________________
શ્રી આમ, વલ્લભ, સમુદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર, પરમાર ક્ષત્રિદ્ધારક, જિન શાસનના પરમ પ્રભાવક, વર્તમાન ગચ્છાધિપતિ
પ. પૂ. આચાર્ય દેવ શ્રી વિજય દિન્નસૂરીશ્વરજી મહારાજ સાહેબ
gggggggggggggggggggggggg
વિશાળ ભવ્ય લલાટના સ્વામી, મહાપુરૂષેચિત પ્રભાવી વ્યક્તિત્વવાળા દિવ્ય પ્રકાશપુંજથી ઉગતા સૂર્ય જેવા, પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય ઈન્દ્રદીન્નસૂરીશ્વરજી મ. સા.ને જન્મ વિક્રમ સંવત ૧૯૮૦ કાર્તિક વદ ૯ના રોજ વડોદરાના સાલપુરા ગામમાં થયે.
યુગદષ્ટા પંજાબકેસરી પ. પૂ. વિજયવલ્લભસૂરીશ્વરજી મ. સા. સુખદ સાનિધ્ય એમની અન્તર્નિહિત સૌમ્યતા, પરમાર્થ પ્રેમ અને ચારિત્ર્યની ગરિમાને બમણુ કરનારૂ સિદ્ધ થયું.
એમણે માનવ માત્રને ઉદારતા અને સહિષ્ણુતાને સંદેશ પહોંચાડ્યો.
૫૦,૦૦૦ થી પણ વધુ જૈનેત્તર પરમાર ક્ષત્રિયાને ધામધૂમથી જૈન ધર્મ અંગીકાર કરાવે એટલું જ નહી પણ તેમાંથી કેટલાક તે જૈન મુનિ પણ બની ગયાં.
જૈન ધર્મની આ અભૂતપૂર્વ ઘટના જ એ બાબતની સાબિતી છે, કે એમના તેજસ્વી પ્રવચને કેટલા પ્રભાવશાળી અને ભટકતા-માર્ગ ભૂલેલાને સમાગે વાળનારા બની શક્યા છે.
એમના ચરણુકમળ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, હરીયાણા, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, જમ્મુ, કાશ્મીર, એમ જે જે સ્થળે એ પડે છે ત્યાં ત્યાં દિક્ષા મહેસ, અજન શલાકા પ્રતિષ્ઠાઓ; ઉપધાન તપે, યાત્રા સંઘે એમ અનેક ધાર્મિક કાર્યક્રમની ધૂમ મચે છે. સાધુ સમાજમાં અગ્રગણ્ય, પરમાર ક્ષત્રિયોદ્ધારક, ગચ્છાધિપતિ, પ. પૂ. આ. શ્રીમદ્ ઈન્દ્રન્નિસૂરીશ્વરજી મ. સા.ની દિનચર્યા, પ્રવચન, શૈલી, વાણી, મધુર વ્યવહાર વગેરે શ્રી સકલ સંઘ માટે શ્રદ્ધાસ્પદ અને ગૌરવપ્રદ છે.
ક
શ્રી પરમાર ક્ષત્રિય જૈન સેવા સમાજ-વડોદરાના સૌજન્યથી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org