________________
૮૯૬ ]
[ શાસનનાં શ્રમણીરત્નો ઉપકાર છે. અમારા શ્રીસંઘે ત્રણ દિવસનો મહોત્સવ રાખ્યો છે. પ્રભુજીને અંગરચના પણ સુંદર થશે. સૌને હિંમત આપશો
-ધનીબેન હીરાલાલ, જામનગર પૂ. મોટા મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા તે સમાચાર અમને બે દિવસ પહેલાં મળ્યા. તે જાણી અમે ઘણા જ દિલગીર થયાં છીએ. તમો હિંમત રાખશોજી. આપ મોટાં છો માટે હવે હિંમત રાખજો અને બધાં નાનાં શિષ્યાને હિંમત આપશો.
વૈયાવચ્ચ કરવામાં કમીના રાખી નથી
જાસૂદબેન અજિતભાઈ મદ્રાસ પૂ. મોટા મ.સા. કાળધર્મ પામ્યાના સમાચાર સાંભળી દુઃખ થયું. આપણો ઉપાય ત્યાં ચાલતો નથી. વૈયાવચ્ચ કરવામાં તેમણે કમીના રાખી નથી. લેણદેણનો સંબંધ પૂરો થાય ત્યાં મનને મનાવવું પડે છે. તમે તો સમજુ ને હિંમતવાળાં છો. તમોને અમે સંસારી શું આશ્વાસન આપીએ ? પણ તેમની ખોટ કોઈ પૂરી શકે તેમ નથી. મૃત્યુ એક અનેરો મહોત્સવ
કીરીટ-ભાવના: અમદાવાદ સાંભળીને અંતરે એક આંચકો અનુભવ્યો. પરંતુ બીજી ક્ષણે જ સ્થિરતા આવી જતાં વિચાર આવ્યો કે સંતો-મહંતો અને મહાત્માઓનું મૃત્યુ એક અનેરો મહોત્સવ બની જાય છે.
પૂ. સ્વામીબાએ સમાજને હાકલ અદા કરવાનો એક અવસર આપ્યો છે. આ મહાન આત્માએ સંયમી જીવનમાં સંસારથી પર થઈ, તેમ છતાં સંસાર વચ્ચે રહી શ્રી મહાવીર સ્વામીએ ચીંધેલા માર્ગે પરદેડી બની સમાજને ધર્મસંદેશ–ધર્મભાવના બતાવવાનો અમૂલ્ય ફાળો અર્પણ કરેલ છે. ત્યાગ-તપ-દાન અને શીલ એ જીવાત્માના ઉત્થાન માટેના અને મોક્ષ તરફના પ્રયાણ માટેના માર્ગનું અમૂલ્ય દિશાસૂચન આપેલ છે.
આપ ખૂબજ જ્ઞાની-ધ્યાની અને અંતરયામી છો તેથી વિશેષ શું લખું?
પ્રસન્નવદના
– નંદલાલભાઈ ભાવનગર મન ક્ષુબ્ધ થઈ ગયું. ગુજરાતની ધરતી પર વિષાદનાં કાળાં વાદળ છવાઈ ગયાં. ગુજરાત-મહારાષ્ટ્ર શ્રીસંઘોમાં ગમગીની પ્રસરી ગયાના સમાચાર પણ અત્રે મળતા રહ્યા છે તેમની લોક-ચાહનાની પ્રતીતિ કરાવે છે.
પૂજ્યશ્રીના નિર્મળ ચારિત્રને લીધે તેમના હાથે શાસનનાં ઘણાં કાર્યો થયાં. માતા સમાન વાત્સલ્યભાવથી પૂજ્યશ્રીએ અનેકને તાર્યા. તેમના સ્વર્ગવાસથી જૈનસમાજને ઘણી મોટી ખોટ પડી છે. છેલ્લા સમયમાં શરીરમાં અસહ્ય પીડા હોવા છતાં પ્રસન્ન વદને કલાકો સુધી કાર્ય કરતાં રહેવું એ જ પૂજ્યશ્રીની આત્મિક શક્તિની વિશેષતા હતી.
જ્ઞાનગંભીર અને વિનમ્રતાથી તેઓ ગરિમાયુક્ત હતાં. ખરેખર, તેઓશ્રી પુણ્યશાળી આત્મા હતાં. તેમનું દર્શન ખરેખર મનને શાંતિ આપતું હતું. જ્ઞાન અને ચારિત્ર દ્વારા પૂજ્યશ્રીએ ધમપ્રભાવના કરી સંયમજીવનને ખરેખર ઉજમાળ બનાવ્યું છે. પ્રભાવશાળી સાધ્વીરત્નાને અમારી કોટિ કોટિ વંદના...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org