________________
શાસનનાં શ્રમણીર ]
[ ૭૯૭ પ્રસિદ્ધ કરવામાં આવ્યું. પ્રસ્તુત પુસ્તકમાં “સાધના” અંગેની જેન તત્ત્વજ્ઞાનની વિસ્તૃત છણાવટ કરીને સમકાલીન ધર્મોની સાધના વિષય પરની વિચારધારાઓ સાથે તુલના કરવામાં આવી છે.
ધર્મનું શિક્ષણ મેળવતા કે જ્ઞાન આરાધના કરતાં કરતાં બહુ જ ઓછા વિશ્વવિદ્યાલયની પદવી મેળવે છે. અચલગચ્છ સાધુ-સાધ્વી સમાજમાં પ્રથમ વાર જ પી.એચ.ડી. પદવી મેળવનાર પૂ. સાધ્વીશ્રીની જ્ઞાનપાસનાની અનુમોદના અર્થે મુંબઈમાં ૧૯૮૮ ની સાલમાં ખાસ સમારંભ પણ જાયેલ હતું. સાધુ-સાધ્વીઓમાં તત્વજ્ઞાન જેવા ગહન વિષયમાં પી.એચ.ડી. થનાર બહુ વિરલ હોય છે. સાધ્વી શ્રી જયદશિતાશ્રીજીએ ૫૦૦ ગ્રંથના અધ્યયન બાદ સતત ત્રણ મહિનાના લેખનકાર્ય દ્વારા આ મહાનિબંધ પૂરો કર્યો હતો. આવી વિરલ સિદ્ધિ બદલ પૂજ્ય શ્રી જયદશિતાશ્રીજી ચશનાં અધિકારી બન્યાં છે. ધ્યેય વગર કોઈ પણ સાધનામાં પરિપૂર્ણતા પ્રાપ્ત થતી નથી. ધ્યેય વગરનું જીવન મહાસાગરમાં એકલ-દોકલ નાવલડીની સ્થિતિ જેવું દિશાવિહીન છે. પૂ. સાધ્વીજીએ ધર્મજ્ઞાન આરાધકે માટે એક નવી જ દિશા કંડારી આપી છે.
પૂજ્યશ્રીને શત શત વંદના
ભજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org