SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1273
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ-૨ ૩૨૩ ત્રણ વર્ષ સુધી સમાજને મંત્રી, ખજાનચી તરીકે, ઉપરાંત ચાર વરસ સુધી પ્રમુખ તરીકે તેમ જ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે તેમણે વખતોવખત અગત્યની જવાબદારીનાં સ્થાન સંભાળ્યા છે. અને દરેક સ્થાને ઉપરથી તેઓશ્રીએ નોંધપાત્ર સેવાઓ આપી છે અને એ સેવાઓ ચિરસ્મરણીય રહેશે. હમણું તેઓ હા. વિ. એ સમાજના ટ્રસ્ટી છે અને ઓશિ. રાહત સંઘના પ્રમુખ તરીકે ફરી ચૂંટારા છે. હાલમાં ભીવંડી ખાતે સંધ તરફથી હાઈસ્કૂલ સ્થાપવાને અગત્યનો નિર્ણય લેવાયો છે. અને તે રીતનું આયોજન સમિતિના તેઓશ્રી સભ્ય છે અને આ કાર્ય વેગપૂર્વક આગળ ધપાવી રહ્યા છે. શ્રી ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંધને તેઓશ્રી પ્રમુખ છે. અને મેનેજિંગ ટ્રસ્ટી છે. ઘાટકેપરમાં નવરેજ લેનમાં જિનમંદિરના નિર્માણમાં એમને બાંધકામ સમિતિના કવીરનર તરીકને મહત્ત્વપૂર્ણ એવો આ હિસે છે. તાજેતર નવરજ લેનમાં નૂતન ઉપાશ્રયનું બાંધકામ તેમની જાત દેખરેખ હેઠળ શરૂ કરવામાં આવેલ છે. શ્રી રતિલાલ સી. કોઠારી શ્રી મુંબઈ જૈન યુવક સંધની એક પાયાની વ્યક્તિ, (સંધના સ્થાપકમાંના એક) સમગ્ર જૈન સમાજના સન્નિષ્ઠ કાર્યકર, જાણીતા સમાજસેવક અને બળવાખોર સુધારક શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારીનું મુંબઈમાં તા-૧૭–૧૦-૮૪ના રોજ ૩૯ વર્ષની વયે તેમના નિવાસસ્થાને દુઃખદ અવસાન થયું. જૈન સમાજે એક આદરણીય વ્યક્તિ ગુમાવી. બાળપણથી જ તેમનામાં સેવાવૃત્તિ હતી. એટલે તેઓ રાષ્ટ્રીય ચળવળમાં જોડાયા હતા. અને રાષ્ટ્રના ઉચ્ચ સ્તરના નેતાઓ શ્રી એસ. કે પાટીલ, સરદાર વલ્લભભાઈ પટેલ વ. સાથે કાર્ય કર્યું હતું. ભૂગર્ભમાં રહીને રાષ્ટ્રીય ચળવળને મૂલ્યવાન ટેકો આપ્યો હતો. તેમના વતન પાલણપુરમાં પણ રાષ્ટ્રીય લડતમાં મોખરાના સ્થાને રહી કાર્ય કર્યું એટલે એ બનાસકાંઠા પ્રદેશમાં તેમને સરદારનું બિરુદ મળ્યું હતું. આ રીતે તેઓ મોખરાના રાષ્ટ્રીય સેવક હતા. - મુંબઈની શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને શ્રી સંયુક્ત જન વિદ્યાથીગૃહ જેવી કેળવણીની સંસ્થાઓમાં વર્ષો સુધી હોદ્દા પર રહી તેમણે દાખલારૂપ સેવા બજાવી હતી. શ્રી રાયચંદ ગુલાબચંદ (અછારીવાલા) દેવગુરુ ધર્મ પ્રત્યે અસાધારણ શ્રદ્ધા ધરાવનાર ધર્માનુરાગી શ્રી રાયચંદભાઇ છારીના વતની છે. ધંધામાં કમાયા, જે રાંપત્તિને વિદ્યાદાનમાં અને ધર્મના કામમાં ઉપયોગ કર્યો. વાપીમાં તેમના તરફથી એક હાઈસ્કૂલ ચાલે છે. આ છારીમાં પણ હાઈકુલમાં મેટું દાન આપેલ છે. અછારી અને ગુજરાતની ઘણી જૈન સંસ્થા ઓને તેમણે આર્થિક પ્રોત્સાહન આપ્યું છે. પાલિતાણા જૈન આગમ મંદિરના દ્રષ્ટી તરીકે ઘણી સારી ઉમદાસેવા બજાવી છે. બેરડીમાં પિતાના નામે એક બેડિ"ગ ચાલે છે. મોટા જમીનદાર હોવા છતાં ત્યાગ અને સમર્પણની યશગાથા ઊભી કરવામાં વિશેષ પ્રયત્નશીલ રહ્યા છે. સમેત શિખરમાં મોટી રકમનું દાન કર્યું છે. પિતાની દેખરેખ નીચે ત્યાંને જિર્ણોદ્ધાર કરાવ્યો છે. જાતેજ પરિશ્રમ લઈને આખાયે પ્રસંગને આનંદ મંગળથી ઉકેલ્યો. સુરત આવમ મંદિર પાલિતાણા તથા બીજા અન્ય સ્થળોએ ધાર્મિક ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે મૂલ્યવાન સેવા આપી રહ્યા છે. વાપીમાં યુવક મંડળ દ્વારા પાઠશાળાઓ ચાલે છે. તેમાં પણ તેમની સેવાની સુવાસ પ્રસરાવી છે. પિતાની હયાતીમાં જ થઈ શકે તે દાન કરી છૂટવું એવી પ્રબળ ભાવના ધરાવનાર આવા પ્રતિભા સંપન્ન વ્યક્તિ જૈન સમાજનું ગૌરવશાળી રત્ન ગણી શકાય. જેન વેતાંબર કોન્ફરન્સમાં પણ ઘણાં વર્ષો સુધી કારોબારી મેમ્બર તરીકે રહ્યા હતા. વલસાડમાં શ્રી નૂતન કેળવણી મંડળ જે સંસ્થા ઘણું જ કોલેજો ચલાવે છે. તેમના પણ ઘણા ટાઈમ અને સ્થાપક ટ્રસ્ટી હતા. અછારી સંઘનું દહેરાસર બંધાવી ગામને સમર્પણ કર્યું. શ્રી રતિલાલ મલકચંદ ભણશાલી પાલનપુર વાસીઓએ ઝવેરાતના ધંધો વિકસાવવામાં પિતાની બુદ્ધિ પ્રતિભા અને દીર્ધદષ્ટિના ખરેખર દર્શન કરાવ્યા છે. ઝવેરાતના ધંધામાં પડેલા શ્રી રતિભાઈ પણ ઉત્તર ગુજરાત તરફના પાલનપુરના વતની. પાલનપુરમાં તેમના પિતાશ્રીને કરિયાણાને વ્યાપાર અને તે વખતે નવાબ સાથેના સંબંધે ઘણું જ સારા. મહાજન તરીકે તેના પરિવારનું રાજયમાં સારું એવું માનપાન. પણ પછી ચારેક દાયકા પહેલાં મુંબઈમાં તેમનું આગમન થયું અને ડાયમન્ડના ધંધામાં સારી પ્રગતિ કરી. તેમને બંધુ યુરોપમાં અભ્યાસથે ગયેલા, જેઓએ ડં. ભણશાલી તરીકે પછી મુંબઈમાં સારી નામના મેળવી. કૈ ભણશાલી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માનવ સેવાની વિશિષ્ટ પ્રવૃત્તિઓ ચાલે છે. મુંબઈની હરકીશન હેસ્પિટલમાં ડોક્ટરના નામનું કીડની ડાયાલીસીસ યુનીટ ચાલે છે. આમ સમાજમાંથી ભારે મોટી રકમ એકઠી કરીને આ કામને માટે આપ્યા છે. શ્રી રતિભાઈ પોતે મૂંગી સેવાની ભાવનાવાળા. શિયાળામાં ગરીબ માણસને ધાબળા ઓઢાડવાનું પાયાનું કામ, સંજીવની ટ્રસ્ટ દ્વારા કપડાં એકઠા કરી દુષ્કાળ પીડિત-લોકેને પહોંચાડવામાં સક્રિય રસ લેતા રહ્યા છે. આખું આફ્રિકા ફરી વળ્યા છે. ભારતમાં બધે જ ફર્યા છે. મુંબઈમાં દરિયામહેલ જૈન મંડળમાં પાઠશાળાનું સંચાલન વ્યવસ્થિત રીતે ચાલે તેમાં પૂરે રસ દાખવે છે. માનવ સેવાની ધગશવાળા શ્રી રતિભાઈ ખૂબ જ ગુલાબી સ્વભાવના છે. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy