________________
અતિમ સાધના સૂત્રાદિ
૨૧૩
જીવને વધ તે આપણે જ વધ જાણ અને જીવની દયા તે આપણું જ દયા છે, તેથી આત્માના સુખને ઇચ્છતા જીએ સર્વ જીવ હિંસા ત્યાગ કરી છે. ૯૩
- ચાર ગતિમાં રખડતા જીવને જેટલાં દુઃખો થાય છે તે સર્વે હિંસાનાં ફલ છે એમ સુક્ષમ બુદ્ધિથી જાણ. ૯૪ - જે કંઈ મેટું સુખ, પ્રભુપણું, જે કંઈ સ્વભાવિક રીતે સુંદર છે તે, નિરોગપણું, સૌભાગ્યપણું, તે તે સર્વે અહિંસાનું ફલ સમજવું. લ્પ - સુસુમારે દ્રહને વિષે ફેંકાએલે છતાં ચંડાલ પણ એક દિવસમાં એક જીવ બચાવવાથી ઉત્પન્ન થએલા અહિંસા વ્રતના ગુણવડે દેવતાનું સાનિધ્ય પામે. ૯૬ | સર્વે પણ ચાર પ્રકારના અસત્ય વચનને પ્રયત્નવડે ત્યાગ કર, જે માટે સંયમવંત પુરૂષે પણ ભાષાના દેલવડે (અસત્ય ભાષણવડેકર્મથી) લેપાય છે. ચાર પ્રકારનાં અસત્ય આ પ્રમાણે - ૧ અછતાનું પ્રગટ કરવું, જેમ આમા સર્વત છે, ૨. બીજો અર્થ કહેવો, જેમ ગે શબ્દ શ્વાન. ૩. છતાને ઓળવવું જેમ આત્મા નથી. ઇનિંદાનું કરવું, જેમ ચાર ન હોય તેને ચાર કહેવો. ૯૭
વળી હાસ્ય વડે, ક્રોધ વડે, લોભ વડે, અને ભય વડે તે અસત્ય ન બેલ, પણ જીવને હિતકારી અને સુંદર સત્ય વચન બોલ. ૯૮
સત્યવાદી પુરૂષ માતાની પેઠે વિશ્વાસ રાખવા લાયક, ગુરૂની પેઠે લોકને પૂજવા ગ્ય અને સગાંની પેઠે સર્વને વહાલે લાગે છે. ૯
જટાવંત હોય અથવા શિખાવત હોય, મુંડ હોય, વલ્કમ (ઝાડની છાલનાં વસ્ત્રો પહેરનાર હોય અથવા નગ્ન હોય તો પણ અસત્યવાદીઓ લેકને વિષે પાખંડી અને ચંડાલ કહેવાય છે. ૧૦૦
એક વાર પણ બેલેલું જૂઠું ઘણા સત્ય વચનેને નાશ કરે છે, કેમકે એક અસત્ય વચન વડે વસુ રાજા નરકને વિષે પડો. ૧૦૧ - હે ધીર ! થોડું કે વધારે પારકું ધન (જેમકે) દાંત ખેતરવાને માટે એક સળી માત્ર પણ, અદત્ત (આપ્યા વિના) લેવાને વિચાર ન કર. ૧૦૨
વળી જે પુરૂષ (પારકું) દ્રવ્ય હરણ કરે છે તે તેનું જીવિત પણ હરણ કરે છે. કારણ કે તે પુરૂષ પૈસાને માટે જીવને ત્યાગ કરે છે, પણ પિતાને મેલતો નથી. ૧૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org