SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શ્રમણીરત્ન ] ગુરુચરણે પૂર્ણપણે સમપિત થઈ જવાની તમન્ના સાધુના માનસમાં અહર્નિશ જાગતી હોય છે. પરની દીનતા સાધુનું મેટામાં મોટું દૂષણ છે. (૫૧) મોટા બેરિસ્ટરે કે વકીલે ગીનીસનેમોરેના હિસાબે મિનિટની કિમત, વાત કરનાર અસીલ સાથે આંતા હોય છે, તેના કરતાં સંયમજીવનની એકેક ક્ષણ અમૂલ્ય છે. તેથી નિષ્ણજન વાતે કે અનુપયોગી પ્રવૃત્તિઓમાં જરા પણ સમય વ્યર્થ ગુમાવો જોઈએ નહિ. (૫૨) જે સાધુ ઇન્દ્રિયના વિકારોને પિષવામાં કપડાં-શરીરની ટાપટીપ કે માનપાનમાં કુલાઈ જાય છે તેનું જીવન અગામી જ બને છે. (૫૩) સાધુએ ખાસ કામ વિના આસનેથી ઊઠવું ન જોઈએ. નિપ્રોજન જ્યાં ત્યાં ફરવાની ટેવ સાધુને છાજતી નથી. (૫૪) સાધુએ ચંચલતા છોડી દરેક ક્રિયામાં સ્થિરતા કેળવવી. (૫૫) ભણતી વખતે કે લખતી વખતે ટટાર બેસવું જોઈએ, જેથી શરીરમાં રોગ ન થાય. (૫૬) સવારમાં ચાર વાગ્યા પછી સૂવું ન જોઈએ, કેમ કે તે વેળાએ મન ધર્મધ્યાનમાં જલદી વળી શકે છે. (૫૭) સ્વાધ્યાય કે ખાસ જરૂરી કામ સિવાય મૌન રહેવા પ્રયત્ન કરે. (૫૮) સાધુની ભાષા મીઠી-મધુર, ન્યાચિત, નિરવ અને પ્રભુની આજ્ઞાનુસારી હોવી જોઈએ. (૫૯) ગુરુમહારાજને ઠપકે મિષ્ટાન્ન કરતાં પણ વધારે મીઠે લાગવો જોઈએ. (૬૦) સારું બ્રહ્મચર્ય પાળનાર પ્રાયઃ રેગી બનતા નથી. (૬૧) બ્રહ્મચર્ય. ભંગથી બાકીનાં ચાર મહાવ્રતનો પણ ભંગ થઈ જાય છે. (૬૨) સાધુને શરીર કરતાં આત્માની ચિંતા વધારે હોય, આ લેક કરતાં પરલોકની ચિંતા વધુ હોય છે. (૩) સાધુ-સાધુ વચ્ચે ખટપટે કરાવે કે નારદ-વિદ્યા કરી પિતાને હાંશિયાર માને તે સાધુ ન કહેવાય. (૬૪) દરેક ધર્મક્રિયાઓ કરતાં ભગવાનને યાદ કરવા જોઈએ. “અહે! નિષ્કારણ કરુણાળુ પરમાત્માએ ભદધિતારક કેવી સરસ કિયાઓ નિદેશી છે!” (૬૫) સવારમાં જ ઊઠતાં જ વિચારણા કરવી ઘટે કે, “હે સાધુ છું. મારે પાંચ મહાવ્રત પાળવાનાં છે. હું મારું કર્તવ્ય શું નથી કરતા? મેં સંયમની સાધનામાં કેટલી પ્રગતિ કરી? તપમાં શક્તિ ગાવું છું કે કેમ? વગેરે. (૬૬) ગુરુમહારાજની ઇચ્છાને અનુકૂળ રહેવું તે સંયમીનું પ્રધાન કર્તવ્ય છે. (૬૭) ગુરુમહારાજની કઈ પણ આજ્ઞાને આત્મહિતકર માની હદયના ઉલ્લાસથી અમલી બનાવવા પ્રયત્ન કરે. (૧૮) પિતાની મરજી મુજબ ચાલનાર સાધુ કદી પણ સંયમની મર્યાદાઓ જાળવી શકતા નથી. (૬૯) “મને એમ લાગે છે, માટે હું તો આમ જ કરીશ’ એ કદાગ્રહ ન રાખતાં પૂ. ગુરુદેવને જે યોગ્ય લાગે તે રીતે જ કામ કરવાનો આગ્રહ રાખવો. (૭૦) સ્ત્રી સાથે વાતચીત, બહુ કે વારંવાર વિગઈનો વપરાશ, શરીરની ભાટાપટીપ, આ ત્રણે સાધુ માટે તાલપુટ કેર સમાન ભયંકર છે. (૭૧) સંસારને દુ:ખથી અને પાપથી ભરેલે જાણ ત્યાગ કર્યો. હવે તે સંસારની કુલામણીમાં ફરીથી કુલાઈ ન જવાય તે માટે સાવધ રહેવું ઘટે. (૭૨) સાધુને જે સુખ સંયમના અનુભવથી મળે ને તે દેવેન્દ્ર કે ચકવતીને પણ મળતું નથી. (૭૩) સંયમમાં દુઃખ ઓછું, સુખ વધારે સંસારમાં સુખ ઓછું, દુઃખ વધારે–આ એક નક્કર હકીકત છે. ભલે બાહ્ય દષ્ટિથી આપણને વિપરીત લાગતું હોય કે સંયમમાં દુઃખ વધારે છે અને સંસારમાં સુખ વધારે છે; ખરેખર, આ ભ્રમણાત્મક અનુભવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy