________________
શાસનનાં શ્રમણીરત્ન ]
[ ૭૯૫ કેવી હશે એમની એ અપૂર્વ સમતા, અપૂર્વ સમાધિ, અપૂર્વ સહનશીલતા અને સ્વદેહ પ્રત્યેની અપૂર્વ નિરીહતા. આવા અપૂર્વ ગુણોનાં માલિક તેઓ એક આદર્શ દષ્ટાંતરૂપ હતાં. દરરોજ પૂ. સાધ્વીજી મહારાજ પૂજ્ય પૂર્ણાનંદશ્રીજી પાસેથી ઋષિમંડળ સ્તોત્ર સાંભળતાં, અને બહેનો પાસેથી આનંદ ધનજી કૃત આઠ પ્રવચનની ઢાળે વંચાવતાં અને અષ્ટાપદ તીર્થનું સ્તવન પણ દરરોજ વંચાવતાં. ભયંકર વેદનામાં પણ ૨૭ આયંબિલ કર્યા. ફક્ત મગનું પાણી અને થોડા જ ભાત લેતાં. છતાં પણ અપ્રમત્ત ભાવ ગજબ હતો.
સં. ૨૦૩૧ ની સાલ એ અંતિમ ચાતુર્માસ. શરીર તો તદ્દન અસ્વસ્થ છતાંય પોતાના શિખ્યાદિ સમુદાયને જુદા જુદા છ સ્થળે ચાતુર્માસ માટેની આજ્ઞા કરી–પોતાના નશ્વર દેહ કરતાં જિનાજ્ઞા, ગુર્વાસા વધુ ઈચ્છનીય ગણતાં. તબિયતની છેલ્લી ગંભીર અવસ્થામાં અણહારી ઔષધ પૂજ્યશ્રીને પાવાને ડોકટરોએ નિર્ણય લીધે-ઔધધ હજુ ને હોઠને સ્પર્યું હતું ત્યાં જ મુખમાંથી માધુર્ય સરી પડયું-“મને કશું જ નથી થયું.” સૌને આશ્ચર્યમુગ્ધ કરી દીધા. કેટલી પૂજ્યશ્રીની આત્મસ્થિરતા, કેટલી દેહની અલિપ્તતા, દયાનની ધીરતા, આમાની એકાકારતા અને તારણહારમાં તન્મયતા. કાયાની માયામાં એ બિલકુલ ફસાયાં નહી, દેહને મેહ એમને જરા પણ છેહ ન દઈ શક્યો. કેમ કે આત્મશક્તિ ગજબની હતી.
સં. ૨૦૩૨ ની કારતક સુદી ૮ ની ગેઝારી રાત. નવકારમંત્રની ધૂન ચાલુ હતી. સૌના શ્વાસ અદ્ધર હતા. કાળના ક્રર પંજાએ આ મહાત્માનું દારિક અસ્તિત્વ ઝૂંટવી લીધું, ભાવુક
ની હૈયા ધરતીમાં કડાકો બોલી ગયો. શિષ્યાદિ સારાએ સમુદાય માથે તે જાણે આભ તૂટી પડ્યું. છેલ્લા શબ્દો જય મહાવીર બોલાયા. પૂજ્યશ્રી કાયાને વિસારી અરિહંતનું ધ્યાન ધરી અંતરમાં અજબ ખુમારી માથે પરમ સમાધિને વર્યા અને આ ફાની દુનિયામાંથી વિદાય લીધી. શિષ્યાદિ સમુદાયે પિતાને આધાર ગુમાવ્યું અને જિનશાસને શણગાર ગુમાવ્યું. કુલ ફોરમ ફેલાવી કરમાઈ ગયું. બહોળા ભક્તોનાં નયનમાં નીર ઉભરાયાં હતાં. પાર્થિવ દેહે ભલે વિદાય લીધી પણ આરાધના દેહે તે પૂજ્યશ્રી ભક્તોના મનમંદિરમાં મૂર્તિરૂપે આજે પણ વિદ્યમાન છે જ. એવાં એ મહાત્માને નતમસ્તકે શત શત વંદન....કોટી કોટી વંદના...અનંત અનંત વંદના.
– ભાણજી પુનશી ગાલા (મુંબઈ)
સંયમનાં ઉત્કૃષ્ટ સાધિકા અને જ્ઞાનનાં ઉત્તમ આરાધિકા
પૂ. સાધ્વીજી શ્રી રત્નરેખાશ્રીજી મહારાજ પૂ. સાધ્વીજી શ્રી રત્નરેખાશ્રીજી મ.નો જન્મ કચ્છ-મોટા આસંબિયામાં વિ. સં. ૧૯૯૩ના મહા વદ પાંચમના દિવસે થયો હતો. તેમના સંસારી પિતાનું નામ શ્રી પ્રેમજી વીજપાર રાંભીયા, માતાનું નામ પરમાબાઈ અને તેમનું સંસારી નામ રતનબહેન હતું. નામ પ્રમાણે તેઓ સાચે જ કુટુંબનાં રતન' હતાં. બાલ્યવયથી જ ધર્મના ઊંડા સંસ્કાર પ્રાપ્ત થયા હતા. દીક્ષા પૂવે જ તેઓએ પંચપ્રતિક્રમણ, ચાર પ્રકરણ તેમજ સંસ્કૃત આદિને વિશાળ ધર્માભ્યાસ કર્યો હતે. ઊંડા ધર્માભ્યાસ સાથે તેમનામાં વૈરાગ્ય પણ વાસિત બન્યો હતો. સંયમ માગે કેઈ અદ્ભુત શક્તિ જાણે ખેંચી રહી ન હોય તેમ તેઓ સંયમની ભાવના ઉત્કૃતપણે ભાવી રહ્યાં હતાં. તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org