________________
અંતિમ સાધના સૂત્રાદિ
(૯) આહારત્યાગ
મેરૂ પર્વતના જેવડા ઢગલાથી પણ વધારે આહાર ઘણી રીતે ભોગવ્યા; તે પણ તે વડે તૃપ્તિ થઈ નહિ માટે તે ચાર પ્રકારના આહારનો ત્યાગ કર. (૫૯)
જે આહાર જીવને દેવતા, મનુષ્ય, તિર્યંચ અને નરક એ ચાર ગતિઓને વિષે સુલભ છે; પણ વિરતિ પણું દુર્લભ છે માટે તે ચાર પ્રકારના આહારને ત્યાગ કર. (૬૦)
છ જવનિકાયને વધ કર્યા વિના જે આહાર કેઈ પણ રીતે તે નથી અને જે ભવભ્રમણરૂપ દુઃખના આધાર રૂપ છે તે માટે ચાર પ્રકારના આહારનો ત્યાગ કર. (૬૧)
જે આહારનો ત્યાગ કર્યો છતે જીવોની હથેલીમાં ઇંદ્રપણું આવે છે અને સિદ્ધિનું સુખ પણ નક્કી સુલભ થાય છે તે ચાર પ્રકારના આહારનો ત્યાગ કર. (૬૨)
(૧૦) નમસ્કાર મહામંત્ર સ્મરણ
નાના પ્રકારના પાપમાં તત્પર થયેલે એ પણ જીવ અંત સમયે જે નવકાર પામીને દેવતાપણું પામે છે તે નવકારને મનને વિષે સ્મરણ કર. (૬૩) - સ્ત્રીઓ સુલભ છે, રાજ્ય અને દેવપણું એ પણ સુલભ છે, પણ એક નવકાર જે દુર્લભ છે તેનું મનને વિષે સ્મરણ કર, (૬૪)
જેની સહાય પામેલા ભવ્યજીવોને પરભવ વિષે મનવાંછિત સુખે મલે છે તે નવકાર મંત્રનું મનને વિષે સ્મરણ કર. (૬૫)
જે નમસ્કાર પામે છતે જીવેને સંસાર સમુદ્ર ગોપદ (ગાબડાખાબોચિયા) જે થાય છે અને જે મેક્ષસુખનો સાક્ષાત્કાર છે તે નવકારમંત્રનું મનને વિષે સ્મરણ કર. (૬)
એ પ્રકારે ગુરૂએ ઉપદેશેલી છેલ્લી આરાધના સાંભળીને સર્વ પાપ જેણે સરાવ્યું છે એ પુરુષ આ નવકારમંત્રને તથા પ્રકારે સે. (૬૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org