________________
ચૈત્યવંદનમાળા
સંસાર તાપથી તપ્ત જંતુ, જાતને છાયા કરું, છત્રાકૃતિ સિદ્ધાચલે, ઋષભેશ કલશ મનહરૂ.૧ શ્રી ઋષભદેવ પ્રપૌત્ર દ્રાવિડ, વારિખિલ સહોદરા, આદિનાથ ભક્ત સુવઘુ તાપસ, બેધથી તાપસ વરા, ચારણ મુનિવર સાથે સર્વે, તીર્થ કરવા સંચર્યા, પ્રતિબંધથી મુનિરાજના, સર્વે મુનીશપણું વર્યા...૨ પુન્ય પુંજ સમ પુંડરીકગીરિ, નિરખતા નયણે કરી, ઉલાસ પામી દોષ વામી, હર્ષથી હૃદયે ધરી, વંદન કરીને આવીયા, ગીરરાજ ઉપર પદ ચરી, રાયણ ને આદિદેવ ચરણે, પ્રેમે પ્રદક્ષિણા કરી...૩ પુંડરીક ગણધર સાથ, આદિનાથને પાયે પડી, ચારણ મુનિના કહેણથી, લગાવી ધ્યાન તણી ઝડી, દશક્રોડ મુનિવર સાથ, કાર્તિક પૂનમે મુક્તિ જડી, હસાવતાર તીર્થ સ્થાપ્યું, હંસ દેવે તિણ ઘડી...૪
શ્રી સિદ્ધાચલ તીર્થનાયક, વિશ્વતારક જાણીયે, અકલંક શક્તિ સુરગીરિ, વિશ્વાનંદ વખાણીયે, મેરૂ મહીધર હસ્તગીરિવર, ચર્મગીરિધર ચિહ્નએ, શ્વાસમાં સે વાર વંદુ, ન ગીરિ ગુણવંતએ...૧ હસિત વદન હેમગીરને, પૂજીએ પાવન થઈ, પુંડરિક પર્વતરાજ શતકુટ, નમત અંગ આવે નહી, પ્રીતિમંડણ કઈડણ, શાશ્વત સુખકંદ એ, શ્વાસમાં સે વાર વંદુ, નમે ગીરિ ગુણવંત એ...૨ આનંદધર પુન્યનંદ સુંદર, મુક્તિરાજે મન વચ્ચે, વિજયભદ્ર સુભદ્ર નામે, અચલ દેખત દિલ વચ્ચે, પાતાલ મૂલ ને ટંક પર્વત, પુષ્પદંત જયવંત છે, શ્વાસમાં સે વાર વંદુ, નમે ગીરિ ગુણવંત એ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org