________________
૨૬૨
ચૈત્યવંદનમાળા
વરસ એક ઉદ્દઘષણએ, ઋષભ લીએ ચારિત્ર અષ્ટમી દિન અગીયાર એમ, કલ્યાણક સુપવિત્ર...૧૧... દર્શન જ્ઞાન ચારિત્રના, આઠે અતિચાર, ટાળે ગાળે પાપને, પાળે. પંચાચાર...૧૨... અણિમાદિ અડ રિદ્ધિ સિદ્ધિ, ખીણમાંહે પામી, અષ્ટ કર્મ હણીને થયા, અડ ગુણ અભિરામી ૧૩.... અષ્ટમી દિન ઉજજવલ મને, સમરે દશ અરિહંત, ખીમાવિજય જિન નામથી, પ્રગટે જ્ઞાન અનંત ૧૪....
અષ્ટમી તપ આરાધતાં, અષ્ટ કર્મ કરે દૂર, અડ બુદ્ધિ સિદ્ધિ લહે, પામે સુખ ભરપૂર...૧... મદ આઠ અલગ તજી, દેખીએ દષ્ટિ આઠ, આત્મા આઠે જાણીએ, જિમ પામે શિવવાટ... ૨ પ્રવચન માતા આઠને, આદરીએ મન રંગ, આઠ નાણુને ઓલખી, શિવ-સુંદરી કરે સંગ...૩.... આઠ જે જન જાડી કહી, સિદ્ધશિલા ગુણખાણ, આઠ દૈષ અલગ કરી, વસીયા સિદ્ધ તે કાણ...” આદિ જિનેસર જનમીયા, દીક્ષા એ તિથિ જાણ, અજિત સુમતિ વળી જનમીયા, સંભવ ચવન કલ્યાણ ૫. અભિનંદન પ્રભુ પાસજી, મુફતે ગયા મહારાજ, ચવન સુપાશ જાણીએ, નમી જન્મ તિથિ આજ...... મુનિસુવ્રત જિન જનમીયા, નેમી તણે નિર્વાણ, સંપ્રતિ જિનનાં જાણીએ, કલ્યાણક ગુણ ખાણ૭ અષ્ટ પ્રાતિહાર્ય શેભતા, વીર જિનેન્દ્ર અભંગ, અષ્ટમી મહિમા આખી, કીર્તિચંદ્ર દિલ રંગ.......
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org