SearchBrowseAboutContactDonate
Page Preview
Page 941
Loading...
Download File
Download File
Page Text
________________ મત્ર, તત્ર વિશારદ, ક્રિયાકારકે અને પ્રતિક્રમણ કરનાર ધર્માત્માઓ માટેનો ઉપયોગી ચિત્ર વિભાગ નોંધ:- અહીં પ્રગટ થતા ત્રણેય વિભાગનાં ચિત્રો પૂજ્ય આચાર્ય શ્રી યદેવસૂરિજી મહારાજશ્રીની દષ્ટાન્તરૂપ ઉદારતા અને કૃપાથી પ્રાપ્ત થયા છે. પહેલા બે વિભાગના બ્લોકે પહેલી જ વાર આ ગ્રંથમાં પ્રસિદ્ધ કરવા જ ભાગ્યશાલી બન્યા છીએ. આ ગ્રંથરત્નમાં વિવિધ પ્રકારના સાહિત્યને લગતાં ચિત્રો પ્રગટ થાય તો અમારા ગ્રંથનું ગૌરવ અને મહત્તા બેય વધે. એટલે અમો પાલીતાણું સાહિત્ય મંદિરમાં બિરાજતા કલાવિશ પરમ પૂજ્ય. આચાર્ય શ્રી વિજય યશોદેવસૂરિજી મહારાજશ્રીને ચિત્રો વગેરે સાહિત્ય આપવા વિનંતિપૂર્વક ધ્યાન ખેચ્યું હતું. તેઓશ્રી પિતાના અનેકવિધ સાહિત્ય કલાના પ્રકાશનના કાર્યમાં ખૂબ જ વ્યસ્ત હોવાથી ધ્યાન આપી શક્યા ન હતા. હમણાં છેલ્લે જઈને પુનઃ યાઢી આપતાં મારા પ્રત્યેની હાર્દિક લાગણી એટલે તેઓશ્રીએ મારી વિનંતિ ધ્યાનમાં લીધી. અને તેઓશ્રીએ પિતાની ક૯પના અને માર્ગદર્શન મુજબ ડાઈના વિખ્યાત રંગોલીકાર અને કલાકાર ભાઈશ્રી રમણીક પાસે ૨૦ વરસ પહેલાં સુંદર રીતે તૈયાર કરાવેલાં અને બે વરસ ઉપર ઋષિમંડલ મંત્ર પૂજન વિધિમાં છાપેલા બ્લોક છાપવા માટે સંમતિ આપી. કહેતાં આનંદ થાય છે કે, પૂ. આચાર્યશ્રી યશોદેવસૂરિજીએ (ભૂતપૂર્વ મુનિશ્રી યશોવિજયજી પૂજન વિધિમાં છાપેલા લગભગ ૫૦ થી વધુ બ્લોકે જે હજુ પબ્લિકે જોયા જ નથી, તેવા અપ્રસિદ્ધ શ્લોકો અમને છાપવા આપ્યા અને પરિચય પણ લખી આપ્યો. પૂજનવિધિમાં છાપેલાં આ બ્લોકે બહાર પડે તે પહેલાં અમને છાપવા માટે જે ઉદારતા દર્શાવી એ ખરેખર ! સહુને માટે દૃષ્ટાંતરૂપ બાબત છે. આ તકે પૂજ્યશ્રીનો આનંદસહ આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. આ તમામ બ્લોક વિભાગ પહેલામાં છાપ્યાં છે. ઋષિમંડલ પૂજન વિધિમાં છાપેલાં બ્લોકમાં, કેટલાક સિદ્ધચકપૂજન વિધિ માટે પણ ઉપયોગી છે. પણ સિદ્ધચક્રયંત્ર પૂજનને જ લગતા કેટલાક સ્વતંત્ર લોકો, પૂજ્યશ્રી તરફથી નવીન ઢબે વિશિષ્ટ પ્રકારે તૈયાર થનારી પૂજનવિધિપ્રતમાં છાપવા માટેનાં બ્લેક જે હજુ બહાર પડયા જ નથી તે પણ અમને છાપવા આપ્યા અને એ બ્લોકો “વિભાગ બીજે” એ મથાળા નીચે છાપ્યા છે. આ ચિત્રો મંત્ર-તંત્ર વિદ્યા વિષયના રસિકોને ખરેખર ! નવી માહિતી, નવી સમજ, નવું જ્ઞાન આપવા સાથે એક નવી દૃષ્ટિ પણ આપી જશે. અને “વિભાગ ત્રીજો’ એ મથાળા નીચે પ્રતિકમણની ક્રિયામાં ઉપયોગી ચિત્રોનો બ્લોકે અમે છાપ્યા છે. એક જ કલરના બ્લોકે છાપવા અનુકૂળ હોવાથી તત્કાલ જેટલા ઉપલબ્ધ થયા તેટલા છાપ્યા છે. આ ત્રણેય વિભાગોના ચિત્રોએ અમારા આ ગ્રંથની શોભા અને મહત્તામાં ખૂબ વધારો કર્યો છે. આ માટે પૂજ્યશ્રીને અને શ્રી મુક્તિ કમલ જૈન-મેહનમાળા વડોદરાની સંસ્થા છાપવા માટે આપેલી મંજૂરી બદલ ખૂબ આભાર માનીએ છીએ. – પ્રકાશક Jain Education Intemational ucation International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy