________________
ચૈત્યવંદનમાળા
જગતિનાથ જિનેશ્વર શંકર, ભવિકપ સુધ દિવાકરમ
સુર નરેન્દ્ર સમગ્ર સુપૂજિત,
| સકલ સિદ્ધિ સમૃદ્ધિ પ્રહાયકમ્ અખિલ વસ્તુ નિરન્તર દશક, સકલ સૃષ્ટિ શુભંકર નાયકમ, વિશદ મેદ જગજજન સેવિતમ, ગુણનિધિં પ્રભુ પાWજિનેત્તમમ્ ૩...
[૨૩] પ્રેમે પ્રણમું પ્રહ સમે, પાર્શ્વ જિનેશ્વર દેવ, મૂરતિ શાંતિ દાયિની, અહર્નિશ કરું તસ સેવ...૧.. શાંત સુધારસ ઝીલતી, મુદ્રા મોહનગારી: આણ વહુ પ્રભુ તાહરી, કર ભવ જલ પારી...૨... તુમ મૂરતિ મન રતિ કરે, શાશ્વત સુખની એહ, અશ્વસેન વામકુલે, નભમણિ ગુણમણિ ગેહ...૩ જગ ચિન્તામણી જગગુરૂ, જગ બંધન જગભાણ, સેવક ઉદ્ધરી આપને, કરજે આપ સમાન......... સાયર દેખી ચન્દ્રને, ભરતિ કરી મલકાય, સહજ કલાનિધિ આપને, નિરખી ચિત્ત હરખાય.......
શ્રી ચિંતામણું પાસજી, વામાનંદન દેવ, અશ્વસેન કુલ ચંદ્રમા, કીજે અહોનિશ સેવ...૧ પંચમ આરે જીવને, એ પ્રભુને આધાર, અંતર શત્રુ ટાલતા, વારતા વિષય વિકાર...૨ સાચે શરણે નાથને, પામે જે પુન્યવંત, લાખ ચોરાશી ભ્રમણને, તે પામે ઝટ અંત...૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org