________________
૩૦૮
ચીત્યવંદનમાળા
દાનાદિક સ્વસ્તિક રચે, સાધર્મિક શ્રેણ, એમ દિવાળી કીજીએ, સુણીએ ગુરુના વેણ ૪. એમ દિવાળી દિન ભલેએ, જિન ઉત્તમ નિર્વાણ, પ કહે આરાધતાં, લહએ અવિચલ ઠાણ...પ...
[૩] ત્રિીસ વરસ કેવલપણે, વિચર્યા શ્રી મહાવીર, પાવાપુરી પધારીયા, શ્રી જિનશાસન ધીર...૧.... હસ્તિપાલ નૃપ રાયની, રજજુકા સભા મઝાર, ચરમ ચોમાસું ત્યાં રહ્યા, લેઈ અભિગ્રહ સાર..૨ કાશી કેશલ દેશના, મલિયા રાય અઢાર, સ્વામી સુણી સૌ આવીયા, વંદનને નિરધાર....૩ સેલ પહોર દિધિ દેશના, જાણી લાભ અપાર, દીધી ભવિહિત કારણે, પીધી તેહીજ પાર....... દેવશર્મા બેધન ભણી, ગેયમ ગયા સુજાણ, કાર્તિક અમાવસ્યા દિને, પ્રભુ પામ્યા નિર્વાણ....... ભાવ ઉદ્યોત ગયે હવે, કરે દ્રવ્ય ઉદ્યોત, ઈમ કહી રાય સરવે મલી, કીધી દીપક ત૬... દિવાલી તિહાંથી થઈ, જગમાંહી પ્રસિદ્ધ, પદ્મ કહે આરાધતાં, લહીએ અવિચલ રિદ્ધ૭.
ચરમ ચોમાસું વીરજી, પાવાપુરી નયરી, મુનિવર વૃદે આવીયા, જિત અંતર વયરી...૧ દેશ અઢારના નરપતિ, વંદે પ્રભુ પાય, સેળ પહેરની દેશના, દીધી જિનરાય ૨... પુન્ય પાપ ફલ કેરડા, પંચાવન ભાખ્યા, છત્રીશ અણુ પુછયાં વળી, અઝયણું રાખ્યા...૩...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org