________________
૭૯૪ ]
[ શાસનનાં શ્રમણીરને પાલન પણ. બંને વાતનો સ્વીકાર થવો મુશ્કેલ હતો. એના સ્વીકારમાં બીજી વાતનો અસ્વીકાર થવાને મેટો ભય હતો. પૂ. ગુણોદયશ્રીજીએ તેને પણ માગ કાઢયે અને નિર્ણય લેવાયો કે માલિશને ઉપચાર સ્વીકારાશે. સૌને આવકાય આ નિર્ણયનો તુરત અમલ શરૂ થયે. પૂજ્યશ્રીની સેવા-સુશ્રષાની
ત ઝગમગી ઊઠી. માલિસની નિયમિત અવિરત સેવાથી લકવાના દદે વિદાય લીધી. ચાલવામાં અસમર્થ પૂ. ગુરુદેવશ્રી હવે એક માલિને પંથ કાપવાને શક્તિમાન બની ગયા.
આ વિજય હતો ભક્તિને, શ્રદ્ધાને, દઢ સંકલ્પને, સેવા-સુશ્રુષાનો, જિનાજ્ઞાનિષ્ઠ જીવનનો અને ગુરુ સમર્પણભાવને. પૂ. ગુરુદેવના અંતિમ સમયે પણ આ ગુરુસમર્પણભાવ ખરેખર નિહાથવા જે હતા. એ સમયે પૂ. ગુરુદેવની સામે પોતે પ્રભુ પ્રતિકૃતિ લઈને, પૂ. ગુરુદેવના ધ્યાનમાં એક ક્ષણ તો પણ વિક્ષેપ ન પડે એ રીતે, ૪-૪ કલાક સુધી તદાકાર બની બેસી રહ્યાં હતાં.
પૂજ્યશ્રીને શાસનરાગ અને સંયમી આત્મા પ્રત્યે અનુરાગ અજબ હતા. જીવનમાં સદાય સાધુનેહની સરવાણી વહ્યા કરતી. સં. ૨૦૨૪માં ભદ્રેશ્વર તીર્થના અધિવેશનમાં અગ્રણી શ્રાવકેની વિનંતિ થઈ કે નાનાં સાધ્વીજીઓને પૂજ્યશ્રીના હાથ નીચે સંયમની તાલીમ આપવી. મેટા આસંબિયામાં પૂજ્યશ્રી સાથે ૨૭ ઠાણાનું ચાતુર્માસ થયું. જ્ઞાનની પરબ મંડાય. પૂજ્યશ્રી વાચના આપતાં ત્યારે જે બાબત સમજાવવાની હોય તે જાણે પ્રત્યક્ષ જ બની રહી હોય તેવો અનભવ થતો. રાતના આનંદધનજી કે એવા બીજા કેઈન સ્તવનોના કે ઢાળોના અર્થ કરાવે તે બહેનેના બબ્બે કલાકે ક્યાં પસાર થઈ જાય તેની ખબર ન પડે અને કેઈ ઊઠવાનું નામ પણ ન લે. વાણી અને કંઠ એટલાં મધુર હતાં કે એમ થાય, સાંભળ્યા જ કરીએ. વ્યાખ્યાનની શૈલી પણ ગજબની હતી. માત્ર વિદ્વતા જ નહોતી, પરંતુ આત્માના ચૈતન્યની વિશુદ્ધિનો રણકાર તેમના અંતરના ઊંડાણમાંથી આવતો. ધર્મના, તત્ત્વના, શબ્દાર્થ, ભાવાર્થ, ગૂઢાર્થને ધીર-ગંભીર અને પ્રભાવક શૈલીથી સમજવતા.
શ્રમણ-જીવન અને જીવદયા-પાલન– આ બે વસ્તુને જે છૂટી પાડવામાં આવે તો સંયમ નિરર્થક જ થઈ જાય. પરંતુ પૂજ્યશ્રીના ત્યાગમા જીવનમાં જીવદયા પણ તાણાવાણાની જેમ વણાયેલી હતી. એક વખત પૂજ્યશ્રીની આંખમાં મંકડો પેસી ગયે. આંખમાંથી અશ્રુઓની ધારા વહેતી જાય, આંખ તે સૂઝીને ટેટા જેવી થઈ ગઈ. પણ આ મહાત્માએ એની પરવા કરી નહીં. જે આંખને ખેલીશ કે ચાળીશ તો એ મંકોડાને ત્રાસ થશે. આખી રાત એમ જ સમતાપૂર્વક નવકાર મહામંત્રના સમરણના બળે પસાર કરી અને સવારના એ કેડો એની મેળે જ બહાર નીકળી ગયો.
- સં. ૨૦૩૦માં દેવપુરમાં ચાતુર્માસ–એ વરસ દુષ્કાળનું હતું. દેવપુરને ગરીબવગર છાશ અને અનાજ માટે આમતેમ દોડાદોડી કરી રહ્યો હતો. આ કરુણ દશ્ય મહાત્માથી શું જોવાય! તરત જ દેવપુરના ભાઈઓ આગળ વાત કરી કે આટલા બધા લોકો પરેશાન છે માટે કાંઈક કરી શકે છે ખરા ? તુરત જ છાશ કેન્દ્ર અને રાહત ભાવથી અનાજની દુકાન દેવપુર સંઘ તરફથી ખેલવામાં આવી. આ હતો તેમને અનુકંપાભાવ.
દેવપુરના આ ચાતુર્માસમાં પૂજ્યશ્રીની તબિયત નાદુરસ્ત હતી. આગળ જતાં શ્રાવકોએ ઘણા ઉપચારો કર્યા છતાં અશાતા વેદનીય કમને જોરદાર ઉદય! છેલલાં ચાર વર્ષ સુધી પારાવાર અસ્વસ્થતા છતાં મુખેથી ફરિયાદને એક પણ હુંકાર કદી સંભળાતે નહીં. બલકે પૂજ્યશ્રીના મુખ ઉપર પ્રસન્નતા જ જોવા મળે તેની પાછળ તેમની યોગશક્તિ અને આત્મશક્તિ ગજબની હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org