SearchBrowseAboutContactDonate
Page Preview
Page 725
Loading...
Download File
Download File
Page Text
________________ સ સૌંગ્રહગ્ર થ નિરૂપાયું છે. તે ઉપરોક્ત કથામાં ઘણુંખરુ' તા પૂ॰જન્મવૃત્તાન્તો નિરૂપાયેલ છે જેથી કર્મ ફળ જાણી શકાય, દરેક સ્થળે જે પાત્રોને તેમના વ્રતોના ફળ મળતાં દર્શાવાયા છે. અહિંસાનુ કુળ સુખ અને હિંસાનું દુઃખ પ્રેમ કથાએના અંતે. મુખ્ય પાત્ર દીક્ષા લઈ ને મેાક્ષત્યાગી બને છે. જ્યારે ખાટા કાર્યો કરનાર ચાંડાલ, સૂવર અને કૂતરા વિગેરેની નીચ ચેાનિયામાં ફેકાય છે. પ્રાકૃત સાહિત્ય ધાર્મિક ક્રાંતિનું સાહિત્ય છે. વ્યક્તિ વ્યક્તિને ધર્મ, જ્ઞાન, મેાક્ષ અને આત્મકલ્યાણના હક અપાવનાર સાહિત્ય છે. તેથી જ એનું પ્રમુખતત્વ ઉપદેશ મનાયું છે. પ્રાકૃતમાં ઉપદેશ કથા-સાહિત્યના વ્યાપક ફેલાવા છે. જેમાં જીવજ્યમાહા થા, જીવસમાજા, ધમે પવેશમા વિગેરે રચનાઓમાં પ્રાકૃત કવિઓના કાવ્યા, સાધુઓ, ગૃહસ્થાને માટે અનેક શિક્ષાઓ, જ્ઞાન-ધ્યાન-તપ-સંયમ, દાન-દયા, વિનય-વિવેક વગેરે અનેક સગુણાને લગતા સદુપદેશ વિગેરે છે. જેને આધારે જૈન ભિક્ષુ-ભિક્ષુણિ ધર્મ મહત્તાના એધ આપતા રહ્યા છે. શીલ નિરૂપણ કરતાં રહ્યા છે. ધાર્મિક ઉપન્યાસાની પણ એક મોટી પરપરા પ્રાકૃતમાં વિકાસ પામી છે. જેના વિષયવસ્તુમાં એકરૂપતા જોવા મળે છે. સામાન્યતઃ પ્રેમ, વિરહ ઉપરાંત પ્રેમી વિવાહ બ‘ધનમાં અંધાય અને અંતે જૈનમુનિના ઉપદેશ ઝીલીને જૈનધર્મીમાં પ્રવેશે. કાઈ તા સાધુ થઈ ને જૈનાચાય ની ખ્યાતિ સુધી પહેાંચી જાય છે. એ સમાન વિષય-વસ્તુ જોવા મળે છે. જેમ કે સિરિ સિરિવારુ હાના નાયક દુષ્ટરાગીઓ વચ્ચે રહી, કુમારી સાથે વિવાહ કરી, સાધુ મુનિચન્દ્ર પાસેથી સિદ્ધચક્રની નવપદ પૂજાનું મહાત્મ્ય જાણી, સિદ્ધ કરી અંતે રાજકુમારી મદનાસુંદરી સાથે સુખી દામ્પત્ય ભાગવે છે. બીજી બાજુ થળ સરદાના નાયક જન્મ-જન્માંતરના સ્નેહાનુબંધનના આભાસથી રૂપ-વર્ણન સાંભળીને આકર્ષાય છે. વૈરાગી બની સિ'હલ જતાં અપાર કષ્ટ ભોગવે છે, તપસ્યા કરે છે. અંતે એની તપસ્યા વિવાહમાં પરિણમે છે. અહી પ્રેમાદશી પણ જોવા મળે છે. ચરિત-સાહિત્ય :– પ્રાકૃતમાં ચરિત–સાહિત્યના અદ્ભુત વિકાસ સધાયા છે. “ પડમ ચરિત્રુ ” એ રીતે પ્રથમ કૃતિ છે. જેમાં ભગવાન રામની પરંપરાગત કથાને જૈન કલ્પનામાં વધીને અગ્નિ દીક્ષા પછી સીતાને જૈનદીક્ષા અપાય છે, સ્વ અપાય છે અને અહિંસા પરક એવા રામને પણ દીક્ષા ગ્રહણ કરાવીને સાધના વડે માક્ષ અષાયા છે. અહીં લક્ષ્મણ, રાવણવધને લીધે નરકને પાત્ર થાય છે. જૈનધર્મ પ્રચારની દૃષ્ટિએ “ વસુવેધ દિન્ટ્રી ” “જાદા પુરુષ ચરિત અને “ મહાવીર અરિત ’’ વિગેરે પણ મૂલ્યવાન કૃતિઓ છે. જેમાં તીર્થ''કર, ઋષિ-મુનિ, દેવી-દેવતાના કથાએ વચ્ચે પૂર્વજન્મના Jain Education International ૬૭૧ વૃત્તાંતે, જૈનધર્મના સિદ્ધાંતાની વ્યાખ્યાઓ વગેરે જોવા મળે છે. “ સનતકુમાર રિત, ”, “કુમ્ભા પુત્તા ચરિત્ત” વિગેરે રચનાઓમાં નૈતિક ઉપદેશ ધર્મ, શીલ, તપ અને ભાવાની, મહિમાની પ્રતિષ્ઠા કરીને અંતે એ પણ દર્શાવવામાં આવ્યું છે કે ગૃહસ્થ જીવનમાં રહીને પણ ભાવના મહિમાથી વ્યક્તિ ઝુમ્માપુત્તની જેમ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. પ્રાકૃત સાહિત્યના વિહંગાવલેાકન ઉપરથી જૈનધ વિકાસની જે દશા-દિશા દેખાય છે, એમાં વ્યાપક પરિવત ના જોવા મળે છે. વિવિધ ધર્મના સમ્પર્કાના પ્રભાવથી જૈનધમ મુક્ત રહી શકથો નથી. બ્રાહ્મણધર્મ અને બૌદ્ધધર્મ મહાયાન સમ્પ્રદાયના તે સમયે ગુપ્ત રાજ્યેામાં ખૂબ પ્રચાર હતા. નાલંદા અને નલભી બૌદ્ધધર્મના પ્રમુખ કેન્દ્ર તરીકે ગણાતાં. નલભીમાં દેવગણ ક્ષમા શ્રમણે પમી શતાબ્દીમાં જૈનાગમાનું સંકલન કર્યું હતું. તે યુગની ધ્યાન ખેંચનારી વિશિષ્ટતા એ હતી કે વિભિન્ન ધર્મોમાં આદાન-પ્રદાન ખૂબ વધી રહ્યું હતુ. જૈન તી કર ઋષભદેવ અને ભગવાન બુદ્ધની ગણના હિન્દુ દેવતા તરીકે થતી. જૈનશ્રમણ સંઘની પરંપરાગત વસતિયાસેની વ્યવસ્થા પણ બદલાઈ. મહાવીર નિર્વાણુના ૬૦૦ વર્ષ પછી જૈન મુનિ વન, ઉદ્યાન તેમ જ પત-પ્રદેશના એકાંતિક નિવાસેા ત્યજી ગ્રામ અને નગરીમાં નિવસિત થવા લાગ્યા. જે ગૃહસ્થા ઉપાસક-ઉપાસિકા તરીકે આળખાતા હતા તે નિયમિતપણે ધર્મ શ્રવણ કરવાને લીધે શ્રાવક-શ્રાવિકા કહેવાયા. વસતિયાસ ગામ અને નગરામાં થવાને લીધે મુનિએ અને શ્રાવકા વચ્ચે સમ્પર્કો વધ્યાં. ઈસાની પ્રથમ શતાબ્દીમાં જૈન મુનિએ વિવિધ શાખા, સમ્પ્રદાય, કુળ અને ગણેામાં વહેંચાઈ ગયા. પ્રભાવશાલી જૈન મુનિઓના નામે સંઘ, ગચ્છ અને ગણેાની રચના થવા માંડી અને પછી તેા પરંપરા તરીકે આ પ્રવૃત્તિ સત્ર સ્વીકારાઈ. પહેલાં તે જૈન આગમે! અને સૂત્રાનું પઠનપાન, જૈન સાધુએ માટે પૂરતું હતું; પરંતુ દેશકાળની અસરને લીધે એ માન્યતા પણ બદલાઈ અને શ્રાવક-શ્રાવિકાઓને કેન્દ્રમાં રાખીને નવીન કાવ્યશૈલીમાં પૌરાણિક અને વિવિધ કથા સાહિત્યનું સર્જન થવા લાગ્યું. સ્તોત્રા તેમ જ પૂજાપાડાની રચના થવા માંડી. પાંચમી શતાબ્દી સુધીમાં તા જૈન મુનિઓ અને વિદ્વાન સાધકા વડે પ્રાકૃત ભાષામાં વિશાળ સાહિત્યની રચના થઈ. ૧૧–બારમી શતાબ્દીમાં દેશની રાજનૈતિક અને સામાજિક પરિસ્થિતિમાં જે વ્યાપક ક્રાંતિ સર્જાઈ એની સાથે જૈન ધર્મના બંને સંપ્રદાયા-દિગંબર અને શ્વેતાંબરની આંતરીક વ્યવસ્થામાં પણ નવીન ફેરફારા થયા. પરિણામે જૈન સાહિત્યમાં પણુ એક નવીન ક્રાંતિ આવી. દિગંબર સ’પ્રદાયના અનેક સંઘ, ગચ્છ અને ગણના માન્ય આચાર્યા, મઢવાસી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy