________________
૩૩ ૬
જેનરત્નચિંતામણિ
ગયેલું. પ્રતિદિન સ્નાત્ર-અષ્ટપ્રકારી પૂજા, વ્યાખ્યાન શ્રવણ, પ્રતિક્રમણ આદિન પ્રતિદિનના અનિવાર્ય આરાધ્ય પ્રકારે હતા. તેમની ધર્મશ્રદ્ધા અડગ અને અવિચલ હતી.
ચિત્તારી-અઠ્ઠ-દસંદેય, ૧૫–૧૬ ભજું : વીસ સ્થાનક, શ્રી નવપદજીની નવ એલી વિધિસહિત અઠ્ઠમ આદિ નાની મોટી તપસ્યાતેના ઉજમણા-ઉત્સવ આદિ પણ કર્યા કરાવ્યા હતા. પાલીતાણમાં ચોમાસુ તથા નવાણુ ત્રાયા પણ અપૂર્વભાવે વર્ષોલ્લાસપૂર્વક કરી હતી. આમ તેમણે ઉભય પક્ષને ધમવાર સાચવ્યો અને પરિવારમાં વિસ્તાર્યો હતો.
ટ્રસ્ટી છે. ડાયમન્ડ મરચન્ટ એશોસીએશનના પેટ્રન છે. મુંબઈની શકુન્તલા હાઈસ્કૂલના પેટ્રન છે. પાલીતાણા બાળાશ્રમ તેમજ મહુવા બાળાશ્રમના પણ પેટ્રન છે. ડાયમંડ એક્ષપર્ટ એશોસીએશનમાં કમિટી મેમ્બર છે. જેમ્સ એન્ડ જવેલરી કાઉન્સીલ કમીટીમાં મેમ્બર છે. એમના દાદા જેઠાભાઈ નાનચંદ જવેરી ચેરીટેબલ ટ્રસ્ટને રૂા. સાત લાખનું મબલખ દાન આપી ધન્ય બન્યા છે.
મહેનત, શ્રદ્ધા અને આત્મવિશ્વાસના જોરે વિવિધ ક્ષેત્રોને ચેતનવંતા કરનાર શ્રી સારાભાઈએ વિશિષ્ટ વહીવટી તાકાત અને દીર્ધદષ્ટિને લીધે એ ક્ષેત્રમાં કુશળતા પ્રાપ્ત કરી છે. શ્રી સારાભાઈનું સમગ્ર કુટુંબ આપણું ગુજરાતીઓમાં ૨નસમું છે.
શ્રી સારાભાઈ લખમીચંદ જવેરી પ્રબળ માનસિક શક્તિ-બુદ્ધિ ચાતુર્યતા અને કર્તૃત્વ શક્તિ કામની ક્રિયાશીલતા દ્વારા નામ જેવા ગુણ કેળવનાર શ્રી સારાભાઈ લખમીચંદ જવેરીનો જન્મ ૧૯-૯-૧૮ ને શુભદિને સુખી કુટુંબમાં થયો હતો. સિદ્ધિના અસામાન્ય શિખરો પ્રાપ્ત કરવામાં તેમની કર્તવ્ય નિષ્ઠતા, સાવના અને તપને આભારી છે.
મુંબઈમાં મેટ્રીક સુધીનો અભ્યાસ કરી ૧૬ વર્ષની નાની ઉંમરે વ્યવસાય ધંધામાં જોડાયા-પિતાને મોતીને ધંધામાં તાલીમ લઈ ભાઈઓ સાથે સ્વતંત્ર રીતે હીરાને ધંધો શરૂ કરી ધીરે ધીરે એક પ્રતિષ્ઠિત નામાંકિત જવેરી તરીકે નામના મેળવી. પરદેશોમાં તેમની ફિ પણ છે.
ધંધાથે તેઓ ઘણી વખત પરદેશના પ્રવાસે જાય છે. તેમની દેખરેખ અને રાહબરી પ્રસંશનીય છે. બીજા વેપારીઓ પણ તેમની સલાહ અને માર્ગદર્શનને અનુસરે છે. શ્રમ સાધના અને ઉત્કટ જીજ્ઞાસાના અવિરત જલસીંચન વડે પિતાની વિરલ બુદ્ધિ પ્રતિભાને ફલદાયીની બનાવીને તેઓશ્રીએ સમાજમાં પણ આગવું સ્થાન શોભાવ્યું છે.
વતન બનાસકાંઠામાં લેકકલ્યાણના અનેક વિકાસાત્મક કાર્યો કરી પિતાનો વતન પ્રેમ બતાવ્યું છે. ગઢ-બનાસકાંઠામાં કન્યાશાળા હાઈસ્કૂલ તથા લાયબ્રેરી દવાખાનું કે જે હાલમાં હોસ્પિટલમાં ફેરવવામાં આવે છે. તે તથા એમના પિતાશ્રીને નામે પાલનપુરમાં જેન બેકિંગ પણ ચાલે છે. આમ શિક્ષણક્ષેત્રે તેમજ તબીબી ક્ષેત્રે એમણે ઘણું કરી માનવતાની સુવાસ ફેલાવી છે. પિતાનાં પિતાશ્રીના સ્મરણાર્થે લમીચંદ જેઠાભાઈ હાઈસ્કૂલ એમના કાકાના નામે ત્રિભોવનદાસ જેઠાભાઈ બોયઝ સ્કૂલો બંધાવી છે. એમના કાકી મણુબહેન ત્રિભુવનદાસના સ્મરણાર્થે ગટર્સ સ્કુલ બંધાવી છે. એમના પિતાશ્રીને નામે પુસ્તકાલય તેમજ પાલણપુરમાં જૈન બોડિગ ચલાવી ઘણું પુણ્ય કમાયા છે. શ્રી સારાભાઈ અનેક સંસ્થાઓના ટ્રસ્ટી છે. તેમજ પ્રાણસમાં છે. મહાવીર વિદ્યાલય ગોવાળીયા ટંકમાં પેટ્રન છે. મોતી ધર્મકાટામાં
શ્રી સુધાકરભાઈ એસ. શાહ સાહસવીરની ગણતી ભૂમિ કરછ (નળિયા)માં ૧૯૦૧માં તેમને જન્મ થયો. ધમ સંસ્કારનાં સુંદર વાતાવરણ વચ્ચે તેમને ઉછેર થયો. પાલીતાણું અને ભાવનગરમાં તેમનો અભ્યાસ અને જીવનઘડતર થયું. ૧૯૧૪માં મુંબઈમાં તેમના કાકા શ્રી કુંવરજીભાઈએ હાર્ડવેરનો વેપાર શરૂ કર્યો. પણ ૧૯૨૧માં આડત્રીશ વર્ષની ઉંમરે કુંવરજીભાઈનું અવસાન થયું. કુંવરજીભાઈના અવસાન બાદ કુંવરજી દેવશી એન્ડ કુ ને વહીવટ તેમના ભત્રીજા શ્રી સુધાકરભાઈ તથા શ્રી સુમતિચંદ્રભાઈએ સંભાળ્યો. આ સમયે પ્રથમ વિશ્વયુદ્ધને અંત આવ્યો હતો. વ્યાપારઉદ્યોગ ક્ષેત્રે મોટી મંદી પ્રવર્તતી હતી. શ્રી સુધાકરભાઈને ગ્રામ્યજીવન વધુ પસંદ હેવાથી મુંબઈને વહીવટ શ્રી સુમતિચંદ્રભાઈને સોંપી મઢડાની ખેતીવાડી શ્રી સુધાકરભાઈએ સંભાળી. મઢડાના ગ્રામ્યજીવન દરમિયાન જનિંગ ફેક્ટરી અને એઈલમિલનું પણ સફળતાપૂર્વક સંચાલન કર્યું. ૧૯૪૩માં મઢડામાં બેબીન ફેક્ટરી પણ ચાલુ કરી જે આજે પણ ચલુ છે. આ બેબીન ફેકટરીને સદ્ધર પાયા પર લાવવામાં તેમને યશસ્વી ફાળો છે. આ બેબીન ફેકટરી ભારત અને ભારત બહારના પંદરેક દેશને માલ એકસપર્ટ કરે છે. તે પછી ભાવનગરમાં પણ આ ધંધાના શ્રી ગણેશ કર્યા આ જ કામમાં તેમના છ સુપુત્રો ધંધાનું સફળ સંચાલન કરી રહ્યા છે. પૂજ્ય શિવજીબાપાએ પ્રગટાવેલી સેવાજીવનની જ્યોતને જલતી રાખવામાં પણ તેમના વારસદાર શ્રી સુધારભાઈને બહુમૂલ્ય ફાળો રહ્યો છે. સામાજિક સંસ્થાઓ તરફને આ કુટુંબને પ્રેમ અને સક્રિય સહકાર દરિદ્રનારાયણ તરફને ભક્તિભાવ પ્રગટ કરે છે. શ્રી સુધાકરભાઈના સુપુત્ર વિરેન્દ્રકુમારભાઈ, શ્રી હેમેન્દ્રભાઈ તથા શ્રી ઉપેન્દ્રભાઈ શ્રી મહેન્દ્રકુમારભાઈ ખૂબ જ સંસ્કારી અને કેળવાયેલા છે. શ્રી વિરેન્દ્રકુમારભાઈ ધંધાથે ભારતમાં બધે જ ફર્યા છે. નિયમિત દેવદર્શન અને ધમ ઉપરની અપાર શ્રદ્ધા જોવા મળે છે. દેશ અને પરદેશમાં બધે જ વિરેન્દ્રભાઈની કીર્તિ પ્રસરેલી છે.
Jain Education Intemational
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org