SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ જેનરત્નચિંતામણી વિ.સં. ૧૯કરના મહા સુદી 2 શુક્રવારના રાત્રિના સમયે અહીં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. શહેર બહાર તેઓશ્રીના અકિનસંસ્કારની ભૂમિ પર પાદુકા મંદિર છે. અહીંથી માંડલ જવાય. માંડલમાં ૩૦૦ શ્રાવકેના ધરે છે. ૭ ઉપાશ્રય છે. પાંજરાપોળ, ધર્મશાળા આદિ સગવડ છે. કલેલ રહી સવારે ભોંયણી જતા હતા. ગામ બહાર કપડવંજ માણેકભાઈની ધર્મશાળા છે. પાલનપુર અમદાવાદથી દિલહી જતી મીટરગેજ લાઈનના મથક ઉપર આવેલું ગુજરાતનું બીજુ પ્રવેશદ્વાર ગણાતું પાલનપુર શહેર જેનેની વિશાળ વસતી ધરાવતું શહેર છે. મેગલ સમ્રાટ અકબર નરેશ પ્રતિબોધક જગદગુરૂ શ્રી વિજયહીરસૂરિશ્વરજી મહારાજની જન્મભૂમિ એ પ્રહાદનપુર–પાલનપુર છે. શહેરના મુખ્ય મંદિર શ્રી પ્રજ્હાદના પાર્શ્વનાથના દેરાસરમાં શ્રી જગજીંદ્ર સુરિજીના કાળમાં રે જ 1 મણ સોપારી અને એક મડો ૩૨ મણ ચોખા ભંડારમાં આવતા હતા. આ મંદિર ચંદ્રાવતીના પરમાર ધારાવર્ષીય પ્રહલાદન દેવે બંધાવ્યું હતું. આ નગર પણ તેમણે વસાવ્યું છે. આ દેરાસર આ પલ્લવીયા પાર્શ્વનાથના દેરાસર તરીકે પ્રસિદ્ધ છે. આ ત્રણ માળનું છે. આ પલવીયા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કેરટેગરછીયા આ. શ્રી કડકસૂરિજીના વરદ હસ્તે સં. ૧૨૭૪ના ફાગણ સુદી પ ના થયાને ઉલેખ મળે છે. આ મંદિર ભવ્ય, વિશાળ તથા રમણીય છે. આ શહેરમાં તદુપરાંત ત્રણ સુંદર દેરાસરે છે. આ દેરાસરે ભવ્ય તથા દર્શનીય છે. શહેરમાં ૫-૬ પાશાળામાં બોડિ ગ, લાઈબ્રેરી, તથા આયંબીલ ખાતુ, જ્ઞાન ભંડાર આદિ છે. શહેર બહાર દાદાવાડી છે. અમદાવાદથી ૧૬ માઈલ પર રેલ્વેનું જંકશન સ્ટેશન કલોલ છે. સ્ટેશનથી કલોલ ગામનું દેરાસર એક માઈલ લગભગ છે. સ્ટેશનથી જ વસતી શરૂ થાય છે. કલોલમાં શેઠ મનસુખભાઈના હસ્તકનું બંધાવેલું ચિંતામણી પાર્શ્વનાથનું નાનું પણ સુંદર દેરાસર છે. ધર્મશાળા પણ સારી છે. શ્રાવકોની વસ્તી લગભગ ૪૦-૫૦ ઘરની છે. પહેલાં અહીં સ્થાનકવાસીઓની વસ્તી હતી. પણ દિનપ્રતિદિન પરિચય વધતો ગયો તેમજ પૂવે પાદ. સ્વ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય નેમિસુરીશ્વરજી મહારાજશ્રીની શુભ પ્રેરણાથી સ્થાનકવાસી ભાઈઓ સહધર્મના સંગથી રંગાતા ગયા. ત્યારબાદ દેરાસર, ઉપાશ્રય આદિ ધર્મસ્થાને અહીં થયા. કલોલથી શેરીસા. તીર્થની યાત્રાએ જવા અહીં મેટર મળે છે. શેરીસા અહીંથી ૨ ગાઉ છે કલોલથી પશ્ચિમ ઉત્તર બાજુ કડી, ભેચણી, રાંતેજ, બહુચરાજી, શંખલપુર આદિ તીર્થસ્થળે આવેલાં છે. વચ્ચે કટોસણ આવે છે. કલોલથી પૂર્વ-દક્ષિણ વીજાપુર તરફથી રેલવે લાઈન જાય છે. આ ગામના ઉપાશ્રયે. જ્ઞાનશાળા, ગુરૂમંદિરે અનેક સંખ્યા 1 આવેલ છે. યાત્રા કરવા જેવા આ બધા ગામ છે. શંખ પર (કઠા નંબર-૧૧૭૪) ને ઈતિહાસ. | (તા. ચાણસ્મા–જી. મહેસાણા ) બેચરાજી સ્ટેશનથી ૧ માઇલ દૂર શંખલપુર નામે ગામ છે. શંખલપુર નામને શુદ્ધ કરવાના હેતુથી કેટલાક તેને “શંખલપુર પણ કહે છે. પરંતુ એ બને નામ ખરાં નથી. વસ્તુતઃ લખમણ પાટડી વીરમગામથી લગભગ ૯ ગાઉ દૂર આ શહેર આવેલું છે. શ્રાવકના લગભગ ૭૫ ધરે છે. બજારની વચ્ચે ઊંચી બાંધણીનું જૈન મંદિર શોભી રહ્યું છે. ત્રણ ઉપાશ્રયો તથા પાઠશાળા, કન્યાશાળા આદિ શિક્ષણ સંસ્થાઓ અહીં છે. મોટા દેરાસરજીની બાજુમાં પૂ. પાદ સકતાગમ રહસ્ય વેદી સ્વગીય આચાર્યદેવ શ્રી વિજયદાનસૂરિશ્વરજી મહારાજનું સમાધિ મંદિર છે. તેઓશ્રી નrry == Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy