________________
જૈન તીર્થસ્થાનો-મંદિરો અને શિલ્પદર્શન
હ
ks
@
લn
25
ક –
મહાપ્રભાવશાલી-તીર્થાધિરાજ શ્રી શત્રુંજય
ભારતના તીર્થ સ્થાને-દેરાસરો-મંદિરો એ ભારતની સંસ્કૃતિનું એક ઉમદા પ્રેરણાબળ રહ્યું છે. જનજગતની પ્રાચીન અજોડ જાહોજલાલી અને અપૂર્વ આત્મવૈભવની પ્રતીતિ આજે આ ભવ્ય તીર્થસ્થાન કરાવી રહ્યા છે. એક એક તીર્થ અને મંદિરની પાછળ રહેલ ભવ્ય પ્રેરણાત્મક ઇતિહાસનું આપણે જો અવલોકનસ્મરણ કરીએ અને એ પ્રેરણાને જીવનમાં પચાવીએ તો જીવન ધન્ય બની જાય. તીર્થયાત્રાને મનુષ્યજન્મનું એક વિશિષ્ઠરૂપ માનવામાં આવ્યું છે. પૂજા, દયા, દાન, તીર્થયાત્રા, જપ, તપ, કૃતારાધના અને પરોપકાર એ મનુષ્યજન્મના આઠ ફળ છે. અર્થાત્ તીર્થયાત્રાની રજથી પ્રાણીઓ કર્મોરૂપી રજથી મુક્ત થાય છે, તીર્થોમાં ભમવાથી આ ભવમાં ભમવું પડતું નથી. તીર્થમાં દ્રવ્યનો વ્યય કરવાથી પ્રાણીઓ સ્થિર સંપદાવાળા થાય છે અને પ્રભુને પૂજવાથી તેઓ પણ પૂજનિક થાય છે.
Jain Education Interational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org