________________
રચૈત્યવંદનમાળા
૧૨૯
પુરુષાદાણી પાર્વપ્રભુ, લંછન નાગનું સાર, વીર જિનેસરને ભલું, સિંહ કહ્યો ઉદાર...૭ ગર્ભકાલ એ સહી, સર્વ જિનને તુંગ, જમણે પગે જઘાં તણે, એ આકાર ઉત્તગ....૮ લંછન એ સવિ શાવતાઓ, આગમમાંહિ જેજે, ક્ષમાવિજય જસ નામથી, શુભને જશ સુખ હેજે...૯
વીશ તીર્થકરના આયુષ્ય નું ચૈત્યવંદન પ્રથમ તીર્થકર આઉખું, પૂર્વ ચેરાશી લાખ, બીજા બહોતેર લાખ નું ત્રીજા સાઠ ભાખ...૧.... પચાશ ચાલીશ ત્રીશને, વીશ દશને દેય, એક લાખ પૂર્વતણું, દશમા શીતલ જોય.૨... હવે ચેરાશી લાખ વર્ષ, બારમાં બહોતેર લાખ, છાસઠે ત્રીશ ને દશનું, શાંતિ એકજ લાખ૩. પંચાણું હજારનું, અર ચેરાસી હજાર, પંચાવન ત્રીશને દશનું, નેમિ એક હજાર ક... પાર્શ્વનાથ સે વરસનું, બહોતેર શ્રી મહાવીર, એહવા જિન ચોવીશનું, આયુ સુણે સુધીર....પ....
જિન દેહ વર્ણન નું ચૈત્યવંદન અદ્દભુત રૂપ સુગંધી શ્વાસ, નહીં રોગ વિકાર, મેલ નહીં જસ દેહ રેહ, પ્રદ લગાર.૧. સાગર વર ગંભીર ધીર, સુરગિરિ સમ જેહ, ઔષધિપતિ સમ સૌમ્ય કાંતિ, વર ગુણ ગણ ગેહ...૨.. સહસ અષ્ટોત્તર લક્ષણે એ, લક્ષિત જિનવર દેહ, તસ પદ પ નમ્યા થકી, ન રહે પાપની રેહ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org