SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનનચિંતામણિ આ પહાડને ધણી પ્રાચીન કાળથી પવિત્ર તીર્થસ્થળ તરીકે ઉલ્લેખ જૈન આગમ ગ્રંથમાંથી જાણવા મળે છે. પરંતુ જ્યારથી અબુદ નામને સપે અહીં રહેઠાણું કર્યું ત્યારથી તે અબુદ એવા નામે પ્રસિદ્ધિ પામે. આ પર્વત ઉપર અત્યારે પંદર ગામે વસેલા છે. ઔષધિયુક્ત વનરાજી અને ધાતુઓની ખાણે વગેરે કુદરતી ધન સંપત્તિની ભેટ પણ આ પહાડને મળેલી છે. આ પહાડ ઉપર વસેલું આબુ શહેર લીલી વનરાજી, કુડો, કુદરતી ઝરણાં, નખી તળાવ, સનસેટ પોઈન્ટ, ગૌમુખી, ટોડરેક નનરોક, અનાદા પેઈંટ, પાલનપુર પોઈન્ટ, નાનું પણ રમ્ય બજાર, અદ્ધરદેવી વગેરે જેવાલાયક છે. આજે પણ આબુને નંદનવન તરીકે ઓળખાવ્યું છે. ખરું જોતાં એનાં સૌંદર્યને સોળે કળાએ વિકસાવનાર અગિયારમી સદી અને તે પછી થયેલા દાનવીરેએ જ્યારે સંગેમરમરમાં પ્રાણ પૂરી અપૂર્વ એવી–શિપ સમૃદ્ધિનું અહીં નિર્માણ કર્યું ત્યારથી આ ભૂમિના રૂપ, રંગ અને પવિત્રતા અનુપમેય બની ચૂક્યાં છે એ નિર્વિવાદ છે. અમદાવાદથી ૧૮૬ કિ. મી. અને વડોદરાથી ૨૮૬ કિ. મી. છે. મોટર રસ્તે વડોદરાથી અમદાવાદ, મહેસાણા, પાલનપુરથી ૩૪૦ કિ. મી. થાય છે. ( ૨૦ ) દેલવાડા (આબુ ):- પહાડ ઉપરના આબુ શહેરથી, દેલવાડાના જૈન મંદિરે ૨ માઈલ દૂર આવેલાં છે. યાત્રાળુઓને જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓ મળી રહે છે. જૈન યાત્રિઓ માટે ત્રણ ધર્મશાળાઓ તેમજ ભોજનશાળાની વ્યવસ્થા છે. ચોતરફ પહાડની વચમાં ખુલ્લા ભાગમાં સુંદર અને રમણીય જૈન મંદિરોને સમુદ્ર આવેલ છે. દુનિયાના દરેકના દિમાગને ડોલાવે, આંખ વડે હૈયામાં કારીગરીથી આત્માને કોતરે એવી અતિ ઉત્તમ અદ્દભુત કારીગરી આરસમાં કેતરાવી જૈન ધર્મની જપેત ફેલાવનારા વિમળમંત્રી, વસ્તુપાળતેજપાળની બધુ બેલડી અને ભામાશાહે સર્વોત્તમ કામ કરી આત્મસાધના કરી ગયા. શ્રી ઋષભદાસ કવિએ કહ્યું છે, “દુનિયામાં જેને જેટ નથી એવા અદ્ભુત કારીગરીવાળા ઉત્તમ મંદિરો જેણે જોયા નથી તેનું જીવતર નકામું છે તાજમહેલનું સજન મેહાંધ રાજન જહાંગીરે પ્રજાના પૈસે પ્રિયા નૂરજહાં માટે કર્યું જ્યારે મંત્રીવરોએ પિતાની પુણ્ય કમાણી ખચી ભવભવનું ભવનાશીની ભાથું પ્રત્યેક જૈન-અજૈનેના દિલને ડોલાવી હૃદયને નંદનવન બનાવી મુકિત પંથને માર્ગે મૂકે તેવું આનાથી કેઈ ન વધે તેવું અનુપમ સ્થાપત્ય છે. કહેવત છે.” આબુની કેરણી, તારંગાની ઉભણી અને રાણકપુરની બાંધણી આજે પણ સર્વોતમ છે. કલાના સજન માટે ભારોભાર ચાંદી તેનું કારીગરોને આપી ઉત્તમ કલાને ધન્યવાદ આપવા શબ્દષમાં શબ્દો નથી. દેલવાડાના પાંચ મંદિર (૧) વિમલ વસહી જીન પ્રાસાદ :- ગૂજ૨ નરેશ ભીમદેવના મંત્રી શ્રી વિમલ શાહે ત્રણ દિવસ ઉપવાસ કરી અંબીકાદેવીની આરાધનાથી નિદિધટ જગામાં ચંપકવૃક્ષ નીચેથી શ્રી આદીશ્વર ભગવાનની મૂર્તિ કાઢી બતાવતાં આ અસલ જૈનનું તીર્થ હતું એવું નક્કી કરી આ પસંદ કરેલી જગાના બદલામાં બ્રાહ્યણાની માંગણી પ્રમાણે જગા ઉપર પથરાઈ રહે તેટલા સુવર્ણ સિક્કાઓ આપી જગ્યા ખરીદી. તેના ઉપર તે સમયના ૧૮ કરોડ ૫૩ લાખ રૂપિયા જેટલું અઢળક દ્રવ્ય ખચી મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનનું ભવ્ય રમણી ચૈત્ય બંધાવ્યું. પ્રતિષ્ઠા સંવત ૧૦૮૮ માં શ્રીધમષસૂરિના હાથે કરવામાં આવી. મૂળ પ્રગટ થયેલ શ્રીઆદીશ્વર ભગવાને જયાં પ્રગટ થયા ત્યાં જ છે જયારે મૂળ મંદિરમાં નવીન પ્રતિમા બિરાજે છે. મૂળ મૂતિ દિલને ડોલાવી આત્માને અનૂપમ શાંતિ આપે તેવી છે. આ મૂર્તિ પ્રભુ મહાવીરના સમયે જેટલી ૨૫૦૦ વર્ષની પ્રાચીન છે. બાજુમાં શ્રી અંબીકા દેવીની મૂતિ પણ છે, છતમાં અનેક પ્રકારની સુંદર મૂર્તિઓ કંડારેલી જોવાલાયક છે. (૨) લૂણસહી અને પ્રાસાદ -બહારથી સાદુ પણ અંદરથી અદ્દભુત કલાકારીગીરીવાળું બહુ સુંદર કારણભર્યું અને શિલ્પકળાથી ભરચક મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનનું આ ભવ્ય વિશાળ મંદિર ગુજરાતના રાજ વરધવલની મહામાત્ય મંત્રીઓ શ્રી વસ્તુપાલ તેજપાલ બંધુબેલડીએ તેઓના મોટાભાઈની સ્મૃતિમાં, શોભનદેવ નામને શિલ્પીના હાથે બંધાવેલું. આ મંદિરના રંગમંડપની ડાબી અને જમણી બાજુ ઉત્કૃષ્ટ કલાકારીગીરીથી ભરપુર કરણીવાળા દેરાણી-જેઠાણીના નામથી ઓળખાતા બે મોટા ગોખલાઓ છે જેના કારણું અજબગજબની છે. શ્રી રાજુલદેવીની મૂતિ, આરસની હસ્તીશાળા, એતિહાસિક કલાના કેતરકામ મંદિર બનાવવામાં તે સમયના રૂપિયા એક કરોડ એંશી લાખને ખર્ચ થયો છે. મૂળનાયક શ્રી નેમીનાથ ભગવાનની મૂતિ કસોટીના પાષાણુની છે અને એની પ્રતિષ્ઠા સંવત ૧૨૮૭ ના ફાગણ વદી ૩ ને રવિવાર નાગેન્દ્ર ગ૭ની આચાર્ય શ્રી વિજયસેનસૂરિના હાથે કરવામાં કરવામાં આવી હતી. વિમલસહીમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન અને લુણવસતીમાં મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાન બિરાજમાન હેવાથી બને સ્થાને અનુક્રમે શત્રુંજય અને ગિરિનાર તીર્વાવતાર માનવામાં આવે છે. લૂણુસહીની પાસે બીજી ચાર કે બનાવીને આ સ્થાનને બરાબર ઉજજયંત તીર્થની પ્રતિકૃતિ રૂપે સ્થાપેલ છે. () પિત્તલહર અને પ્રાસાદ -આ મંદિર ભીમાશાહે બંધાવ્યું છે. તે ભીમાશાહના મંદિરના નામથી ઓળખાય છે, ગુજરાતના સુલતાન મહમદ બેગડાના સમયમાં અમદાવાદના રહેવાસી મંત્રી સુંદર અને મંત્રી ગદાએ શ્રી આદીશ્વર ભગવાનની ૧૦૮ મણું ધાતુની મૂર્તિ બનાવી મૂળનાયક તરીકે સંવત ૧૫રપમાં પ્રતિષ્ઠા કરાવી ત્યારથી પિત્તલહર મંદિર નામે ઓળખાય છે. (૪) ખરતર વસહી (ચોમુખી) જીન પ્રાસાદઃ- શ્રી પાર્શ્વનાથ Jain Education Intemational Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy