SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1245
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ ફક કર ” એ સૂત્રમાં તેમને ભારે શ્રદ્ધા હતી અને ચડતી પડતી તેમજ સુખ દુઃખના અનેક પ્રસંગે માં આ સૂરને યાદ કરી અતિ આનંદ કે અતિ શેકની લાગણીથી મુક્ત રહી સ્થિતપ્રજ્ઞની માફક સ્થિર રહેતા. સામયિક, વ્યાખ્યાન, શ્રવણ સાધુઓ પ્રત્યે ભક્તિ તેમજ અન્ય ક્રિયાકાંડમાં તેઓ હંમેશાં તત્પર રહેતા. તેમના સુપુત્ર દેવેન્દ્રભાઇ તથા સુરેશભાઈને આવા પરમ પિતાને વિયોગ અહેવા તેમજ પિતાને પગલે ચાલવા શક્તિ અને પ્રેરણા આપે એજ અભ્યર્થના. શ્રી નંદલાલ રૂપચંદ શાહ સેવામૂર્તિ, રાષ્ટ્રપ્રેમી શ્રી વીરચંદભાઈના બડભાગી કુટુંબમાં શ્રી રૂપચંદભાઈને ત્યાં ઈ. સ. ૧૮૧ માં વીરનગર ખાતે નંદલાલભાઈ જન્મ થયો હતો. નંદલાલભાઇએ ભાવનગર દક્ષિણામૂર્તિ, પાલીતાણુ બાલાશ્રમ અને લીંબડી વિદ્યાથીગૃહમાં રહીને અભ્યાસ કર્યો. ૧૯૩૦ની સ્વાતંત્ર્યની લડતમાં સારે ભાગ લીધે હતા વ્યાયામ, રમતગમત અને તરવાને શોખ હતો. વીસ વર્ષની યુવાન વયે ગોંડલમાં સાબુનું કારખાનું શરૂ કર્યું તેમાં સારી સફળતા મેળવી. ૧૨ ૪૭માં વ્યાપાર અર્થે કરાંચી ગયા, ત્યાં પણ સેવાક્ષેત્રે નેધપાત્ર કામ કર્યું. મિત્રો અને શુભેરછકારણે ત્યાં તેમનું સનમાન કર્યું હતું. ગોડલમાં હરિજન સેવક–સમાજને મંત્રીપદે રહી તેમણે નોંધપાત્ર સેવા કરી હતી. ૧૯૪૮માં કરાંચી છડી મુંબઈ આવ્યા અને ઉદ્યોગપતિ થવાનાં સોણલાં સિદ્ધ કરવા તેઓ કેલિંક ઈન્ડસ્ટ્રીઅલ એન્િજનિયર્સમાં મેનેજિંગ પાર્ટનર તરીકે જોડાયા અને આજે ઉદ્યોગ ક્ષેત્રે દેશના વિકાસમાં પ્રશંસનીય ફાળો આપી રહ્યા છે. તેઓ દસ-બાર વર્ષ માટુંગા જૈન સ્વયંસેવક મંડળના પ્રમુખ સ્થાને રહ્યા. શ્રી અમરેલી જૈન વિદ્યાથીગૃહના વિકાસ પ્રથનમાં તેઓશ્રીને મહત્ત્વનો ફાળો છે. અને તેમના શુભ હસ્તે સંસ્થાના મકાનનું શિલારોપણ થયું છે. શ્રી વીરચંદ પાનાચંદ કુટુંબ પત્રિકામાં તેમનાં લખાણે રસપ્રદ, બેધક અને કુટુંબવાત્સલ્યભર્યા હતા. વીરનગરમાં તેમના પરમ પૂજ્ય પિતાશ્રીના સારણાથે પોતાના પિતાનું નામ જોડી ભવ્ય છાત્રાલય શરૂ કરવામાં આવ્યું છે. હોસ્પિટલ અને છાત્રાલયમાં તેમના કુટુંબ સાથે તેમને મેટા ફાળે છે. તેમના પૂ. માતુશ્રીની ઈચ્છા પિતાની રકમ મોસાળમાં (દેવગામમાં) વાપરી સ્કૂલ બનાવવાની હતી. તે સ્કૂલનું ખાતમુદ્રત શ્રી નંદલાલભાઈના વરદ હસ્તે ૧૯૬૭માં થયું હતું. | શ્રી નંદલાલભાઈના પત્ની શ્રીમતી ધીરજબહેન અત્યંત ધમનિષ્ઠ અને સેવાભાવી છે. જુહુને તેમને “નંદનવન' બંગલે એ પણ અનેક અતિથિઓના સત્યાગ્રહ જેવું છે. શ્રીમતી ધીરજબહેન “ન મહિલા મંડળ જુહુ 'ના તેઓ પ્રમુખ છે. આજે તેઓ ઘણી સંસ્થાઓમાં અને એસેસિયેશનમાં ટ્રસ્ટીપદે કે મેનેજિંગ કમિટીમાં છે. જુહુ જૈનસંધના તેઓ આગેવાન છે. ધંધાકીય ક્ષેત્રે બીજા ઉદ્યોગો સ્થાપ્યા છે તેમ જ વ્યાપાર ઉદ્યોગ સાથે સાહિત્ય, સંગીત અને ધાર્મિક અભ્યાસમાં ખૂબ રસ ચે છે. શ્રી નીમચંદ ઠાકરશીભાઈ ગુજરાત જૈન સમાજ પોતાનાં દાનવીર રની પરગજુવૃત્તિ અને દાનશીલતાને લઈ ગૌરવ અનુભવે છે તેવા દાનવીર મહાનુભાવોમાં શ્રી નીમચંદભા'- તે પણ મૂકી શકાય. સૌરાષ્ટ્રમાં આવેલા ચોટીલાના વતનો, સામાન્ય અભ્યાસ, પણ હવાઉકલત અને વ્યવહારકુશળતાને લઈ નાની વયમાં જ ધંધાથે કલકત્તા પ્રયાણ કર્યું. ભારે પરિશ્રમ અને પુરુષાર્થ દ્વારા ધંધાને વિક સાવ્યો, ધંધામાં બે પૈસા કમાયા અને ઘણી સંસ્થાઓમાં ગુપ્તદાનથી સેવા આપી. ચેટીલામાં કસ્તુરબા નીમચંદ દવાખાનું આ કુટુંબની દેણગીને આભારી છે. ફનીચર અને સાધન સરામ સાથેનું આ દવાખાનું ગરીબ લે કાને આશીર્વાદ રૂપ થઈ પડયું છે. ચોટીલા સ્મશાનમાં મોંઘીબા વિસામે, મેઘીબાઈ સ્કૂલમાં એકરૂમ, પાંજરાપોળમાં પ્રસંગોપાત મદદ, ગરીબ કુટુંબોને પ્રસંગોપાત અનાજ કપડાં અને ખાનગી મદદ, શિયાળામાં લોકોને ઠ’ીથી રક્ષણ આપવા બ્લેટ વગેરેની મદદ, બિહાર રાહતફંડ તથા એવા અનેક ફંડફાળામાં આ કુટુંબનું યશસ્વી પ્રદાન રહ્યું છે. આ કુટુંબમાં અગ્રણીઓ શ્રી નટવરલાલભાઈ શ્રી સુમનભાઈ, શ્રી જયંતિભાઈ વગેરે એ શ્રી નીમચંદભાઈનો વારસો જાળવી રાખે છે. આ કુટુંબના અગ્રણી શ્રી જયંતિભાઈ જેઓ મુંબઈમાં સુમનલાલ નીમચંદની પેઢીનું સંચાલન કરી રહ્યા છે, સામાજિક સંસ્થાઓને આજે પણ તેમની હૂંફ, પ્રેરણા અને સહાનુભૂતિ મળતાં રહ્યા છે. તેમના દાયકે અમે મનોમન વંદન કર્યા વિના રહી શકતા નથી. શ્રી નંદલાલ પરમાણંદદાસ વોરા જન્મભૂમિ ગારીયાધાર. ગુરુકુળ પાલીતાણામાં કેમર્સ મેટ્રીકનો અભ્યાસ કરી એસ. એસ. સી. થયા પછી શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં રહી. બી. કોમ. થયા. ગુરુકુળમાં તેઓ તેજસ્વી વિદ્યાથી ગણાતા. ગુરૂકુળની વિવિધ વિકાસ પ્રવૃત્તિઓમાં પણ તેઓ સા રે એ રસ લેતા હતા. મુંબઈમાં તેમણે કુશાગ્ર બુદ્ધિથી રસ રસાયણને કામની શરૂઆત મે. સતીષ ટ્રેડીંગ કુ. થી કરી. યશસ્વી બન્યા. અને ડાઈઝ અને કેલ્સિમાં તેઓ Jain Education International Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy