SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1174
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ અમેરિકાએ લગભગ સાથે પ્રયાસેા કર્યા છે. સૌ પ્રથમ ૧૯૫૭ના ઑટોબરની ૪ શ્રી તારીખે રશિયાએ ૮૩ કિ. ગ્રા. ના ઉપગ્રહ અવકાશમાં મેાકલ્યા અને પૃથ્વીવાસીઓએ અનંત એવા અવકાશી વિસ્તારમાં પ્રવેશ કર્યા. ત્યારબાદ ૧૯૬૦ના ઑગસ્ટમાં રશિયાએ બે કૂતરાએ મેાકલ્યા અને ૧૯૬૧ના એપ્રિલની ૧૨મી તારીખે યુરી ગાગારીનની આગેવાની નીચે સૌ પ્રથમ માનવે અવકાશમાં અનતના યાત્રી તરીકે પગ ઉપાડયા. ત્યાર પછીના અમેરિકાના પ્રયાસેામાં એપાલાની ચદ્રયાત્રાનુ અનોખુ મહત્ત્વ છે. અંતે અમેરિકાએ ૧૯૬૮ના ડિસેમ્બરમાં જાહેર પણ કરી દીધુ` કે માનવે ચંદ્રની ધરતી પર પગ મૂકયો !! પરંતુ અમેરિકાના એપાલા યાનની ચંદ્રયાત્રાના સૂક્ષ્મ અભ્યાસને અ ંતે કેટલાક વિચારણીય મુદ્દા ઉપસ્થિત થાય છે. અને ફલશ્રુતિ એ આવે છે કે માનવી ચંદ્ર ઉપર ઉતર્યા જ નથી; પરંતુ પ્રાચીન ગ્રંથામાં વર્ણવેલ સુવિશાળ પૃથ્વીના અજ્ઞાત એવા પૂર્વીય-પર્વતીય પ્રદેશમાં ઊતર્યા છે. ચંદ્રયાત્રામાંથી ઉદ્ભવેલા કેટલાક મુદ્દાઓના ઉકેલ કે સ્પષ્ટતા વૈજ્ઞાનિકા પાસે નથી! (૧) એપાલા ૮ પૃથ્વીથી ૧૯૦ માઈલ ઊંચે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પૃથ્વીની ભ્રમણ કક્ષામાંથી બહાર નીકળીને ચંદ્ર તરફ તીરછેં. ૨,૩૦૦૦૦ માઈલ દૂર પૂર્વાંમાં ગયું; હવે વજ્ઞાનિકા ખતાવે છે તે પ્રમાણે સૂર્યને કેન્દ્રમાં રાખતાં બુધ, શુક્ર, પૃથ્વી એમ ક્રમ આવે છે. તેથી ગ્રહેાની સ્થિતિમાં પૃથ્વીના ત્રીજો ક્રમ આવે છે. ચંદ્ર પૃથ્વીના ઉપગ્રહ છે. તેથી તે પૃથ્વીની આસપાસ ફરતા હેાવાથી એપાલા યાન તીરહ્યું ગયુ. હાય તે સ'ભવિત છે. હવે વૈજ્ઞાનિકાની કહેવાતી વ્યવસ્થા પ્રમાણે ‘ત્રીજી રાકેટ ડથા પછી એપાલા ૮ કલાકના ૩૯૩૬૦ કિ.મી.ની ઝડપે ચંદ્ર તરફ ધસ્યું છે અને તે ૬૩ કલાકમાં ચંદ્ર ઉપર પહોંચશે એવી રીતે ૩૯૩૬૦x૬૩=૨૪૭૯૬૮૦ માઈલની ચંદ્ર તરફની યાત્રા થઈ! પરંતુ ચંદ્ર તેા પૃથ્વીથી લગભગ ૨૩૦૦૦૦ માઈલ જ દૂર છે! તેા આ ગણતરી પ્રમાણે અપાલા યાન ચંદ્ર ઉપર કેવી રીતે પહેાંચ્યુ હશે ? (૨) આ ઉપરાત એપેાલે – યાનની ગતિ ચંદ્ર તરફ ધસતાં કલાકે ૩૯૩૬૦ કિ. મી.ની હતી, જ્યારે ઉપર પહોંચતાં ૬૩ કલાક થયા અને પાછા વળતાં ઝડપ કલાકે હાવા ૩૮૬૦૦ કિ. મી.ની હતી. આમ અંતર એક સરખું છતાં જતાં-આવતાં ઝડપમાં ફેરફાર કેમ પડયો ? માની લઈએ કે કોઈ કારણસર સમયમાં ફેરફાર થાય, પર`તુ ઝડપ વધવાને બદલે આછી કેમ થઈ ? (૬) એપેાલે! ૮ તા. ૨૩-૧૨-૬૮ના રોજ સવારે પાા કલાકે પૃથ્વીથી એક લાખ માઇલ દૂર પહેાંચ્યું ત્યારે ત્યાંથી Jain Education International જૈનરચિ ંતામણિ ચદ્ર ૧,૨૩૩૩૭ માઈલ દૂર હતા એમ વૈજ્ઞાનિકા કહે છે. હવે કલાકે ૨૪૬૦૦ માઈલની ઝડપથી એપેલેા ૮ ગયુ તેા તેણે પૃથ્વીથી ૨૪૬૪૨૪=૫૯૦૪૦૦ માઈલ દૂર પહેાંચવુ જોઇએ; તેને બદલે તે પૃથ્વીથી એક લાખ માઈલ દૂર શી રીતે પહોંચ્યું? (૪) એપેલે! ૮ ના ચદ્રયાત્રીઓએ અવકાશમાંથી પૃથ્વી ઉપરના સ્ટેશન સાથે સપર્ક સાધ્યા હતા; તેમાં ૨૫-૧૨-૬૮નું નિવેદન આ પ્રમાણે હતું : ‘પૃથ્વીથી ૬૪૦૦ કિ. મી. સુધી પૃથ્વી પરનાં સ્ટેશના સાથે અંકુશ કે સંપર્ક સ્થાપિત રહી શકશે, પછી યાનનુ ભાવિ અવકાશયાત્રીઓની બુદ્ધિ અને કુદરત ઉપર નિĆર છે. પરંતુ ચંદ્રની ૧૦ પ્રદિક્ષણા પછી અવકાશયાત્રીઓને ઊંઘની ગાળી લેવાનું, ચંદ્ર સપાટી અગેની વિગતા, નાતાલ સંદેશા, એપેાલાનુ મુખ ફેરવવાનુ સૂચન આવી અનેક ખાખતા છાપાઓમાં જાહેર થઈ છે, તેા તે કેવી રીતે સંભવિત બન્યું ? આ ઉપરાંત વૈજ્ઞાનિકા દ્વારા પ્રસ્થાપિત કરેલી કેટલીય હકીકતા સાથે પણ અવકાશયાત્રાની વિગત પ્રતીતિકારક બનતી નથી. ( ૫ ) અમેરિકાની રીડર્સ ડાઈ ઝેસ્ટ કંપનીએ પ્રકટ કરેલ ‘ધ વર્લ્ડ એટલાસ’ ના પાના ૧૦૮ ઉપર પૃથ્વી ઉપરના વાયુમ`ડળના ભિન્ન ભિન્ન પટાએ બતાવ્યા છે. તેમાં પૃથ્વીથી ૨૦૦ માઈલ ઉપર આયનોસ્ફીયર બતાવ્યું છે. ત્યાં સુધી ગયેલા રેડિયેા તરંગા ફરીથી પૃથ્વી ઉપર પાછા આવી શકે છે. પણુ તેથી ઉપરના એકસાસ્ફીયરમાં કાસ્મિક રેઝની વ્યાપકતા હાવાથી રેડિયા વેવ્ઝ ફરી પાછા પૃથ્વી ઉપર આવી શકતાં નથી. હવે પૃથ્વીથી એપાલા ૮ ઊંચે ગયું હોય તો લગભગ રાા લાખ માઈલ દૂરના અવકાશયાત્રીઓ સાથે નાસાના વૈજ્ઞાનિકે સપર્ક શી રીતે સાધી શકયા ? નાસાના વૈજ્ઞાનિક વાતચીત કરી શકવા તે જ બતાવે છે કે‘ એપાલા યાન પૃથ્વીથી ઊંચે ૧૯૦ માઈલમાં આયનાદિશામાં રા લાખ માઈલ દૂર ગયું છે. સ્ફીયરની મર્યાદા સુધી જ ગયુ છે અને પછી તીરછું પૂ ( ૬ ) વૈજ્ઞાનિકાના કથન પ્રમાણે પૃથ્વીથી રા લાખ માઈલની ઊંચાઈ એ વાતાવરણ નથી, તા રોકેટમાં ધડાકા થયે। શી રીતે ? ચ`દ્રના ગુરુત્વાકર્ષણમાં પેસી તેની ભ્રમણકક્ષામાં સ્થિર થવા, તેમજ ચંદ્રના ગુરુત્વાકર્ષણમાંથી છૂટવા એપેાલા યાનના અવકાશયાત્રીઆએ રોકેટના ધડાકા તા કર્યાં જ છે, તે વેક્યૂમમાં બળતણ શી રીતે ખળે ? મારે કે ઓક્સિજનની ટાંકીમાંથી મળતા ગેસના ધડાકા થયા, તે પણ મળેલ બળતણ કે તેના અવશેષ। – ધુમાડા વગેરે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy