________________
શાસનનાં શ્રમણીરત્ને
[ ૭૮૯
પૂજ્યશ્રીનું જીવન સરલતા, ગભીરતા આદિ અનેક ગુણાની ગિરમાથી ગૌરવવંતુ બન્યું હતુ. વડીલા પ્રત્યે અનેશ ભક્તિભાવ અને નાના પ્રત્યે અપૂ વાત્સલ્યભાવ હતા. વળી, સાદગીપ્રિય અને શાંતિપ્રિય એ મહાત્માના જીવનમાં અપેક્ષાએ પણ અલ્પ હતી.
સં. ૨૦૪૮ને ફાગણ સુદ ૯ના દિવસ સકલ સંધ માટે ગેસારા નીવડયો. ૩૪ ડાણાની હાજરીમાં નમસ્કાર મહામત્રની ધૂન વચ્ચે, અરિહંત પરમાત્માના નામેાચ્ચારનુ શ્રવણ કરતાં, વેદનામાંય વિભુને વિસાર્યાં વિના આ વિરલ વિભૂતિએ વિશ્વમાંથી વિદાય લીધી. પૂજ્યશ્રીની વિદાયથી સંઘમાં એક તપસ્વી મહાત્માની ખોટ પડી. તેમાં પણ છેલ્લાં કેટલાંય વરસોથી તેમની ભક્તિને અનેરા લાભ લેનારા કેટડાવાસીએનાં હૈયાં પણ અતિ વ્યગ્ર બની ગયાં. આમ ફરી ફરી એ મહાત્માના ગરવા ગુણેા આપણા જીવનમાં પણ અંશતઃ આવે એવી ભાવના સાથે તેમનાં ચરણામાં ભાવભરી વંદના....
—પૂ. સા. શ્રી નિર’જનાશ્રીજી મ.નાં શિષ્યા સા. પુણ્યોદયશ્રીજી
સેવા-ભક્તિ-વૈયાવચ્ચ અને ત્યાગની અપ્રતિમ સ્મૃતિ સમાં સાધ્વીરત્ના શ્રી ખીરભદ્રાશ્રીજી મહારાજ
પૂ.
મેાટા આસબિયામાં ધમપ્રેમી જેઠાભાઈના ગૃહે વેજબાઈની કુક્ષીએ સ. ૧૯૬૧ ના કાર્તિક સુદ ૯ ના દિને એક પુત્રીરત્નના જન્મ થયા. પુત્રીના મુખ ઉપરની ચમક અને બાલસહજ ચેષ્ટા અદ્ભુત હતી. આવા પુત્રરત્નને પામી માતા-પિતા પેાતાને ભાગ્યવાન માનવા લાગ્યાં. પુત્રી લાડકોડમાં ઉછરવા લાગી. ગામ ધર્મોનુરાગી એટલે સાધુ-સાધ્વીએને દરરેાજ માટે સત્સંગ મળે. બાળપણમાં જ ધર્માંના સુસસ્કાર. પૂર્વભવના પણ સરસ્કાર! જાગૃત હતા. દર્શન-પૂજન, ગુરુવદન, ધામિક શિક્ષણ વગેરેમાં નાનપણથી જ જોડાઈ ગયાં. એનું નામ ખેતબાઈ પાતાના જીવનરૂપી ખેતરમાં ધાર્મિક સ`સ્કારાનાં બીજોનું રોપણ કરવા લાગ્યાં. નાના-મોટાને પોતાની કાલીઘેલી મીડી વાણીથી રંજન કરતાં ખેતબાઈ મીઠાબાઈના હુલામણા નામે પણ જાણીતાં બન્યાં.
સુખપૂર્ણાંક દિવસે-મહિના-વર્ષા પસાર થતાં ખેતબાઈનાં નાની વયમાં જ લગ્ન થયાં. એ સમય જ એવા હતા. બાળપણમાં જ લગ્ન કરાતાં. ૧૧ વર્ષની બાલ્યવયમાં જ તેઓ નાના આસબિયાના નેણશીભાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. સ’સારની અંદર ઘણાં ઘણાં ચક્રે છે અને સંસાર પેાતે જ મેટુ' ચક્ર છે. સુખની જેમ દુઃખનુ ચક્ર પણ કર્યાં કરે છે. કારે કયા જીવ એ ચક્રમાં અટવાય જાય તેની ખબર પડતી નથી. એક કાળે દુ:ખનું એ ચક્ર ખેતબાઈ ઉપર ફરી વળ્યુ. સૌભાગ્યક કણ ક`રાજાએ છીનવી લીધું. માત્ર છ મહિનાના લગ્ન જીવનમાં જ તેમને કંકુના ચાંદલા ભુંસાઈ ગયેા. વિધાતાએ તે વિપરીત કરી મૂકયુ. પણ વિવેકી આત્મા તે તેને જીવન ઘડતરની એક તક સમજે છે. એ આત્મામાં વિવેકના દીપક ઝળહળતા હતા જ. તેમાં વૈરાગ્યની જયાતને પ્રજ્વલિત કરી. આત્માનાં એજસ તન-મનમાં ફરી વળ્યાં, નાના આસમિયા કે મોટા આસંબિયા એ તે આવા પુણ્યાત્માઓની પનેાતિ ભૂમિ, જેમાં ઘણા આત્માએએ સંસારને ત્યાગ કરી વૈરાગ્યને પથ સ્વીકાર્યો છે. એ આત્માએની સાથે આપણાં મીઠાબાઈએ પણ નબર લગાડવા પુરુષાથ કર્યાં. ઉત્કૃષ્ટ ભાવના; પણ જે કમ જ્યારે ઉદયમાં આવવાનું હોય ત્યારે જ આવે છે. પછી એ શુભ હોય કે અશુભ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org