________________
૧૭૬ ૨
જૈનરત્નચિંતામણિ
કરતા
?
. "
A re
વિદિશાની અંદર દેવીઓના પ્રાસાદો આવેલા છે. તે રીતે નંદીશ્વર દ્વીપમાં જે રીતની રચના છે એનો ભાસ બતાવનારી આ રચના છે. ડુંગરો વિગેરે લાકડાના બનાવેલા છે, અને દરેકે પર્વત ઉપર મેટા ધાતુના ઉપર અને નાના ઉપર ચિત્રરેલા ચૌમુખજી બિરાજમાન કરવામાં આવેલા છે.
અહીંયા જે થાંભલાઓ, પાટડાઓ છે તેની ઉપર મનોહર ચિત્રકામ છે.
પ્રભુના મેળામાં પ્રભુજી :- મારો અનુભવ એમ કહે છે કે દુનિયાની અંદર ધાતુની કાસ્ટીંગ કરેલી પ્રભુના ખોળામાં પ્રતિમાજી હોય એવી આ મંદિર સિવાય કોઈ જગાએ પ્રતિમાં નથી. આના અંગે મારી માન્યતા મુજબ ચરવણ નદીને ઊતરતાં નાવડીમાં શેઠાણીના હાથમાં સોનાનું ચલાણું હતું. આ ચલાણું શેઠને ત્યાં ગીરવે આપેલું હતું. શેઠાણના હાથમાંથી ચલાણું નદીમાં પડી ગયું-નદીમાં પ્રતિમા સહિત રથ હતો તેના ખોળામાં એ પડયું હતું. એટલે ચલાણું કઢાવ્યું અને ભગવાન પણ કઢાવ્યા, ત્યારે નાવિકે કહ્યું કે અંદર ચેલા (નાના) ભગવાન છે એટલે તે ભગવાન પણ કઢાવ્યા. આથી એ ક૯૫ના છે કે મેટા ભગવાન અને નાના ભગવાન બેને દેખાડવા માટે અને તે ઇતિહાસ દેખાડવા માટે શું આ રીતનું કાસ્ટીંગ નહિ કર્યું હોય? આ પ્રતિમા ઉપર ૧૭૮૦ અને જ્ઞાનવિમળસૂરિ એમ લેખ છે. જેને ફોટો આવ્યો છે.
કાસ્ટીંગ કરેલા ધાતુના કમળ વિગેરે, અને ધાતુના પટ વિગેરે પણ અહીં છે.
ચાલો માળ ઉપર
જુના જમાનાની પદ્ધતિએ દીવાલની જાડાઈમાં અહી સીડી છે. ઉપર ચડીએ એટલે અગાસીમાં નીકળાય છે. ઉપર મંદિર તરફ મોટો હોલ છે. વચમાં અગાસી છે અને દ્વાર તરફ નાનો રૂમ છે. તે રૂમમાં લાકડાનું સિંહાસન ને ત્રણ ગઢ સાથેનું સમવસરણ છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org