________________
જૈન ચિત્રકલાના ઐતિહાસિક પરિચય
ભારતમાં ધર્મને કેન્દ્રમાં રાખીને જે જે ચિત્રશૈલીએના વિકાસ થયા તેમાં જૈન ચિત્રકલા વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ભારતીય ચિત્રકલાના ઇતિહાસમાં જૈન ચિત્રકલા એક નોંધપાત્ર પ્રકરણ છે. રૂપપ્રદ્યકલાઓમાં જેનાએ જેમ શિલ્પ અને સ્થાપત્યકલામાં પ્રતિ કરી હતી તે જ રીતે ચિત્રકલાના ક્ષેત્રે પણ તેમણે અભિનવ પ્રગતિ કરી હતી. જૈન ચિત્રકલા મુખ્યત્વે બે વિભાગમાં વહેંચી શકાય : [1] ભિત્તિચિત્રા અને [૨] લઘુચિત્રા. ભિત્તિચિત્રા કેટલીક જૈન ગુફાઓ અને મદિરાની દિવાલ પર જળવાઈ રહ્યાં છે. જ્યારે લઘુચિત્રા તાડપત્ર અને કાગળની હસ્તપ્રતા, લાકડાની પાટલીઓ તેમજ કાપડ પર જોવા મળે છે. જૈન ચિત્રકલાનાં સૌથી પ્રાચીન ચિત્રા ભિત્તિચિત્રોના સ્વરૂપે છે, જેના સમય ઈસુની ૭મી સદીના છે. જ્યારે લઘુચિત્રોના પ્રાચીનતમ નમૂનાઓ તાડપત્રની હસ્તપ્રતામાં જોવા મળે છે. આ પ્રકારના ચિત્રો ૧૨મી સદી જેટલા જૂના છે. આપણે હવે આ બંને પ્રકારનાં ચિત્રા વિશે માહિતી મેળવીશું.
ભિત્તિચિત્રા :
ભારતના ઐતિહાસિક કાલના ભિત્તિચિત્રા ઈ. પૂ ૨ જી સદી જેટલાં પુરાણા છે. જૈન ભિત્તિચિત્રાના પ્રાચીનતમ નમૂનાઓ ઈસુની ૭મી સદીના છે. એના અર્થ એ થયેા કે ઐતિહાસિકકાલીન ભારતીય ભત્તચિત્રાના ઇતિહાસમાં જૈન ભિત્તિચિત્રા લગભગ નવસે। વર્ષ પાછળ છે. સૌથી પુરાણા જૈન ભિત્તિચિત્રા પલ્લવકાલીન છે. મહાન પલ્લવ રાજા મહેન્દ્રવર્મન ૧લાના રાજ્યકાલ દમિયાન ઈસુની ૭મી સદીમાં સત્તવાસલની ગુફાઓમાં આ ચિત્રા તૈયાર થયા હતા. મહેન્દ્રવર્મન ૧લેા કલાકાર, શિલ્પી, ચિત્રકાર, સ‘ગીતકાર, કવિ, સ્થપતિ અને કલાના પ્રોત્સાહક હતા. આ રાજા શરૂઆતમાં જૈનધમી હતા; પરંતુ પાછળથી એણે શૈવધર્મ અંગીકાર કર્યા હતા. તે ‘ ચિત્રકરાપુલિ’ એટલે કે ‘ચિત્રકારોમાં વાઘ' એવુ બિરુદ ધારણ કરતા હતા. દક્ષિણ ભારતમાં શૈલાત્મક સ્થાપત્ય નિર્માણ કરાવનાર એ સૌ પ્રથમ રાજવી હતા. એણે તિરુચ્ચિનાપલ્લિથી ઘેાડે દૂર સિત્તનવાસલના સ્થળે જેના માટે ગુફાઓ કારાવી હતી. આ ગુફાએ શેાધવાનું માન કલા વિવેચક ટી. એ. ગેાપીનાથરાવને પ્રાપ્ત થાય છે. આ ગુફામાંના ચિત્રા જૈન ધર્માંના સૌથી જૂના ચિત્રા છે. છેલ્લા સંશાધન દ્વારા
Jain Education Intemational
—પ્રેા. થામસભાઇ પરમાર, એમ, અ,
જાણવા મળે છે કે આ ગુફામાંનાં કેટલાંક ચિત્રોમાં રંગોના બે થર જોવા મળે છે. પ્રથમ વારનું ચિત્રકામ ઈસુની ૭મી સદીમાં અને બીજીવારનું ચિત્રકામ ઈસુની મી સદીમાં થયું હતું. આ ગુફાનાં કેટલાંક ચિત્રોનુ વર્ણન નીચે પ્રમાણે કરી શકાય.
For Private & Personal Use Only
રમણિક
www.jainelibrary.org