________________
૮૨૨ ]
[ શાસનનાં શ્રમણરત્નો - પૂ. ગુરુનિશ્રામાં તેમણે અર્થ સહિત પ્રકરણ જ્ઞાન, સંસ્કૃત, પ્રાકૃત, તર્કસંગ્રડ તથા કાવ્યાદિના જ્ઞાન સાથે પ્રખર વિદુષી બન્યાં. શારીરિક સ્થિતિ નાજુક હોવાથી તપમાં બહુ આગળ વધી ન શક્યાં પણ જ્ઞાનમાર્ગમાં ખૂબ પ્રગતિ કરી, પૂર્વ ક્ષપશમથી કવિયિત્રી અને સારાં લેખિકા બન્યાં. બાળપણથી જ જાગ્રત વાચનશેખમાં તપભાવ કેળવી લીધો હતો. સંસ્કૃત-પ્રાકૃત વાચન ખૂબ જ સારું કર્યું. સંયમી જીવનમાં વાચનની સુવિધા સાંક્તાં જેન ધર્મગ્રંથે સાથે અન્ય ધર્મગ્રનો અભ્યાસ કરી વિશેષ સમૃદ્ધ બન્યાં. વળી, ગુરુકૃપાથી ગુરુગુણગીતે અને પ્રભુભક્તિગીત રચવાની પ્રેરણા જાગી. લેખનકાર્યમાં પણ અવિહડ પ્રીતિ જાગી. સંયમી જીવનના સાતમાં વર્ષથી ગીત રચવાં લાગ્યાં, પ્રસંગ-ગીતે બનાવવા લાગ્યાં. લેખનું પ્રથમ પુસ્તક “ધમ સૌરભ” અને ગીતનું પ્રથમ “વસંતગીતગુંજન” બહાર પડ્યાં. ત્યારબાદ દીક્ષા જીવનસંવાદની બે પુસ્તિકાઓ પ્રકાશિત કરી સંસારી જીવન અને સંયમી જીવન વિશે પ્રકાશ પાડ્યો. આવા ગ્રંથેથી, ગીતથી દીક્ષા પ્રસંગોએ ધર્મને પ્રભાવ વ્યાપી વળતે
ત્યાર બાદ, “સુતેજપ્રસંગગીતો” અને “સુતેજભક્તિકુંજ' એ બે પુસ્તક પ્રસિદ્ધ થયાં. દરમિયાન, ગુરુભક્તિનાં પણ ઘણાં ગીતે રચ્યાં. ગહુંબીઓ પણ બનાવી. “બ્લેક બોર્ડ પર લખવા સુવાક્યોનાં ત્રણ પુસ્તકે – “ધર્મઝરણું, “પુણ્યઝરણાં” અને “
સ ઝરણા” નામે પ્રસિદ્ધ થયાં. પૂજ્યશ્રીના સંયમી જીવનનાં ૨૫ વર્ષ પૂરાં થતાં તેનો પ્ય મહોત્સવ મુંબઈ–મુલુન્ડ મુકામે સંસારી કુટુંબીઓ તરફથી ઊજવાયો. તે પ્રસંગે પ્રવચનમાં મુલુન્ડ શ્રી પાર્ધચંદ્રગચ્છના આગેવાને, તેમ જ ચીમનલાલ પાલીતાણાકર, ઉમરશીભાઈ પોલડિયા, વસનજી ખીમજી વગેરે કચ્છી આગેવાની આગ્રહભરી વિનંતીથી પૂ. ગુરુજીએ પૂ. શ્રી વસંતપ્રભાશ્રીજીને “સાહિત્યરત્ના” બિરુદથી વિભૂષિત કર્યા! તે પહેલાં પૂ. ગુરુજી તરફથી જ “સુતેજ ” એ ઉપનામ મળ્યું હતું.
અંતરના તાર રણઝણી ઊઠે એવી પ્રભુ-પ્રાર્થનાઓવાળું અને આત્મનિંદમય ૧૦૮ માળાના મણકા જેમ, “મનમાળાના મણકા” નામે પુસ્તક પ્રસિદ્ધ થયું. પશ્ચીશમી વીર નિર્વાણ શતાબ્દી પ્રસંગે “ભગવાન વીર” યાને “મહાવીર જીવન ત” નામે વીરજીવન આલેખીને પ્રસિદ્ધ કર્યું, જેની સશંસા પૂ. પાશ્વરચંદ્રગચ્છ સ્થવીર પૂ. શ્રી રામચંદ્રસૂરિજી મહારાજ, પૂ. શ્રી વિદ્વાનચંદ્રજી મહારાજ તેમ જ મનસુ.લાલ તારાચંદ મહેતાએ પ્રસ્તાવના, આશીર્વચન વગેરે હીને સૌએ ભરિ ભરિ પ્રશંસા કરી ! શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ પણ પજ્યશ્રીના સારા પ્રશંસક હતા. વખતેવખત યોગ્ય પ્રત્સાહન આપતા. એને લીધે પૂજ્યશ્રીનાં અન્ય માસિક સાપ્તાહિક વગેરે સામાયિકમાં ઘણું લેખ પ્રકાશિત થતા રહ્યા. “ધર્મલાભ” માસિકમાં “મહિલા મહદય” વિભાગનું સુંદર સંપાદન કર્યું. “સુનંદા-સુતેજ પુષ્પમાળાનાં ચૌદ પુછપે બહાર પડયાં. પ્રથમ શિષ્યા શ્રી બિન્દુપ્રભાશ્રીજી, શ્રી પદ્મગતાશ્રીજી, શ્રી મનેજિતાશ્રીજી અને શ્રી પાર્ધચંદ્રાશ્રીજી પિતપતાનાં કાર્યોમાં પ્રવૃત્ત છે. તેમાં સાધ્વીજી શ્રી મને જિતાશ્રીજી દીક્ષા લીધી ત્યારથી ૧૭ વર્ષથી પૂ. દાદાગુરુ શ્રી સુનંદાશ્રીજી મહારાજની સેવાભક્તિમાં નિમગ્ન હતાં.
પૂ. શ્રી વસંતપ્રભાશ્રીજી મહારાજને લેખનકાર્ય ઉપરાંત જાપમાં પણ એટલી જ પ્રીતિ હતી. અરિહંત પદ અને પાર્શ્વનાથ પ્રભુના કોટિ ઉપરાંત જાપ કર્યા હતા. સંપૂર્ણ નવકારના કેટિ જાપ પણ પૂર્ણ કર્યા હતા. તે સિવાય પણ વિવિધ પ્રકારના જાપ લાખના પ્રમાણમાં કર્યા હતા.
વિ. સં. ૨૦૪૯ નું ચાતુર્માસ પૂર્ણ થયે પૂ. સાધ્વીજી મહારાજ જેસલમેર તીર્થની યાત્રાએ પધારેલ. ત્યાં અપૂર્વ પ્રભુભક્તિનો લાભ લઈ બાડમેર તરફ પધારતાં હતાં, ત્યાં ડાબલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org