SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલીક અંતિમ સાધનાઓ ૧૧૯ ભવને પાર કરાવનારા પડિત મરણને સ્વીકાર્યું. અપૂર્વકરણક્ષપકશ્રેણ માંડી કેવળજ્ઞાન પામી તે જ સમયે અંતગડ કેવળી થયા, ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ (૪) મદનરેખા એ સ્વપતિ યુગબાહ ને કરાવેલી અંતિમ સાઘના પિતા તુલ્ય ભાઈની આજ્ઞા ઉલ્લંઘવી ન જોઈએ, એમ વિચારતા યુગબાહુ કુમાર જેટલામાં બગીચામાંથી નીકળી નગર તરફ જવાની તૈયારી કરે છે. તેટલામાં અપકિત કે પાપના ભય વગરના અને યુગબહુ એવા નાનાભાઈની પત્ની મદનરેખાના રૂપમાં મોહાંધ બનેલા મણીરથ રાજાએ તલવારને ઝટકો સુબાહુની ગરદન પર માર્યો યુગબાહુ ભૂમિપર ઢળી પડયા. આંખ મીચાવા લાગી. લોહી ઘણું વહી ગયું. ગંભીરતાને ધારણ કરતી મદનરેખા એ સ્વપતિને કોમળ સ્વરે કહેવું શરૂ કર્યું– “હે ક્ષત્રીયવીર ! ધીરજને ધારણ કરો. હે દયાસમુદ્ર! કેઈનાપર, રોષ ન લાવશે. તમારા પિતાનાં કરેલા કર્મો તમને ઉદયમાં આવ્યાં છે, એમ સમભાવ રાખી રાગ-દ્વેષ કર્યા વિના ઉદયમાં આવેલા દુઃખો શાંતિથી સહન કરો. પિતાનાં કર્મ એ જ પોતાનાં ખશ અપરાધી છે. બીજા કોઈ પ્રાણ આમાં અપરાધી નથી બીજાં તે માત્ર નિમિતરૂપ છે. હવે તમે અરિહંત, સિદ્ધ, નિર્ગથસાધુ, કેવળી ભાષિત ધર્મના શરણને અંગીકાર કરે. હિંસાદિક ૧૮ પાપ સ્થાનકને ત્યાગ કરે. હે મહામતા ! હવે પરલોકના શંબલભાથાને સ્વીકારો. શલ્ય માક દુઃખ દેનારા એવા પોતે કરેલા દુશચારની નિંદા કરો, હે સ્વામી! સર્વ જના અપરાધને ખમાવો. બીજાએ કરેલા તમારા અપરાધનેમાફી આપે. છેષ કરવાથી આત્મા પોતાને લાભ ગુમાવે છે, માટે ષ—દ્વિરને ત્યાગ કરો. જગતના તમામ છે મારા મિત્રો છે તેમ ભાવના ભાવો અરિહંત-સર્વજ્ઞ દેવને, ગુણવંત મુનિવર ગુરુને, પ્રભુએ કહેલા તારણહાર ધર્મને જિંદગી પર્યત અંગીકાર કરો. હે મહા બુદ્ધિશાળી ! જીવહિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહના ત્રિવિધ ત્રિવિધ પચ્ચખાણ અંગીકાર કરે. ધન-સ્વજન-પુત્ર–પ્રિયામિત્ર મકાન આદિ પદાર્થોમાં મમત્વ ન કરશે. પુત્રાદિક મરણ સમયે કોઈને શરણભૂત બની શકતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy