SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1258
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ જેનરત્નચિંતામણિ તેની પ્રગતિ અને પ્રચારમાં સમગ્ર જીવન અર્પણ કરવાની સાથે- સાથ રોગીઓની સેવાશુબષા તથા સહાયતા માટે જેઓ હમેશાં તત્પર રહેતાં એવા સદ્ગત મહાનુભાવ શ્રી નગીનદાસ છગનલાલ શાહ સમા સમર્થ પિતાશ્રીની વિરલ એવી વિચારસરણીને અનુસરી જીવન ધન્ય બનાવી જનાર સગત શેઠ શ્રી ભોગીલાલભાઈ ઉંઝા ફાર્મસી દ્વારા આયુર્વેદના વિશાળ પટ ઉપર બાળા વિવિયને મબલખ ફાળો આપીને નિષ્ઠાભરી ઉપાસના વડે વિશાળ જન સમાજમાં આરોગ્યને સાવ સમૃદ્ધ કરવાની પ્રવૃત્તિમાં ભવ્ય પુરુષાર્થ સાધી ગયા છે. સને ૧૮૯૪ માં એમના પિતાશ્રી નગીનદાસ છગનલાલ શાહે ઉત્તર ગુજરાતમાં ઉંઝા ખાતે ઉંઝા ફાર્મસીની સ્થાપના કરી હતી. તેના સંચાલનમાં લગભગ પાંચ દાયકા સુધી સંકળાયેલા રહીને સદ્ગત શ્રી ભોગીલાલ ભાઈએ મહા અપૂર્વ ફાળે આપ્યો હતા. તેઓશ્રીએ ઉંઝા ફાર્મસી દ્વારા લગભગ ૧૧૦૦ પ્રકારની વિવિધ દવાઓના ઉત્પાદનને સાકાર કરી સારી એવી નામના હાંસલ કરી હતી. ઉંઝા ફાર્મસીની ઉજજવલ પ્રગતિ માટે ઉંઝા શહેર જ નહિ પરંતુ સમગ્ર ગુજરાત ગૌરવ લઈ શકે તેવું ઘડતર કરવામાં તેઓશ્રી સફળ થયા હતા. તેઓશ્રી જીવનભર શ્રીમદ્ રામચંદ્રના પરમ ગુણાનુરાગી રહ્યા હતા. સુપુત્રી શ્રી મહેશભાઈ, શ્રી જશવંતભાઈ તથા શ્રી સિધ્ધાર્થ ભાઈને મૂકી તેઓશ્રીએ તા. ૨૦-૩–૭૫ ને દિને આ જગતની ચિર વિદાય લીધી. તેઓશ્રીના પુનિત આત્માને ઈશ્વર અનંત શાંતિનું અમૃત બક્ષે એવી શ્રદ્ધાંજલિ અપીએ છીએ. “શિક્ષણ પ્રત્રિકા,” વગેરેનો સમાવેશ થાય છે. વળી અન્ય અનેકવિધ પ્રકાશને દ્વારા પણ એમણે સંખ્યાબંધ વાર્તાઓ અને લેખા આલેખ્યાં હતાં. - સ્વ. શ્રી મનસુખભાઈ મહેતાની સાહિત્ય સાધના માત્ર જૈનધર્મ કે સમાજ પૂરતી છ મર્યાદિત ન હતી, પરંતુ એ વ્યાપક માનવ ધર્મ પ્રેરિત પણ હતી.” આપણે સૌ સાચા માનવી બનીએ” ને સૂર પ્રધાનપણે એમની સાહિત્ય કૃતિઓમાં વનિત થતા હતો, એટલે એમની કૃતિઓ સૌ કોઈને માટે સત્ય, સદાચાર, શીલ, સાધના, પ્રામાણિકતા, અને તપની પ્રેરક હેઈ, સ્વાભાવિક પણે જ અમૃતના આચમન જેટલી પાવનકારી અને કલ્યાણકારી બની રહી છે. શ્રી મણિલાલ સુંદરજી કાપડીયા. એંશી વર્ષના જીવનકાળ દરમિયાન સંસારની અસારતાને પામી ગયેલા શ્રી મણિલાલ સુંદરજી કાપડીયા મૂળ પિોરબંદરના વતની હતા. તેમણે ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે નાના મોટા અનેક દાન અને ફંડફાળાઓમાં ઉદાર હાથે સખાવત કરીને કમ ખપાવ્યા છે. તેમને સત્કાર્યો કરવાની પ્રેરણા અને આશીર્વાદ પૂ. આ. શ્રી રામસૂરિ મ.સા. તથા અભ્યદય–સાગરજી મ.સા. તરફથી મળ્યા હતા. પાલમાં નાણાવટી હેસ્પિટલમાં તથા હરકિસન હોસ્પિટલમાં પણ તેમના દાન છે. જૈન આગમગ્રંથનું તેમનું ઊંડું અને વિશાળ વાંચન તેમણે જીવનમાં પણ ઉતાર્યું છે. સવારે પ્રતિક્રમણ અને દસ વાગ્યા સુધી દર્શનાદિ નિત્યક્રમ કરીને પછી જ બીજે વ્યવહાર હાથ લેતાં. શ્રાવક તરીકેની એમની નિષ્ઠાને કારણે જ તેઓ મન, વચન અને કર્મથી સ્થિતપ્રજ્ઞની જેમ જીવ્યા. આ પુણ્યશાળી આત્માની કમાઈનો પૈસો પણ પુણ્યને છે; બીજા શબ્દોમાં કહીએ તે દેવી સંપત્તિ છે. વળી કહેવાય છે કે પૈસો એવાને જ મળે છે જેઓ વાપરી જાણે છે. શ્રી મણિલાલભાઈ પણ જેમ જેમ પૈસો આવતો ગયો તેમ તેમ ગરીબમાં વહેચતા ગયા. મહેસાણાના શ્રીમંધર દેરાસરમાં, સંખેશ્વરના આગમમંદિરમાં એમનું પ્રદાન રહ્યું છે. આંગીને અદ્ભુત આનંદ એમણે આત્મસાત કર્યો હતો. પ્રભુજીની આંગી કરતા કરતા ઘણીવખત ભાવવિભોર બની રડી પડતા. સ્વ. પૂ. માતુશ્રી મણિબહેન બેચરદાસ સ્વ. મણિબહેનનું સમગ્ર જીવન ધમપરાયણ રહ્યું હતું અને તેમણે નાની મોટી અનેક તપશ્વર્યા અને વતા દ્વારા કર્મો : ખપાવ્યા હતા. શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા વાર્તાસજ કે અને શબ્દશિલ્પીઓમાં સદ્ગત શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા શીલ, સંસ્કાર, સંયમ, તપ અને સેવાના સુમેળને અક્ષરદેહ અર્પનાર વાર્તાલેખક તરીકે માત્ર સાહિત્યક્ષેત્રમાં જ નહિ, પરંતુ જૈનધર્મ અને સમાજમાં પણ યશોજજવલ પ્રતિષ્ઠાના અધિકારી બની ગયા છે. સ્વ. શ્રી મનસુખભાઈ મહેતા કેવળ સાહિત્ય સર્જક કે જીવનના સાધક જ ન હતા પરંતુ વ્યવહારકુશળ અને કર્તવ્યનિષ્ઠ એવા આજીવન કર્મયોગી હતા. તેઓ ધર્મિષ્ઠા હોવા છતાં ધાર્મિક જડતા અને અંધશ્રધ્ધાથી પર હોવાના કારણે, સાધુ અને સંતોના ઉપદેશને હૈયાના ઊંડાણમાં ઉતારી એની ચિકિત્સા કરનાર એક વિચક્ષણ વિચારક પણ હતા, જેના ફલસ્વરૂપ તેઓનું સમગ્રજીવન નમ્રતાથી ઓપતી વિદ્વતા, આત્મસંયમ અને અધ્યાત્મલક્ષી ધર્મપરાયણતાથી સભર બન્યું હતું. વાણી, વિચાર અને વર્તનની એકાત્મતા સાથે સુમેળ સાધતી સાહિત્યોપાસના દ્વારા એમણે સમાજને અનેકવિધ સાહિત્યના સર્જનની નોંધપાત્ર પ્રમાણમાં ભેટ આપી છે, જેમાં ગણનાપાત્ર લેખી શકાય એવા સામાયિકે “જૈન” “આત્માનંદ પ્રકાશ” Jain Education Intenational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy