________________
૭૮૮ ]
(ાસનનાં શમણીરને વગચ્છ વર્ધમાન તપની ૧૦૦ એની પૂર્ણ કરનારાં
પૂ. સાધવીજી શ્રી અમરેન્દ્રશ્રીજી મહારાજ જિનશાસન વસ્તુ છે. તેમાં અનેક મહાત્માઓએ પોતાના જીવનક્વનને મહાન બનાવી શાસનની શાન બઢાવી છે. અનેક આત્માઓએ પિતાની કાયાની માયા ભુલાવી, તપ–જપાદિ દ્વારા સ્વપરનું કલ્યાણ કર્યું છે. આવા અનેક આત્માઓ દ્વારા આ અવની આપી રહી છે. તેમાંનાં એક છે તાજેતરમાં પોતાના જીવનને તપાદિ દ્વારા અમર બનાવી ગયેલાં પૂ. સાધ્વીજી શ્રી અમરેન્દ્રશ્રીજી મહારાજ.
ધન્ય બની ધરતી : સં. ૧૯૬૩ના મંગલકારી માગસર માસમાં એ મહામાએ માતા ગોવરબાઈની કુક્ષીને ગૌરવવંતી બનાવવા અને પિતાશ્રી કાનજીભાઈ ચાંપશીનાં કુલદીપિકા બનવા અને સૌંદર્યવતી સસરા ગામની ભૂમિને જાણે દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે સજાગ બનાવવા પદાર્પણ કર્યું. માત્ર સણોસરાની જ નહિ પણ સમગ્ર કચ્છની ધરતીને ધન્ય બનાવી. કેમ કે મહાન આત્માઓ જન્મથી જ અજ્ઞાતપણે પણ આ ધરતી પર ઉપકાર કરતાં જ હોય છે. પૂજ્યશ્રીનું સંસારી નામ લીલબાઈ તેમનાં લગ્ન કેટડા (રોહા) ગામે રાયશી મુરજીના સુપુત્ર લીલાધરભાઈ સાથે થયેલાં. પરંતુ કુદરતને જાણે આ નામંજૂર હોય તેમ ટૂંકા સમયમાં અર્થાત્ માત્ર બે વરસમાં જ લીલાધરભાઈએ આ દુનિયામાંથી વિદાય લીધી. લીલબાઈ માટે આ વાઘાત હતો. છતાં તેમને ધર્મની માટી ઓથ હતી, જેથી હિંમત હાર્યા વિના ધર્મનું શરણું સ્વીકારી લીધું.
ધર્મમાં સદાય ઓતપ્રેત રહેનારાં એવાં લીલબાઈને પરમ પુણ્યગે જ્ઞાન-ધ્યાનમાં સદા તત્પર, આરાધના પ્રેમી, શુદ્ધ સંયમરાધક પૂ. સાધ્વીજી શ્રી પદ્મશ્રીજી મ. તથા પૂ. સાદવીજી શ્રી રૂપશ્રીજી મ.ને સત્સંગ થયે. તેમના પરિવર્તિત જીવનમાં નવું બળ આવ્યું. પરિણામે સંસારની અસારતા સમજી ચૂકેલાં લીલબાઈ સંસારને સલામ ભરીને સંયમ પંથે ડગ માંડવા કટિબદ્ધ બન્યાં. સં. ૨૦૦૬ના માગસર સુદ ૧૧ [ મૌન એકાદશીના મહાપે પાલીતાણામાં શાશ્વતા તીર્થ સિદ્ધગિરિની છત્રછાયા આગાર માટી અણગાર બન્યાં. પૂ. રૂપશ્રીજી મ. નાં શિખ્યા સા. અમરેન્દ્રશ્રીજી તરીકે નામથી પ્રસિદ્ધ થયાં.
હવે તે એક જ લક્ષ હતું. વિશેષમાં વિશેષ દેવ-ગુરુની આજ્ઞા પાળવી. જ્ઞાન–ધ્યાનમાં પણ સતત લીન બની ગયાં. સ્વાધ્યાયમાં રમમાણ બની ગયાં. ગુરુભગવંતની સેવામાં અને સંયમની સાધનામાં એક્તાન બની ગયાં. જ્ઞાન-ધ્યાનની સાથે પૂજ્યશ્રી તપનાં પણ ભારે રસિયાં બન્યાં. જાણે કમ સામે જંગ માંડી દીધું. તપ દ્વારા દેહનું દમન કરવા લાગ્યાં, તે પણ નીરસ આહાર દ્વારા! આયંબિલ તપની લાગલગાટ ઓળીઓ કરવા માંડી અને અમૃતભેજનને રસાસ્વાદ માણવા લાગ્યાં. જોકે ઉપવાસ પ્રત્યે પણ ઓછો ભાવ નહોતે, એટલે જ ૧૬, ૧૫ ઉપવાસ, ૨૫ અઠ્ઠાઈએ, ૨ વરસીતપ, વીશાસ્થાનક તપ વગેરે વિવિધ તપ કર્યા અને સં. ૨૦૩૮માં વર્તમાનતપની ૧૦૦ ઓળી પણ પૂર્ણ કરી. અચલગચ્છના ઇતિહાસમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વર્તમાનમાં પ્રથમ સાધ્વીજી થયાં. સંયમજીવનમાં નવકારશી તો ક્યારેય કરી નથી, કેમ કે મેટી તિથિઓમાં ઉપવાસ અને સામાન્ય રીતે એકાસણું તો હોય જ. અરે ! અંત સમયે પણ આગલા દિવસે ચૌવિહારો ઉપવાસ અને કાળમધ પામ્યાના દિવસે પણ તિવિહાર ઉપવાસ ! ખરેખર ! વંદન હો એ તપસ્વી મહાત્માને !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org