SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1132
Loading...
Download File
Download File
Page Text
________________ સમક્તિધારી અને મહાચમત્કારિક શ્રી માણિભદ્રવીર RE BEBER શ્રી માણેકશા શેઠ કઈ રીતે મોક્ષને પામ્યા અને શ્રી માણિભદ્રવીર નામ ધારણ કરીને કઈ રીતે ચોસઠમાં વ્યંતર દેવાનું પદ પામ્યા એ આખાયે રસપ્રદ ઇતિહાસ આ પ્રમાણે છે. મધ્ય પ્રદેશના ઉજજૈનમાં જન્મેલા શ્રી માણેકશા શેઠના પિતાનું નામ ધર્મપ્રિયશા અને માતાનું નામ જિનપ્રિયા હતું -તેઓ એસવાલ જાતિના હતા. શ્રી માણેકશા શેઠ તપાગચ્છના ચુસ્ત અનુયાયી હતા. પરંતુ એક વખત લુક્કાં ગરછના આચાર્ય ઉજજેનીમાં પધાર્યા અને પ્રતિમા પૂજા કરવી નહીં એમ ઉપદેશ આપ્યો તેથી તેઓ તપાગચ્છ મૂર્તિપૂજક શ્રાવકધર્મ છોડીને કામતી બન્યા. માતાને આ વાતની જાણ થતાં દુઃખી થઈ પુત્ર ફરી પાછો તપાગચ્છ નિયમ પ્રમાણે ન વતે ત્યાં સુધી ઘી નહીં ખવાનો નિર્ણય કર્યો. થોડા સમય પછી તપાગચ્છાધિપતિ હેમવિમલસૂરી આચાર્ય મ. સા. ના. દશન અને ઉપદેશથી માણેકશાની શકેનું નિવારણ થયું અને મહા સુદ ૫ ના દિવસે સમક્તિ મૂલ બારે વ્રત ઉચ્ચાર્યા અને હમેશા અષ્ટ પ્રકારી જિન પૂજા કરવા લાગ્યા. એક વખત વેપાર માટે આગ્રા ગયેલા પણ ત્યાં પૂજ્ય આચાર્ય મહારાજ હેમવિમલસૂરિજી ચાતુર્માસ માટે પધારેલા; તેથી બધું પડતું મૂકી એમની આજ્ઞા લઈ શત્રુજય ગિરિના દર્શનાર્થે નીકળ્યા. માર્ગમાં ડાકુઓએ હુમલો કરી એમની હત્યા કરી. તલવારથી એમના શરીરના ત્રણ ભાગ माणि मद्गजी કર્યા. પણ મૃત્યુ સમયે ચિત્ત શુભ ધ્યાનમાં હોવાથી મોક્ષ પામ્યા અને માણિભદ્રદેવ ચોસઠમાં ઈન્દ્ર તરીકે દેવ થયા. એમના ગુરુને ભરવદેવના ઉપદ્રવથી રહ્યા. એમણે ભેર જોડે યુદ્ધ કરીને ઉપદ્રવ બંધ કરાવ્યો. શ્રી માણિભદ્રની -ભક્તિ પૂજા અને જાપથી અનેક લોકો સંકટોમાંથી બચી જાય છે. રોગ, શેક, દુઃખ દારિદ્ર ટળે છે. ઇરછાઓ પૂર્ણ થાય છે. મળતી માહિતી મુજબ એમના ત્રણ સ્થાને છે - (૧) ઉજજૈનમાં જન્મ છે, ત્યાં મસ્તક પૂજાય છે. (૨) આગલોકમાં ઘડ પૂજાય છે. (૩) અને મગરવાડામાં પિંડી પૂજાય છે. L"* શ્રી આગલડ મૂ. જેન સંઘ શ્રી માણિભદ્રવીરની પેઢીના. સૌજન્યથી Aજ સુબધુ ટ્રેડર્સ–મુંબઈના સૌજન્યથી કેજર , 4 જમણી બાજુ પીંડી છે તે અને ભરવજી આગલોડમાં શ્રી માણિભદ્રવીરની સ્થાપિત મૂર્તિ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy