SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1110
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ થશે. પુણ્યશાળીઓના હાથે પૈસા તે જાણે પાણીની જેમ વપરાશે. પુણ્યનુ પાષણ થાય અને પાપનુ શાષણ થાય એવું આ પર્વ છે. તપ, ત્યાગ અને તિતિક્ષાના આ તહેવાર છે. દુનિયાની ઉપાધિઓમાંથી અળગા થઈ ને આત્માની નજીક જવાના આ અવસર છે, ચાલેા, આપણે પણ આ રૂડા અવસરને પામીને આત્માની નજીક જવાના પ્રયત્ન કરીએ અને જીવનને ધન્ય બનાવીએ. ર ધર્મ અને અધ્યાત્મ પ્રિય જિજ્ઞાસુ! ગઈ કાલના મારા પત્ર મળી ગયા હશે. વિષેની કેટલીક પ્રાથમિક માહિતી મેં એમાં પર્યુષણપ ના આજે બીજો દિવસ છે. ગઈ કાલે લખ્યું હતું તેમ આ પવ એક મહાન ધાર્મિક પ છે. એક આધ્યાત્મિક પર્વ છે. પરંતુ ખરેખર, ધર્મ એટલે શું? અને અધ્યાત્મ એટલે શું? એની સ્પષ્ટ સમજણ મેળવી લેવી ખૂબ જરૂરી છે. કારણ કે ધર્મના નામે દુનિયામાં આજે એટલી બધી વાતા ચાલે છે કે એમાં ખરેખર ધર્માં કહેવા કાને એ એક મેાટા સવાલ થઈ ગયા છે. પર્યુષણુપ જણાવી છે. જૈન પરંપરામાં થઈ ગયેલા મહાન યેાગીશ્રી ચિદાન દ્રજી કહે છે. તેમ— ધરમ ધરમ જગ સહુ કહે, પણ ન લહે તમ મ; શુદ્ધ ધર્મ સમજ્યા વિના, નવ મીટે ભવ ભર્યું. જ્યાં સુધી શુદ્ધ ધર્મને સમજીએ નહિ, ધર્માંના મને પામીએ હિ ત્યાં સુધી આપણું ભવભ્રમણુ મટવાનુ નથી અને આત્માનું કલ્યાણ થવાનું નથી. માટે આજે આપણે એ વિષે જ થાડું વિચારશું. ધર્મ એટલે શુ? ધર્મીની જુદી જુદી દષ્ટિએ ઘણી વ્યાખ્યાઓ કરવામાં આવી છે પરંતુ સીધા સાદા શબ્દોમાં કહેવું હોય તા જેનાથી સહુનુ કલ્યાણ થાય, જેનાથી સહુનુ મંગલ થાય એનું નામ ધો. અથવા તે વ્યક્તિને અને સમાજને જે ઉન્માર્ગે જતાં રાકે અને સન્માર્ગે ચડાવે તેનું નામ ધ. Jain Education International ધર્મની આ સીધી સાદી છતાં સચોટ વ્યાખ્યા છે. વ્યક્તિના જીવનમાં અને સમાજમાં શુભ તત્ત્વાની સ્થાપના થાય અને અશુભ તત્ત્વાનુ જોર ઘટે એવુ* વાતાવરણ પેદા કરવું એ જ ધર્મનું મુખ્ય કામ છે. નીતિ અને સદાચાર એ ધર્માંનાં બાહ્ય જૈનરત્નચિંતામણ અંગે છે. અધ્યાત્મ એ ધર્મના પ્રાણ છે. નીતિ અને સદા ચારથી જીવન વ્યવસ્થિત અને સસ્કારી બને છે. તેા અધ્યા મના પાવન સ્પથી માનવીનું જીવન દિવ્ય આન ́દભર્યુ” અને શાંતિભયુ` બને છે. અધ્યાત્મનું વિજ્ઞાન આપણા જીવનનાં ચાલક ખળેાનું જ્યારે વિશ્લેષણ કરીએ ત્યારે મુખ્યત્વે ત્રણ તત્ત્વા તરફ ધ્યાન ખેંચાય છે. ૧ દેહ, ૨ મન અને ૩ આત્મા. દેહ અને એની જરૂરિયાતો વિશે તો આપણે ઠીક ઠીક જાણીએ છીએ. મન અને એની વૃત્તિઓ વિશે પણ આપણને ઘેાડો ઘણા ખ્યાલ છે. પરંતુ આત્મા અને એના સ્વરૂપ વિશે હજી ઘણુ' અજ્ઞાન પ્રવર્તે છે. જો કે આધુનિક વિજ્ઞાન હવે ધીરે ધીરે આત્મતત્ત્વ તરફ-અધ્યાત્મ તરફ પણ વળી રહ્યુ છે. શરીરવિજ્ઞાન અને મને વિજ્ઞાનના ક્ષેત્રે ઘણી બધી શેાધેા કરવા છતાં એનાથી જીવનના કેટલાયે પ્રશ્નોનું સમાધાન મળતુ નથી અને વર્તમાનકાળમાં પણ બની રહેલા પૂર્વજન્મમરણના તથા અતીન્દ્રિય જ્ઞાનશક્તિ દ્વારા દુરદન અને ભાવીદનના કેટલાક બનાવાનું સ`શેાધન કરવા માટે હવે દે વદેશની યુનિવાસ ટિએમાં ખાસ પરા મનાવિજ્ઞાનની શાખાએ પણ ખેાલવામાં આવી છે. પરામનાવિજ્ઞાનની આ શાખાઓમાં થયેલા અનેક પ્રયાગાત્મક સોાધનાના પરિણામે આધુનિક વિજ્ઞાન પણ હવે દેહથી અને મનથી પણ ભિન્ન એવા એક સ્વતંત્ર ચૈતન્ય તત્ત્વની-અખંડ આત્મતત્ત્વની માન્યતા તરફ કેવી રીતે આગળ વધી રહ્યુ છે તે જાણવુ' ખૂબ રસપ્રદ બને એવુ છે. પરંતુ આ પત્રમાં એ બધું શી રીતે લખવુ‘? તારે એ અંગે વધુ જાણવું હાય તા પૂજ્ય મુનિરાજ શ્રી અમરેન્દ્રવિજયજી મહારાજે આ વિષયમાં પેાતાના સુદ્રી વાચન-મનન અને ચિંતનના પરિપાકરૂપે ‘વિજ્ઞાન અને અધ્યાત્મ' નામનુ એક સુંદર પુસ્તક લખ્યું' છે તે આખું પુસ્તક તુ ધ્યાનની વાંચી જશે. એ પુસ્તકના વાચનથી આત્મા, પુનર્જન્મ અને પરલાક વિશેની તારા મનની ઘણી શકાએ દૂર થઈ જશે અને તારી બુદ્ધિને સાષ થાય એવી ઘણી હકીકતો તને જાવા મળશે. આત્માને આળખા આપણા તત્ત્વજ્ઞાની મહાપુરુષો અને ચે!ગી પુરુષો તા પહેલેથી જ કહેતા આવ્યા છે કે, ભાઈ! તું તારી જાતને આળખ. હું કાણુ છું? એના તું શાંતિથી વિચાર કર, તારા આત્માનું ચિંતન કર, નિદિધ્યાસન કર. દરેક જન્મમાં બદલાતા જતા આ દેહ-આ પ ́ચભૂતનું પૂતળુ' એ જ તુ' For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy