________________
૩૨૬
જૈનરત્નચિંતામણિ
થી ૨૬ ફેબ્રુઆરી ૧૯૮૪ સુધી પ્રતિષ્ઠા મહોત્સવ ઉલાસથી જાય.
મૂળનાયક શ્રી નેમિનાથજીની પ્રતિમાજીને પ્રતિષ્ઠાને લાભ શ્રી રજનીકાન્ત મોહનલાલ કસ્તુરચંદ પરિવારે, શ્રી ઋષભદેવની પ્રતિષ્ઠાને લાભ આ દેરાસરના પ્રણેતા શ્રી મનસુખલાલ ધનજીભાઈ વોરા પરિવાર તથા શ્રી રતિલાલ ધનજીભાઈ વોરાએ અને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠાને લાભ શ્રી કેશવલાલ લધુભાઈ પરિવારે લીધો હતો.
આઠેક વર્ષ પહેલા પૂજ્ય આચાર્ય શ્રી કૈલાસસાગર સુરિજીએ એક પ્રસંગે કાલાવાડમાં દેરાસર ઉપાશ્રય બનાવવા શ્રી મનસુખલાલ ધનજીભાઈ વોરાને પ્રેરણું કરી, શ્રી મનસુખભાઈએ પોતાના વતન કાલાવાડમાં દેરાસર-ઉપાશ્રય બનાવવા માટેની પ્રેરણું ઝીલી લઈ, આ માટે તેમણે ઘીની બાધા લીધી.
કાલાવાડના દેરાસર માટે જામનગર સંધ, ચોપાટી જૈન સંધ, શ્રી સુદાન જૈન સંધ - આફ્રિકા વિગેરે સંઘ તરફથી મોટી રકમ જિનભક્તિ માટે મળેલ છે.
શ્રી દીપચંદભાઈ ગાડી વિગેરે મુંબઈ સંધના ભાઈ-બહેનો કાલાવાડ પધાર્યા ત્યારે ૧૦૧ કળશ માથે લઈ કુમારી બાળાઓએ 3 બહુ માન કરેલ અને તે પ્રસંગે ચારેક હજાર માનવ મેદની ઊમટી હતી.
મહત્સવની પૂર્ણાહુતિની સાંજે સન્માન સમારંભનું આયોજન શ્રી દીપચંદભાઈ ગાડીના પ્રમુખ સ્થાને રાખવામાં આવેલ. દેરાસર-
ઉપાશ્રયના પ્રણેતા શ્રી મનસુખભાઈ વોરાનું પણું બહુમાન કરી તેમની નિઃસ્વાર્થ સેવાઓને વધાવવામાં આવી હતી.
શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત;
ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ!
સૌરાષ્ટ્રને જૈન તીર્થોને પરિચય કર્યા બાદ હવે આપણે કચ્છના જૈન તીર્થોને પરિચય કરવા આગળ વધીશું. કચ્છ પ્રદેશ એટલે શક્તિ અને શાર્યને, ભક્તિ અને ભાવનાને, ત્યાગ અને સ્વાર્પણનો પ્રદેશ. યુગોથી અનેક આંધીઓ, તોફાને સામે હિમાલય શા અડગ ઊભેલા આ ખમીરવંતા પ્રદેશને ચરણસ્પર્શ કરવા જેવો છે. કચ્છનું ભાતીગળ જીવન અને આતિથ્ય, કચ્છી બોલીની મીઠાશ અને ભાવના માણવા જેવી ખરી. અહીં નાના નાના ગામમાં પણ વિશાળ દેવવિમાન જેવા જિનમંદિરે છે, ઉપાશ્રય અને પાઠશાળાઓ છે. આ ઉપરથી કચછના લોકોની (મદા ધાર્મિક વૃત્તિને જોઈ શકાય છે. આ અંગે હવે વિશેષ ટિ૫ણ ન કરતા આપણે કચ્છના એ જૈન તીર્થોને પરિચય કરવા સાનંદ આગળ વધીએ.
ભદ્રેશ્વર કચ્છમાં ગાંધીધામથી ૩૩ કિ. મી. ના અંતરે આવેલ આ વિશાળ તીર્થમાં પ્રવેશતા હૈયામાં આનંદની હેલી ચઢે છે. આ વિશાળ તીર્થમાં પ્રવેશના ચાર * તીર્થનું પ્રાચીન નામ ભદ્રાવતી હતું. વિક્રમની પહેલા લગભગ પાંચ સદી પૂર્વે અને ચરમ તીર્થંકર શ્રી મહાવીર પરમાત્માના નિર્વાણ પછી તેવીસમાં વર્ષે આ નગરીના ધનાઢ શ્રાવક દેવચં?
L$:
@
A
કાII
જૈન શિલ્પસ્થાપત્યમાં તેરણ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org