SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1237
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ સંગ્રહગ્રંથ-૨ ૨૮૭ ભાઈ એક સારા સમાજસેવક પણ છે. સમાજોપયોગી એવી અનેક સંસ્થાઓને પોતાની કારકિર્દીમાં ચશકલગી ઉમેરતા રહ્યા છે. શ્રી ધીરજલાલભાઈ એક નિષ્ણુત રમતવીર છે. રમતગમત પ્રત્યે અનુરાગ અને ટેવને કારણે તેઓ હંમેશા તાઝગી ભર તેજરિવતા ધારણ કરે છે. શ્રી ધીરજલાલભાઈ અને શ્રી ટોકરશીભાઈ સદૈવ આવા કાર્યવંત રહે એવી શુભેચ્છા સહ, હંમેશાં ઉજજવળ રહ્યું છે તેવા શ્રેષ્ઠીવર્ય શ્રી ધરણીધરભાઈ મૂળ સૌરાષ્ટ્રમાં ભાવનગર પાસેના પ્રાચીન સ્થળ કાળિયાકના વતની છે. હાલ મુંબઈ રહે છે. ૧૯૫૮થી શરૂ કરેલા ધંધાકીય પુરુષાર્થમાં ક્રમે ક્રમે આગળ આવતા રહ્યા. નોન ફરેસ મેટલ, ઍકસપોર્ટ અને કસ્ટ્રકશનની લાઈનમાં એક પછી એક કદમ માંડ્યા. પૂર્વ ભવના પુણ્યોદયે ધંધામાં બે પૈસા કમાવા છતાં પણ શિક્ષણને ઉત્તેજન આપવાની અને ધર્મ તરફની તેમની અભિરુચિ સતતપણે ટકી રહી છે. ધંધામાં પડતીના પ્રસંગે આવ્યા છે. તે પણ મિત્રોએ તેમનું સાચું મૂલ્ય આંકી હંમેશાં સહકાર આપ્યો છે. તેમની પોતાની વિશિષ્ટ અને આગવી શક્તિથી મુંબઈમાં તેમણે ઘણું જૈન સંસ્થાઓમાં તેમનું યશસ્વી પ્રદાન કરેલું છે. ગુરુભક્તિ-આરાધના અને જૈન સામાજિક કાર્યોમાં શક્ય એટલા મદદરૂપ બનવાની તેમની લાગણી ક્યારેય છૂપી રહી નથી. જીવનમાં કાંઇક જોવા જાણવાની અને સમજવાની દષ્ટિએ લગભગ સમગ્ર ભારતને પ્રવાસ ખેડયો છે. પિતાની એકાવન વર્ષની ઉંમરમાં જ ખૂબ બહોળો અનુભવ મેળવીને તેઓ અનેકાને ઉપયોગી થઈ પડ્યા છે. આ બધાં ક્ષેત્રે પ્રગતિ પામવામાં એક માત્ર તેમનું મજબૂત મનોબળ મુખ્ય ભાગ ભજવી રહ્યું છે. બહારથી આવનારાઓ તરફના તેમને આદર – પ્રેમભાવ આગળ તેમને વંદન કર્યા વગર રહી શકતો નથી, યથોચિત વિવેક અને વ્યવહાર તેઓ કદી પણ ચૂક્યા નથી, તેવી એક સામાન્ય છાપ તેઓ જરૂર ઊભી કરી શકયા છે. શ્રી ધીરજલાલ ટી. કાપડીયા શ્રી ધીરજલાલભાઈ આશ્વની ભૂમિ ઉપર ગુજરાતી વ્યાપારી તરીકે સારી નામના પ્રાપ્ત કરી ચૂક્યા છે. તેઓનાં પિતાશ્રી ટોકરશીભાઈ લાલજીભાઈ કાપડીઆ કચ્છી કર્મવીર તરીકે પ્રગતિ અને પ્રતિષ્ઠાને પંથ અજવાળે છે. શ્રી ટોકરશીભાઈ પિતાના દાની વ્યક્તિત્વ, ગ્રામ્યજીવન ઉદારની સત્ત્વશીલ વૃત્તિ, હસમુખ સ્વભાવ, પરોપકારી સેવાવૃત્તિ અને ખાનદાની ગૃહસ્થી અને અનેખા શિક્ષણપ્રેમ માટે જાણીતા છે. આવા નિષ્ઠાશીલ પ્રતાપી પિતાના પુત્ર હેવું એ ગૌરવશીલ વાત છે. સુપુત્ર શ્રી ધીરજલાલ ભાઈ ચોગ્ય દોરવણી અને અનુભવ અભ્યાસને ધ્યાનમાં લઈ એ ગારવને ઊજાળી રહ્યા છે. શ્રી ધીરજલાલભાઈ વ્યવસાયની સર્વાનુલક્ષી પ્રગતિ અને સામાજિક સેવા કરતા પિતાશ્રીની ગૌરવ ગાથાને ગતિશીલ બનાવી રહ્યા છે. શ્રી ધીરજલાલભાઈ એક સારા વ્યવસાયકાર, કુશળ વહીવટકર્તા ઉપરાંત એક ઉચ્ચ કક્ષાનાં વિચારક પણ છે. હૈદરાબાદ ખાતે મેસર્સ આ-રીરોલીંગ વર્કસના નામે સ્ટીલ ઉદ્યોગ સ્થાપેલ છે. આ ઉપરાંત તેલ-તેલીબિયાંની મીલ, બિલ્ડીંગ કકશન લાઇન-આયાતનિર્યાત તથા ખેતીવાડી પણ છે. તેઓ વિવિધક્ષેત્રોના સફળ વેપારી-વિચારક અને સફળ અમલકર્તા પણ છે. શ્રી ધીરજલાલ શ્રી ધીરજલાલ મોહનલાલ શાહ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયને અનુસરતા દશા શ્રીમાળી જ્ઞાતિના શ્રી મોહનલાલ શાહને ત્યાં માતા સમતાબહેનની કુક્ષિએ તેમને જન્મ થયો. અભ્યાસ માટે તેઓ સુરેન્દ્રનગર ગયા અને મેટ્રિક સુધી પહોંચ્યા. તેમને અભ્યાસમાં આગળ વધવાની તીવ્ર તમન્ના હતી, પણ ભવિતવ્યતા જુદીજ નિર્માયેલી હતી. એટલે તેઓ અભ્યાસ છોડી વ્યવસાયમાં પડ્યા. સને ૧૯૪૩ ની સાલમાં તેઓ કેમિકલ રસાયણે સંબંધી સારું જ્ઞાન મેળવી શકયા. ત્યારબાદ કેનવાસર તરીકેનું કામ શરૂ કર્યું. તેમાં તેમની એળખાણ વધી, કાર્ય કરવાની વિશેષ કુનેહ સાંપડી અને તેણે સ્વતંત્ર વ્યાપાર કરવાનું આત્મબળ પૂરું પાડયું. ૧૯૪૮ માં તેમણે ધીરજલાલ એન્ડ કુ. થીનર્સ મેન્યુફેકચર તરીકે કામ શરૂ કર્યું અને તેમાં ઉત્તરોત્તર પ્રગતિ સાધી. આજે થનસ મેન્યુફેકચરમાં તેમની પેઢી પ્રથમ પંકિતમાં આવે છે. અને ભારતના સુપ્રસિદ્ધ શહેરમાં સંખ્યાબંધ સેલિંગ એજન્ટ ધરાવે છે. શ્રી ધીરુભાઈ ઘણી વ્યાપારી અને સમાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ખાસ કરીને તેઓ શ્રી નેમીનાથ જૈન ટેમ્પલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી છે. શ્રી ગોવાલિયા ટંક જૈન સંધના સતત પાંચમી વખત પ્રમુખ તરીકે ચુંટાયા. શ્રી વિજયવલ્લભસૂરિ જન્મ શતાબ્દી શિક્ષણ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. તેમજ ઓલ ઈન્ડિયા શ્રી જૈન વેતામ્બર કોન્ફરન્સના ઉપપ્રમુખ છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ખજાનચી છે. વિશેષમાં તેઓ શ્રી ઝાલાવડ સોશ્યલ ગ્રુપ તથા જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બોર્ડ તથા જૈન એસેસીએશન ઓફ ઈન્ડીયા વગેરે સંસ્થાઓમાં પણ સેવાઓ આપી. ત્યાર પછી દિલ્હીમાં રૂા. બે કરોડના ખર્ચે તૈયાર થઈ ચૂકેલ શ્રી વિજય વલ્લભ સ્મારક ટ્રસ્ટમાં પણ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. તેમના ધર્મપત્ની શ્રીમતી તારાબહેન પણ અનેકવિધ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ખાસ કરીને શ્રી ઝાલાવાડ જૈન મહિલા મંડળના મંત્રી તથા શ્રી ચંદનબાળા કન્યા શિક્ષણ શિબિરના ટ્રસ્ટી તેમજ શ્રી શંખેશ્વર જૈન મહિલા મંડળના પ્રમુખ તરીકે શ્રીમતી તારાબહેનની સેવાઓ ઉલ્લેખનીય છે. પાલિતાણાની શત્રુંજય હોસ્પિટલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. ૩૫ લાખના ખર્ચે તૈયાર કરી. શ્રી ડાહ્યાલાલ નાનચંદ શાહ બહુધા માણસના વ્યક્તિત્વને ઉમદા ગુણે તેને મળેલા લેહીના dain Education Intermational Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy