________________
જૈનરત્નચિંતામણિ
૧૪૪
,
N
Kદે
fail
,
II
)
જી વન ભાવના
,
ર...
-
જીવનમાં પરિગ્રહ ઓછો રાખવો. થોડીક વસ્તુઓથી પરિતુષ્ટ રહેવું. વૈભવને બદલે આંતરિક અસ્મિતા અને સત્વની બેજ કરવી. શોભાને બદલે સુઘડતા પસંદ કરવી. માનભૂખ્યા ન થવું પણ માનાર્હ અને સન્માનને યોગ્ય પાત્રતા કેળવવી. સંપત્તિવાન નહિ, પણ સમૃદ્ધ બનવું. સતત સાધના રત રહેવું. સખત પરિશ્રમ કરવો. શાંત ચિત્તે વિચારવું. મૃદુ રીતે વાત કરવી અને નિખાલસપણે વર્તવું. જિંદગીમાં તારાઓ, પંખીઓ, બાળકો અને સાધુજનના હૃદયગાન ખુલ્લા દિલે સાંભળવા. પ્રારબ્ધ જે વેઠવું પડે તે આનંદથી સમતાપૂર્વક સહેવું. નિર્ભિક બની હિંમતથી કામ કરવું. અધીરા ન થવું. અવસરની રાહ જોવી. સામાન્યતા અણકથી અને અભાનપણે રહેલી અધ્યાત્મિકાને પ્રકટવા દેવી. આ મારી સંવાદગીતિ (જીવન – ભાવના) છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org