની રક્ષાને કો મોક્ષ સુખને સાધે છે. ૧૪૦ ઇદ્રિને વિષયમાં આસકત સુશીલ ગુણરૂપ પછાં વિનાના અને છેદાએલી પાંખવાલા પક્ષીની જેમ સંસારસાગરમાં પડે છે. ૧૪૧ જેમ શ્વાન (કુતરો) સુકાઈ ગયેલા હાડકા ચાટતે થકે તેના રસને પામતો નથી અને પિતાના) તાળવાને રસ શાષવે છે, છતાં તેને ચાટતે તે સુખ માને છે. ૧૪૨ - તેમ સ્ત્રીઓના સંગને સેવનાર પુરૂષ કંઈ પણ સુખ પામતે નથી, તે પણ તે બાપડો પોતાના શરીરના પરિશ્રમને સુખ માને છે. ૧૪૩ સારી રીતે શોધવા છતાં જેમ કેળના ગર્ભમાં કોઈ ઠેકાણે સાર નથી. તેમ ઇંદ્રિયના વિષયમાં ઘણું શોધતાં છતાં સુખ મળતું નથી. ૧૪૪ શ્રેત્ર ઇદ્રિય વડે પરદેશ ગએલા સાર્થવાહની સ્ત્રી, ચક્ષુના રાગવડે મથુરાને વાણિયે, ઘાણને વશે (ગંધ પ્રિય) રાજપુત્ર અને જીહા સે સદાસ રાજા હણાય. ૧૪૫ સ્પર્શ ઈદ્રિયવડે દુષ્ટ માલિકાને રાજા નાશ પામે અકેક વિષયે તે નાશ પામ્યા તે પાંચેઇટ્રિમાં આસક્ત હોય તેનું શું? ૧૪૬ વિષયની અપેક્ષા કરનારે જીવ દસ્તર ભવ સમુદ્રમાં પડે છે, અને વિષયથી નિરપેક્ષ હોય તે ભવસમુદ્રને તરે છે. (આ ઉપર) રત્નાદ્વીપની દેવીને મળેલા (જિનપાલિત અને જિનરક્ષિત નામના) બે ભાઈઓનું દષ્ટાંત કહ્યું છે. ૧૪૭ રાગની અપેક્ષા રાખનારા છ ઠગાયા છે અને રાગની અપેક્ષા વિનાના વિદન વિના (ઈચ્છિતને) પામ્યા છે, પ્રવચનને સારને પામેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy