________________
શાસનનાં શ્રમણીરત્નો ]
[ ૮૯૫
મહાન શક્તિ હતી. આખા સાધ્વીસમુદાયને દર્શન-જ્ઞાન-ચારિત્ર અને તપથી ભરપૂર કર્યો. તપનો ડંકો આખા ભારતમાં આપણાં સાધ્વીજી મહારાજોએ વગાડ્યો છે તેનો સંપૂર્ણ યશ પૂ. મા મહારાજને જાય છે.
વારંવાર યાદ આવે છે
-હસુબેન હિંમતલાલ શાહ; મદ્રાસ
તેમની નિશ્રામાં માસક્ષમણ તથા એકાવન ઉપવાસ નિર્વિઘ્ને પૂર્ણ થયેલ તે દિવસો વારંવાર યાદ આવે છે. તેમની છાયામાં ૬૮ ઉપવાસની ભાવના હતી પણ ખેર...જે પ્રભુની ઇચ્છા....
ધીરગંભીર ગુરુ
બકુલ ચંદુલાલ શાહ; મદ્રાસ
પ્રભુની પાસે મનુષ્યનું કંઈ ચાલતું નથી. પ્રભુ તેમના આત્માને સાંત્વન આપે; પણ આપણે એક પ૨મ છત્ર ગુમાવ્યું છે. આપણે દયાળુ-ધર્મરાગી-ધીરગંભીર ગુરુ ગુમાવ્યા છે. હું તમને કયા મોઢે આશ્વાસન આપું? કારણ તમે જ મારા ગુરુ અને મારા પ્રેરણારૂપ છો. તમારી છત્રછાયામાં હું છું. આત્મા ચાલ્યો જાય છે પણ તેની સુવાસ આપણને આખી જિંદગી આવ્યા કરે છે. હસતું મુખ ક્યારેય ભૂલી શકવાના નથી.
મોટી ખોટ પડી છે.
-શ્રી સંગમનેર જૈન શ્વે. મૂ. સંઘ, હ. રાજેન્દ્રભાઈ
આપશ્રીને તેમનો વિરહ અસહ્ય લાગે જ તે સ્વાભાવિક છે. આપશ્રીએ અને સર્વે શિષ્યા-પ્રશિષ્યાઓએ સેવા-ભક્તિ, વિનય, વૈયાવચ્ચાદિ કરી તેની અમો અનુમોદના કરીએ છીએ. તેમના સ્વર્ગવાસથી શાસનમાં મોટી ખોટ પડી છે. શાસનદેવ એમના આત્માને શાંતિ આપે એ જ.
આધારસ્તંભ
—નિર્મળાબેન કોઠારી; મુંબઈ
તેમની નિશ્રામાં તમારા વિશાળ સાધ્વીગણે ઘણું બધું કામ કર્યું છે. બધાએ જાણે એક આધારસ્તંભ ખોઈ નાખ્યો હોય એવી લાગણી થાય. અમે બધાં કચ્છ-ભદ્રેશ્વરની જાત્રા કરવા ગયાં હતાં. આવીને સમાચાર જાણી એટલો બધો પસ્તાવો થયો કે હું એમનાં અંતિમ દર્શન પણ ન કરી શકી. જેવી ભગવાનની મરજી.
આશીર્વાદ
-વર્ષાબેન કોઠારી; મુંબઈ
મા મહારાજ સાહેબના સમાચાર જાણી બહુ જ આઘાત લાગ્યો છે છતાંય આશ્વાસન છે કે જાન્યુઆરીમાં તેમના આશીર્વાદ લઈ ગયાં હતાં અને વંદન કર્યાં હતાં. અમી-ભૂમિ પણ ઢીલી થઈ ગઈ હતી. એ લોકોને મા મહારાજ પર બહુ જ લાગણી હતી.
અનન્ય ઉપકારો
-શ્રી સિકન્દ્રાબાદ ગુજરાતી જૈન શ્વે. મૂ. સંઘ; છે. સુમનભાઈ
પરમ ઉપકારી મા મ.સા.ના દેવલોકના સમાચારથી શ્રીસંઘમાં અત્યંત શોકની લાગણી ફરી વળી છે. પૂ. મા મ.સા.ના શ્રીસંઘ ઉપર અનન્ય ઉપકારો છે. આપના સમુદાયના પરમ ઉપકારી પૂ. આચાર્ય ભગવંતોના ઉપકારો અમારા શ્રીસંઘ ઉપર વર્ષોથી છે. શ્રીસંઘનાં પ્રત્યેક કાર્યોમાં આપ પૂજ્યોનો આજે પણ ઉપકાર છે અને આપ પૂજ્યોની કૃપાવર્ષા અનુભવાય છે. આજે રવિવાર તા. ૧૩-૨-૯૪ના રોજ ગુણાનુવાદસભા રાખી હતી. ઉપસ્થિતિ ઘણી જ સુંદર હતી. સૌની એક જ વાત હતી, કે પૂજ્યોનો આપણા ઉપર ખૂબ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org