________________
૬૭૬
જનરત્નચિંતામણિ
શ્રેષ્ઠ ઉપાય છે; તે ઘણું કામ થઈ શકે તેમ છે. આ પ્રવૃત્તિ અને તેનાં અનુષ્ઠાનમાં શુદ્ધિ લાવવા, પ્રતિક્રમણ વિગેરે આપણે ત્યાં છે. પણ તેમાં વેગ લાવવાની જરૂર છે. સિવાય સૂત્રોના અર્થો–ભાવાર્થે સમજવા માટે અને વિધિઓને જૈન પંડિત દ્વારા જૈન પાઠશાળાઓમાં સંસ્કૃત-પ્રાકૃત જાણવા માટે અને શાન્તિસ્નાત્ર વગેરે સિદ્ધચક પૂજન વિગેરે ભણાવાય છે એ પ્રવૃત્તિમાં પણ વેગ લાવવાની જરૂર છે. પૂજનના જાણકાર થવા માટે સંસ્કૃત-પ્રાકૃત ભણવાનું છે. વિવેકપૂર્વક અને વિચારપૂર્વક વેગ લાવવાથી સારું અવશ્ય ભણવાનું છે, તેના દ્વારા સમ્યજ્ઞાન થશે અને પરિણામ આવશે. આપણે જૈન સિદ્ધાન્તોને સમજવા માટે પરંપરાએ મોક્ષ પ્રાપ્ત થશે.
જૈનધમી રાજવીઓ અને મંત્રીઓ
એક સમયે જૈનાચાર્યોના સદઉપદેશથી ગુજરાતના નૃપતિઓ પણ જૈન ધર્મની અસર તળે આવ્યાં હતાં. | વનરાજ, સિદ્ધરાજ અને કુમારપાળ જેવા સંસ્કારપ્રિય રાજવીઓએ અનેક ભવ્ય ઐયે બંધાવ્યા હતા-તે સમય સુવર્ણકાળ ગણાતો. આ રાજવીઓએ અને જૈન મંત્રીઓએ ગુજરાતને ગૌરવશ્વજ ઊંચે ગગને લહેરાવવામાં અગ્ર ફાળો આપ્યો હતો, એવું જૈનગ્રંથની પ્રશસ્તીઓની અનેક નંધમાં બેંધાયું છે.
- મારવાડમાં જોધપુરથી છએક માઈલ ઉપર ગઢમંડોર જ્યાં તેરમાં, - સૈકાની જેનોની કેટલીક જાહોજલાલી ઉપરથી અનુમાન થાય છે
કે ત્યાં પણ જૈન રાજવીની સત્તા પ્રવર્તતી હતી. મા મેવાડનો રાજવંશ ભલે સિસોદિયાવંશ ગણાય પણ કેટલાંક
રાણા-રાણીએ એ જૈન શાસનની ઉગ્ર ઉપાસના કરી હોય તેવા
પ્રમાણમાં મળી આવ્યાં છે. જ તલામ – અવંતિ અને ઉજજૈનમાં જૈનધર્મની જયોત ઝળહળતી
હોવાનું ઇતિહાસકારો નોંધે છે. આ ભૂમિ સાથે સંકળાયેલી
શ્રીપાળ રાજા અને મયણાસુંદરની કથા જાણીતી છે. દેવ! તારંગા તીર્થ, જ્યાં મહારાજા કુમારપાળે શ્રી દેવચંદ્રાચાર્યની
સલાહથી ત્યાં બાવન દેવકુલિકાવાળા બત્રીસમાળને પ્રાસાદ કરાવ્યું. તીર્થભાતનો આ નમૂને આપણું સૌનું ધ્યાન ખેંચે છે. મારવાડમાં ચારસો ગજના ઘેરાવામાં આવેલું વરકાણનું બાવન જિનાલયનું મંદિર ભૂતકાલીન જૈન ગૌરવને તાજુ કરે છે. મેવાડના રાણુ ઉપર જૈનાચાર્યોની સાત્વિકતાનો પૂરો પ્રભાવ હતું તેમ
મનાય છે. છ જૈનશાસનના રાજવંશી ઉપાસકોમાં મૌર્યવંશી સમ્રાટ સંપ્રતિનું
નામ મોખરે છે. ગુજરાતમાં સૌ પ્રથમ જૈનધર્મનો વાવટા લાવનાર આ સંપ્રતિ જ હતા. બીકાનેરની સ્થાપના, સુદઢતા અને આબાદી એ વખતના જૈન મંત્રીશ્વરોને આભારી છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org